તરોતાઝા

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
દેખાવમાં તેમજ સ્વાદમાં સુધ્ધાં કાકડી સાથે સામ્ય ધરાવતા શાકની ઓળખાણ પડી? એકદમ કૂણું અને રાંધવામાં અત્યંત આસાન હોય છે.
અ) કક્યુમ્બર બ) એવોકાડો ક) પેપર્સ ડ) કોર્જેટ

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
દિવ્ય FAITH
ભક્તિ SOLEMN
આસ્થા WICK
દિવેટ DEVOTION
વિધિપૂર્વક DIVINE

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`જીવનમાં આપદા આવે એ તો ક્રમ છે’ પંક્તિમાં આપદા શબ્દનો અર્થ જણાવો.
અ) આવકાર બ) આસન ક) આપત્તિ ડ) આરામ

ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ CYTOLOGYના અભ્યાસ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) સાઈકલ બ) મગજ ક) સાયનસ ડ) કોષ

માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
5, 20, 40, 65, 95, ——–
અ) 115 બ) 120 ક) 130 ડ) 125

માતૃભાષાની મહેક
કડકા બાલુસ એટલે પૈસા વગરનો ફોગટ રામ એવો અર્થ કરવામાં આવે છે. જેનું ખિસું ખાલીખમ હોય એને માટે આ શબ્દપ્રયોગ વપરાય છે. અમુક જગ્યાએ તો આ પ્રયોગ કડક બંગાલી તરીકે પણ કરવામાં આવે છે. એની પાસે કોઈ પાઈ પૈસાની ય આશા ન રાખતા, એ તો સાવ કડકા બાલુસ છે એવું કટાક્ષ ભાવે બોલવામાં આવે છે.

ઈર્શાદ
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મુકે,
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

  • સુરેન ઠાકર `મેહુલ’

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
કળી BUD
સુગંધ SCENT
ગુચ્છો BOUQUET
પાંખડી PETAL
પરાગ POLLEN

માઈન્ડ ગેમ
88

ઓળખાણ પડી?
ક્વિનોઆ

ગુજરાત મોરી મોરી રે
ત્વચા

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
હોઠ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button