તરોતાઝા

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
ખાંડની ચાસણીની ગોળ પરપોટા જેવી ચકતી, ખાંડની પૈતા જેવી એક બનાવટની ઓળખાણ પડી? શુભ પ્રસંગે ગળપણ ધરાવતા પદાર્થનું વિશેષ મહત્ત્વ
હોય છે.

અ) પરણી બ) ચાસણી ક) પતાસું ડ) સુખડી

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
બળતરા OINTMENT
રાહત BURNING
મલમ VITAMIN
પ્રજીવક BANDAGE

પાટો RELIEF

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`ગામના માણસો ક્ષુધાતુર થવાથી બેબાકળા બની ગયા છે’ પંક્તિમાં ક્ષુધા શબ્દનો અર્થ જણાવો.

અ) ભૂખ બ) ભ્રમ ક) તાણ ડ) ચક્કર

ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ હોસ્પિટલના યુરોલોજી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?

અ) ગળું બ) હૃદય ક) આંતરડું ડ) કિડની

માતૃભાષાની મહેક
ગમે એટલા હોશિયાર કે કાબેલ માણસને સલાહની જરૂર પડે છે. સમજદાર વ્યક્તિની સલાહ મુશ્કેલીમાંથી બહાર કાઢે છે જ્યારે અયોગ્યની સલાહ મુશ્કેલીનો ગુણાકાર કરવા સમર્થ હોય છે. આ વાત `કર વિચારી કાજ, જરૂર એવા જાણીયા, ગયું રાવણનું રાજ, વણ પ્રધાને વાણિયા’

એ દુહા દ્વારા સચોટ રીતે વ્યક્ત થાય છે. સારો પ્રધાન ન હોવાથી રાવણે રાજ ગુમાવ્યું હતું એ વાતથી સલાહ કોની મહત્ત્વની ગણાય એ સમજાય છે.

ઈર્શાદ
સાજન સપને આવિયાં, ઉરે ભરાવી બાથ,
જાગીને જોઉં ત્યાં જાતા રિયાં, પલંગે પછાડું હાથ.
— દુહા

માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
7, 21, 35, 49, 63, ——–
અ) 69 બ) 71
ક) 77 ડ) 80

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
લબકારા Tongue
આધાશીશી Head
કમળો Liver
ફેરીંજાઈટિસ Throat
નેફ્રાઇટિસ Kidney
માઈન્ડ ગેમ
94
ઓળખાણ પડી?
સંતુલા
ગુજરાત મોરી મોરી રે
કેન્સર
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
પગથિયું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button