ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
Hybrid પાંખડી
Horticulture વર્ણસંકર
Nectar કાંટો
Petal બાગાયતી
Prickle મધુર રસ
ઓળખાણ પડી?
હડકાયો શ્ર્વાન બટકું ભરવાથી લોહિયાળ ઘા થયા બાદ કઈ રસી – વેક્સિન લેવી જરૂરી છે એ જણાવશો? રસી ન લેવાથી મોટી તકલીફ આવી
પડે છે.
અ) આરએનએ બ) ન્યુમોકોકલ ક) રેબિઝ ડ) ડીટીપી
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘કાળ પડે ત્યારે કોદરા મોંઘા’ કહેવતમાં કોદરાનો અર્થ જણાવો. કપરા સમયમાં વધતી મોંઘવારી આ કહેવતનો ભાવાર્થ છે.
અ) કોલસા બ) ખડધાન્ય ક) કાથો ડ) મીઠાઈ
માતૃભાષાની મહેક
તલનો એક અર્થ નરકસ્થાન પણ થાય છે. તેના સાત પ્રકાર છે: અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. વિરાટદેહના કેડથી નીચેના ભાગમાં સાત તલ નરકસ્થાન છે. સાત તલ આ પ્રમાણે છે: કેડ નીચ અતલ, ઉર એટલે સાથળ નીચે વિતલ, જાનુ નીચે સુતલ, જાંઘ નીચે તલાતલ, ઘૂંટી નીચે મહાતલ, પગમાં રસાતલ અને પગના તળિયા નીચે પાતાલ એમ જુદાં જુદાં સ્થાનો રહેલાં છે.
ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી સ્કિઝોફ્રેનિયાથી પીડાય છે એમ જો કોઈ ડોક્ટર દ્વારા નિદાન કરવામાં આવે તો એ દરદીની તકલીફનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) આંતરડું બ) ત્વચા ક) મગજ ) ઘૂંટણ
ઈર્શાદ
રૂપ કેફી હતું, આંખો ઘેલી હતી ને હથેળીમાં એની હથેળી હતી,
મન મહેકતું હતું, ભીનાં કંપન હતાં, એની સાથે મુલાકાત પહેલી હતી. — શોભિત દેસાઈ
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
૭, ૧૬, ૨૭, ૪૦, ૫૫, ૭૨, —–
અ) ૭૮ બ) ૮૪ ક) ૯૧ ડ) ૯૫
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
છાંટવું SPRINKLE
ચાસણી SYRUP
લોહીનું ગંઠાવું CLOT
રક્તસ્ત્રાવ HEMORRHAGE
દંતરોગ PYORRHOEA
માઈન્ડ ગેમ
૧૪૧
ઓળખાણ પડી?
જીનીવા
ગુજરાત મોરી મોરી રે
ગળું
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
પતિ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ, (૨) સુભાષ મોમાયા (૩) મૂળરાજ કપૂર (૪) ભારતી બુચ (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ડો. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) નિખીલ બંગાળી (૧૦) અમીશી બંગાષી (૧૧) ધીરેન્દ્ર ઉદ્દેશી (૧૨) વિભા મહેશ્ર્વરી(૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) શિલ્પા શ્રોફ (૧૫) જ્યોતી ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવીયા (૧૭) મીનળ કાપડિયા (૧૮) હર્ષા મહેતા (૧૯) પ્રવીણ વોરા (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) તાહેર ઔરંગાબાદવાલા (૨૨) અબબ્દુલ્લા એફ. મુનીમ (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) વિજય આશર (૨૫) મહેશ દોશી (૨૬) રજનીકાંત પટવા (૨૭) ભાવના કર્વેે (૨૮) સુરેખા દેસાઈ (૨૯) મનીષા શેઠ (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૨) વીણા સંપટ (૩૩) જયવંત પદમશી ચિખલ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) હીના દલાલ (૩૭) રમેશભાઈ દલાલ (૩૮) અરવિંદ કામદાર (૩૯) જગદીશ ઠક્કર (૪૦) નંદકિશોર સંજાણવાળા (૪૧) નયના ગિરીશ મિસ્ત્રી (૪૩) ફાલ્ગુની શેઠ (૪૩) નિતીન બજરિયા (૪૪) પુષ્પા ખોના (૪૫) દિલીપ પરીખ (૪૬) અંજુ ટોલીયા (૪૭) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૮) અલકા વાણી (૪૯) યોગેશભાઈ આર. જોશી