ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
આપણે ત્યાં કમરખ તરીકે ઓળખાતું આ ફળ વિદેશમાં કયા નામથી એક્ઝોટિક ફળ તરીકે જાણીતું છે એ જણાવો. એશિયા બહાર ઓસ્ટે્રલિયા, ઈઝરાયલ વગેરે દેશોમાં પણ ઊગે છે.
અ) Mangosteen બ) Longan ક) Cepodilla ડ) Carambola
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
પરુ INSOMNIA
વાઈ ANXIETY
અસ્વસ્થતા HYSTERIA
અનિદ્રા DEMENTIA
ચિત્તભ્રંશ PUS
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`વહુએ વગોવ્યા મોટા ખોરડાં રે લોલ’ પંક્તિમાં ખોરડાં શબ્દનો અર્થ જણાવો.
અ) ખેતર બ) પરિવાર ક) ગામ ડ) મકાન
ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ CARTOGRAPHYના અભ્યાસ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) વિચાર આલેખન બ) વાહન આલેખન
ક) નકશા આલેખન ડ) આબોહવા આલેખન
માતૃભાષાની મહેક
ઘર એટલે આવાસ, મકાન, ગૃહ. રાજવલ્લભમાં ઘરની જમીનની પરીક્ષા માટે કહ્યું છે કે, ઘર કરવાની જમીનમાં એક હાથ ઊંડો ખાડો ખોદતાં નીકળેલી માટી તેમજ ખોદેલા ખાડામાં પાછી પૂરતાં ઘટે તો હીન ફળ, ખોદેલી માટી ખાડામાં પૂરતાં તે ખાડો જમીનની સપાટી બરાબર પુરાઈ રહે તો સાધારણ ફળ ને ખોદેલા ખાડામાંથી નીકળેલી માટી પાછી તે જ ખાડામાં પૂરતાં વધે તો લાભ થાય એમ સમજવું.
ઈર્શાદ
લખી શકાતા હોય તો મારે લખવા છે પડછાયા રે
મને મૂંઝવે દિવસરાત ને સમય સમયની માયા રે !
— પ્રફુલ પંડ્યા
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
8, 17, 27, 38, 50, 63, ——–
અ) 71 બ) 77 ક) 80 ડ) 88
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
અચેતન ANESTHESIA
છીંક SNEEZE
ઉલટી VOMIT
ચક્કર GIDDINESS
બેભાન UNCONSCIOUS
માઈન્ડ ગેમ
53
ઓળખાણ પડી?
ક્લેમેન્ટાઈન
ગુજરાત મોરી મોરી રે
સિક્કા
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ફાર્સ