ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
દેખાવમાં શક્કરિયા જેવા અને સ્વાદમાં બટાકા જેવા લાગતા શાકની ઓળખાણ પડી? રાંધીને ખાવામાં આવતો આ પદાર્થ સ્ટાર્ચ માટે પણ ઉપયોગી છે.
અ) કસાવા બ) ટર્નિપ ક) દાશીન ડ) સેલરી
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
મરચું CANE
કોફી CARROT
ગાજર CAPPUCCINO
કપૂર CAPSICUM
નેતર CAMPHOR
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો’ પંક્તિમાં શગ શબ્દનો અર્થ જણાવો.
અ) શકોરું બ) શંખ ક) જ્વાળા ડ) જ્યોતિ
ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ OLFACTORY SCIENCEના અભ્યાસ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) તેલ બ) કારખાનું ક) ગંધ ડ) હૃદય
માતૃભાષાની મહેક
ગ્રામ્ય ભાષાના રોજિંદા વપરાશના શબ્દોમાં અનેરી
મીઠાસ હોય છે. બેડું માથા પર જેને ટેકે મુકાય તે ઈંઢોણી.' કૂવામાં સીંચવાનું દોરડું તે
સીંચણિયું.’ પથારીનો પગ તરફનો ભાગ તે `પાંગત.’ એના પરથી ઓશિકે ઈંઢોણી અને પાંગતે સીંચણિયું એટલે પગથી માથા સુધી કામ જ કામ. આરો કે ઓવારો નહીં.
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
1, 12, 24, 37, 51, ——–
અ) 58 બ) 63
ક) 66 ડ) 72
ઈર્શાદ
કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે!
- મુકુલ ચોક્સી
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
દિવ્ય DIVINE
ભક્તિ DEVOTION
આસ્થા FAITH
દિવેટ WICK
વિધિપૂર્વક SOLEMN
માઈન્ડ ગેમ
130
ઓળખાણ પડી?
કોર્જેટ
ગુજરાત મોરી મોરી રે
કોષ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
આપત્તિ