ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
ખૂબ જ આરોગ્યપ્રદ ગણાતી અને મુખ્યત્વે શાકભાજીમાંથી તૈયાર થતી ઓડિશાની વાનગીની ઓળખાણ પડી? સ્ટીમ્ડ વેજીટેબલ
કરી ફૂડ તરીકે લોકપ્રિય છે.
અ) મંદા બ) સંતુલા ક) કેર સાંગરી ડ) પિઠલા
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
લબકારા Throat
આધાશીશી Kidney
કમળો Tongue
ફેરીંજાઈટિસ Head
નેફ્રાઇટિસ Liver
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`ભણવામાં હોશિયાર મયુર એક પછી એક સોપાન સર કરતો ગયો’ પંક્તિમાં સોપાન શબ્દનો અર્થ જણાવો.
અ) સોપારી બ) પગથિયું ક) પદવી ડ) કમાણી
ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ હોસ્પિટલના ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) જોન્ડિસ બ) આર્થરાઇટિસ ક) કેન્સર ડ) સિરોસિસ
માતૃભાષાની મહેક
સ ગુજરાતી ભાષાના મૂળાક્ષરોમાંનો 43મો મૂળાક્ષર વ્યંજન છે. દંતસ્થાની અક્ષર. દંતસ્થાની હોવાથી તેની પૂર્વે આવેલા અનુનાસિક ન્ જેવો બોલાય છે. જેમકે, સંસર્ગ. લહિયાઓ પુસ્તક લખતાં લખતાં સહેજ ઊઠવું હોય અથવા લખવાનું તે દિવસ માટે કે અમુક વખત માટે બંધ કરવું હોય તો આ અક્ષર ઉપર અટકતા નથી. કારણ કે તેઓ માને છે કે, સ સંદેહ ધરે.
ઈર્શાદ
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને.
— મનોજ ખંડેરિયા
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
4, 10, 22, 40, 64, ——–
અ) 88 બ) 94
ક) 100 ડ) 104
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
આંજણી Stye
માથાનો ખોડો Dandruff
મસો Mole
ખીલ Pimple
ચીરો Crack
માઈન્ડ ગેમ
411
ઓળખાણ પડી?
બળી
ગુજરાત મોરી મોરી રે
કિડની
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
મૂકી