તરોતાઝા

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
આયુર્વેદિક ગુણ ધરાવતા અને કોદરીને મળતા આવતા ધાન્યની ઓળખાણ પડી? એમાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે.
અ) સેગો બ) સોરગમ ક) ક્વિનોઆ ડ) બકવીટ

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
કળી BOUQUET
સુગંધ POLLEN
ગુચ્છો BUD
પાંખડી SCENT
પરાગ PETAL

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`હું શું કહું? અધરથી પાછા વળ્યાં છે વેણ’ પંક્તિમાં અધર શબ્દનો અર્થ જણાવો.
અ) અધ્ધર બ) નાક ક) કપાળ ડ) હોઠ

માતૃભાષાની મહેક
જાયફળની જાતનું એક ઝાડ પથરી તરીકે ઓળખાય છે. તે કોંકણ અને તેના દક્ષિણ ભાગનાં જંગલોમાં થાય છે. તેમાં જાયફળને મળતું ફળ થાય છે. તેને ઉકાળવાથી પીળા રંગનું તેલ નીકળે છે. આ તેલ બાળવાના અથવા દવાના કામમાં આવે છે. પથરીનો પ્રચલિત અર્થ છે સારણ, નિસરણી, લીસા કાચા પથ્થરની લંબચોરસ કટકી.

ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ હૉસ્પિટલના ડર્મેટોલોજી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) આંખ બ) આંતરડું ક) ત્વચા ડ) ઘૂંટણ

ઈર્શાદ
જિંદગી તારાથી હું થાક્યો નથી,
તું જો થાકી જાય તો કે’જે મને.
— ખલીલ ધનતેજવી

માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
8, 24, 40, 56, 72, ——–
અ) 81 બ) 88
ક) 90 ડ) 94

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
સંતોષ SATISFACTION
અહં EGO
લાગણી SENTIMENT
અરમાન ASPIRATION
ધગશ ENTHUSIASM

માઈન્ડ ગેમ
29

ઓળખાણ પડી?
ઓરેગાનો

ગુજરાત મોરી મોરી રે
બાળક

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
પગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button