ફન વર્લ્ડ

`મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે 6:00 સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
વિશેષ કરી લાલ રંગના અને વિટામિન સીની માત્રા ધરાવતા આ ફૂલની ઓળખાણ પડી? આ ફૂલની ચા બનાવી અનેક દેશમાં ગરમ અથવા ઠંડી કરીને પીવાય છે.
અ) કુમુદની બ) ગલગોટો ક) જાસૂદ ડ) કરેણ
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
છાતી BELLY
પેટ GUMS
કાંડું CHEST
પેઢા PUPIL
કીકી WRIST
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બાપે જનમી બેટડી, બેટીએ જન્મ્યો બાપ,
વરત જર ઉકેલજો, બેટી ભલો કે બાપ?
અ) ચીકુ બ) કેરી ક) સીતાફળ ડ) દાડમ
માતૃભાષાની મહેક
ફૂલના પર્યાયવાચી શબ્દો છે પુષ્પ, સુમન, કુસુમ વગેરે જેમાંથી બીજ ઉત્પન્ન થાય એવો વનસ્પતિનો અવયવ. કેટલાક છોડની કળી પણ ફૂલ કહેવાય છે. ફૂલમાં મુખ્ય ચાર વિભાગ કે અંગ હોય છે: બાહ્યાચ્છાદન, અંતરાચ્છાદન, પુંકેસર અને સ્ત્રીકેસર.
મોટાં ફૂલના પાંચ ભાગ હોય છે: કટોરી, લીલી પાંદડી
( વજ્ર ), પાંખડી, પુંકેસર અથવા પરાગકેસર અને સ્ત્રીકેસર અથવા ગર્ભકેસર.
ગુજરાત મોરી મોરી રે
કોઈ દરદી ડિપ્થેરિયાથી પીડાય છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એ મુખ્યત્વે શરીરના કયા ભાગમાં તકલીફ ધરાવે છે એ કહી શકશો?
અ) માથું બ) પેટ ક) ગળું ડ) ઘૂંટણ
ઈર્શાદ
બે માણસના સંબંધોમાં બાવળ આંટા મારે છે,
અણીદાર જખ્મોથી માણસ માણસને શણગારે છે.
— મુકેશ જોષી
માઈન્ડ ગેમ
માનવ શરીર વિવિધ હિસ્સા – અંગનું બનેલું છે. શરીરનો કયો ભાગ – હિસ્સો સૌથી વધુ વજન ધરાવે છે એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢી જણાવો.
અ) ત્વચા બ) કિડની ક)
લીવર ડ) મગજ
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
પાચન DIGESTION
પ્રાશન EATING
ઉપવાસ FASTING
તપખીર SNUFF
મલમ OINTMENT
માઈન્ડ ગેમ
કાંગા રેટ
ઓળખાણ પડી?
એડવર્ડ જેનર
ગુજરાત મોરી મોરી રે
મગજ
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મીણબત્તી
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(1) કિશોરકુમાર જીવણદાસ વેદ (2) મુલરાજ કપૂર (3) સુભાષ મોમાયા (4) નીતા દેસાઈ (5) શ્રદ્ધા આશર (6) ખુશરૂ કાપડિયા (7) ભારતી
બુચ (8) મીનળ કાપડિયા (9) પુષ્પા પટેલ (10) નિખિલ બંગાળી (11) અમીશી બંગાળી (12) વિભા મહેશ્વરી (13) મહેન્દ્ર લોઢાવિયા (14) હર્ષા
મહેતા (15) ડૉ. પ્રકાશ કટકિયા (16) ભારતી પ્રકાશ કટકિયા (17) કલ્પના આશર (18) જ્યોતિ ખાંડવાલા (19) પુષ્પા ખોના (20)
નંદકિશોર સંજાણવાલા (21) નયના ગિરીશ મસ્ત્રી (22) મનીષા શેઠ (23) ફાલ્ગુની શેઠ (24) સુરેખા દેસાઈ (25) મહેશ સંઘવી (26) ભાવના કર્વે
(27) વિણા સંપટ (28) રજનીકાંત પટવા (29) સુનીતા પટવા (30) મહેશ દોશી (31) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (32) દિલીપ પરીખ (33)
મીરા ગોસર (34) નિતીન બજરિયા (35) શિલ્પા શ્રોફ (36) જગદીશ ઠક્કર (37) દેવેન્દ્ર સંપટ (38) રશીક જુથાણી – કેનેડા (39) વિજય ગરોડિયા