ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
ગુણકારી છોડમાંથી મળતા અને સૂકા પાંદડા સ્વરૂપે પીઝા અને પાસ્તામાં સ્વાદ માટે ઉમેરવામાં આવતા પદાર્થની ઓળખાણ પડી? એ ઉમેરવાથી ડિશ સ્વાદિષ્ટ બને છે.
અ) કાવા બ) બેસિલ ક) સિલાન્ટ્રો ડ) ઓરેગાનો
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
સંતોષ SENTIMENT
અહં ASPIRATION
લાગણી SATISFACTION
અરમાન ENTHUSIASM
ધગશ EGO
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`જો આવા ઉધામા કરીશ તો તારો ટાંટિયો ભાંગી જશે’ પંક્તિમાં ટાંટિયો શબ્દનો અર્થ જણાવો.
અ) કમર બ) પગ ક) માથું ડ) ટાલ
ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) મહિલા બ) વૃદ્ધ ક) બાળક ડ) દિવ્યાંગ
માતૃભાષાની મહેક
ખાં એટલે આમ તો જરૂરિયાતથી વધારે મીઠું પડી ગયું હોય એવા ખારા સ્વાદવાળું. પણ ખાંનો બીજો અર્થ અકાં, અપ્રિય અને અદેખું પણ થાય. ઈર્ષ્યાળુ, ઝેરીલું કે અદેખું એવા અર્થ પણ ધરાવે છે. ખારી દાઢ થવી એટલે કોઇ પણ ખાવાના પદાર્થની ઇચ્છા થવી, નફો મેળવવો અથવા રિશ્વત લેવી. ખારી માટી થવી એટલે નાશ થવો. બગડવું, ખરાબ સ્થિતિમાં હોવું કે મોતની અણી પર હોવું એવા અર્થ પણ છે.
ઈર્શાદ
મારવાને જ્યાં મને કાતિલ ધસ્યો,
લાગણી વળગી પડી તલવારને.
— ગની દહીંવાલા
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
3, 5, 7, 11, 13, 17, 19, 23, ——–
અ) 25 બ) 28 ક) 29 ડ) 31
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
બળતરા BURNING
રાહત RELIEF
મલમ OINTMENT
પ્રજીવક VITAMIN
પાટો BANDAGE
માઈન્ડ ગેમ
77
ઓળખાણ પડી?
પતાસું
ગુજરાત મોરી મોરી રે
કિડની
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ભૂખ