ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થાઓ કયા શહેરમાં કાર્યાલય ધરાવે છે એ કહી શકશો?
અ) ફ્રાંસ બ) જીનીવા ક) સિંગાપોર ડ) એડીસ અબાબા
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
છાંટવું HEMORRHAGE
ચાસોણી PYORRHOEA
લોહીનું ગંઠાવું SPRINKLE
રક્તસ્ત્રાવ CLOT
દંતરોગ SYRUP
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`રસ્તો જોઈને ચાલીએ અને કંથ જોઈને મ્હાલીએ’ કહેવતમાં કંથનો અર્થ જણાવો. ગજા પ્રમાણે કામ કરવું એ આ કહેવતનો ભાવાર્થ છે.
અ) ગળું બ) કાથો ક) પતિ ડ) મહેલ
ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી ટોન્સિલાઇટિસથી પીડાય છે એમ જો કોઈ ડોક્ટર દ્વારા નિદાન કરવામાં આવે તો એ દરદીની તકલીફનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) પગ બ) માથું ક) પેટ ડ) ગળું
માતૃભાષાની મહેક
વાલ એટલે એક જાતનું કઠોળ જે ઝાલર અથવા ઓળિયા તરીકે પણ ઓળખાય છે. શાકની અવેજીમાં તેનો ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. ગુણમાં તે સારક, પિત્તહર અને વાતહર છે. વાલ ચડવાના નથી એટલે કાર્ય સિદ્ધિ થવાનું નથી અથવા તો ધાર્યું કંઈ થવાનું નથી. સોનાના વજનનો મામૂલી હિસ્સો પણ વાલ તરીકે ઓળખાય છે. ત્રણ રતીનું વજન, તોલાનો 32મો ભાગ વાલ કહેવાય છે.
ઈર્શાદ
અમીર દોસ્ત! આ પૈસાના ઢગ નીચેથી,
ખમીર તાં જો નીકળ્યું, ગરીબડું નીકળ્યું.
— રઈશ મનીઆર
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
6, 15, 33, 69, —–
અ) 99 બ) 118 ક) 132 ડ) 141
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
ઉકાળવું BOIL
ચાળવું SIEVE
ફીણવું WHISK
તળવું FRY
પલાળવું SOAK
માઈન્ડ ગેમ
78
ઓળખાણ પડી?
યુએસએ
ગુજરાત મોરી મોરી રે
સ્મરણ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
પીણું