તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
ધબકારા PROSTATE
નાડી PERSPIRE
પરસેવો છૂટવો PALPITATION
પુરસ્થગ્રંથિ PULMONARY
ફેફસાનું PULSE

ઓળખાણ પડી?
મુખ્યત્વે દક્ષિણ એશિયાના મલેશિયા, થાઈલેન્ડમાં ઉગતા એક્ઝોટિક ફ્રૂટની ઓળખાણ પડી? આ ફળ સ્વાદમાં ખટમીઠું અને એનો રસ પણ નીકળે છે.
અ) Mangosteen બ) Jackfruit ક) Durian ડ) Pitaya

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ’ પંક્તિમાં દોકડા શબ્દનો અર્થ જણાવો.
અ) રસ્તા બ) પૈસા ક) માપ ડ) થોકડા

માતૃભાષાની મહેક
ગ્રહ એટલે સૂર્યની આસપાસ ફરતા તેજસ્વી ગોળા એમ વિજ્ઞાન કહે છે. ભાષામાં ગ્રહ વિશિષ્ટ રીતે વણાઈ ગયો છે. અવળા ગ્રહ – ગ્રે હોવા એટલે દુર્ભાગ્યની દશા હોવી. અશિક્ષિત લોકો ગ્રહને ગરે કે ગ્રે કહે છે. ગ્રહ ગામ જવા એટલે અક્કલ કે શુદ્ધિ જતી રહેવી. ગ્રહ ઘેર હોવા એટલે નસીબ પાધરું હોવું. ગ્રહો વાંકા હોવા એટલે નસીબ અનુકૂળ ન હોવું.

ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ HAEMATOLOGY ના અભ્યાસ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) હાડકાં બ) આંતરડાં ક) રક્ત ડ) શ્ર્વાસ

ઈર્શાદ
તમે પૂછી રહ્યા છો વાત આજે ખાસ રોકીને,
હૃદય થંભી ગયું છે માર્ગ વચ્ચે શ્ર્વાસ રોકીને.
— મનહરલાલ ચોક્સી

માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
૭, ૪૯, ૩૪૩, ૨૪૦૧, ——–
અ) ૭૬૬૬ બ) ૧૧૧૫૫ ક) ૧૩૭૭૮ ડ) ૧૬૮૦૭

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
પાંડુરોગ ANAEMIA
કર્કરોગ CANCER
રતાંધળાપણું NIGHT BLINDNESS
આગરુ SCURVY
કર્ણરોગ OTOSCLEROSIS

માઈન્ડ ગેમ
૩૭૬

ઓળખાણ પડી?
Passion Fruit

ગુજરાત મોરી મોરી રે
નકશા આલેખન

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
મજૂરી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) પુષ્પા પટેલ (૧૧) શ્રદ્ધા આશર (૧૨) મીનળ કાપડિયા (૧૩) પુષ્પા ખોના (૧૪) મહેશ દોશી (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) રજનીકાંત પટવા (૧૭) શ્રદ્ધા આશર (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) સુનીતા પટવા (૨૦) કિશોર બી. સંઘરાજકા (૨૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૨) ભાવના કર્વે (૨૩) અશોક સંઘવી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) પ્રતીમા પમાણી (૨૭) જયવંત પદમશી ચિખલ (૨૮) સુરેખા દેસાઈ (૨૯) હર્ષા મહેતા (૩૦) શિલ્પા શ્રોફ (૩૧) કલ્પના આશર (૩૨) અંજુ ટોલિયા (૩૩) નીતા દેસાઈ (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અલકા વાણી (૩૬) દિલીપ પરીખ (૩૭) મહેન્દ્ર લોઢાવિયા (૩૮) પ્રવીણ વોરા (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) નિખિલ બંગાળી (૪૧) અમીશી બંગાળી (૪૨) જગદીશ ઠક્કર (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) અરવિંદ કામદાર (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) રમેશ દલાલ (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) નિતિન બજરિયા (૫૦) નંદકિશોર સંજાણવાળા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button