ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
દેખાવમાં તેમજ ઘણે અંશે સ્વાદમાં સંતરા જેવા આ ફળની ઓળખાણ પડી? બે અલગ જાતિના સંતરાના સંકરણ કરી આ ફળ તૈયાર થયું છે.
અ) લોઝેનજિસ બ) ક્રેનબેરી ક) ક્લેમેન્ટાઈન ડ) કિવી
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
અચેતન UNCONSCIOUS
છીંક VOMIT
ઉલટી GIDDINESS
ચક્કર ANESTHESIA
બેભાન SNEEZE
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`કલાકારોએ ભજવેલા પ્રહસનને સારો આવકાર મળ્યો’ પંક્તિમાં પ્રહસન શબ્દનો અર્થ જણાવો.
અ) પ્રયોગ બ) કૃતિ ક) ફાર્સ ડ) કણાંતિકા
માતૃભાષાની મહેક
અવર એટલે રંગભૂમિના ત્રણમાંનો એક પ્રકાર. નાટ્યગૃહ ત્રણ જાતનું હોય: વિકૃષ્ટ, ચતુરસ્ર અને ત્ર્યસ્ર. તે દરેકના ત્રણ પ્રકાર છે: જ્યેષ્ઠ, મધ્ય અને અવર. જ્યેષ્ઠનું પ્રમાણ 108 હાથનું, મધ્યનું 64 હાથનું અને અવરનું 32 હાથનું હોય છે. આમાંથી જ્યેષ્ઠ દેવોનું, મધ્યમ રાજાઓનું અને અવર સામાન્ય જન વર્ગનું છે.
ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ NUMISMATICS ના અભ્યાસ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) નંબર બ) ધાતુ ક) સિક્કા ડ) હવા
ઈર્શાદ
વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથી,
એક માણસ છે, અરીસા છે ને બે આંખો નથી.
— રમેશ પારેખ
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
6, 17, 29, 41, ——–
અ) 48 બ) 66
ક) 53 ડ) 59
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
લાંઘણ FAST
લવણ SALT
લસણ GARLIC
લવિંગ CLOVE
લાખ LAC
માઈન્ડ ગેમ
112
ઓળખાણ પડી?
પાર્સલી
ગુજરાત મોરી મોરી રે
પૃથ્વીનો સર્વે
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ફૂલ