ફન વર્લ્ડ
ઓળખાણ પડી?મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા' એવું કવિ લખે પણ
પોએટ્રી’ નામનું જ એક શહેર વિશ્વમાં છે. આ શહેર કયા દેશમાં આવ્યું છે એ કહી શકશો?
અ) ઈટલી બ) હંગેરી ક) બોલિવિયા ડ) યુએસએ
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
ઉકાળવું WHISK
ચાળવું SOAK
ફીણવું BOIL
તળવું SIEVE
પલાળવું FRY
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો’ એ કાવ્ય પંક્તિમાં કાવો શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) કાવાદાવા બ) પીણું ક) દુ:ખ ડ) કુશળ
ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી એમ્નેસિયાથી પીડાય છે એમ જો કોઈ ડોક્ટર દ્વારા કહેવામાં આવે તો એ તકલીફનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) દ્રષ્ટિ બ) ઉચ્ચારણ ક) સ્મરણ ડ) પરિશ્રમ
માતૃભાષાની મહેક
લાત એટલે પગથી કરેલો પ્રહાર, પાટુ, પાછલા પગનો ફટકો, પગથી મારેલી ઠોકર. લાત ખાવી કે વાગવી એટલે નુકસાન થવું. પાટુ ખાવી, તુચ્છકાર સહન કરવો. લાત જાવું એટલે ઢોર દૂધ દેતું બંધ થવું. લાત મારવી કે લગાવવી એટલે તરછોડવું, તુચ્છકારવું, પરવા ન કરવી, નુકસાન કરવું. લાત વડે પ્રહાર કરવો.
ઈર્શાદ
તમારી લાગણી વહેશે ઝરણું બની,
તો તણાશું અમે એમાં તરણું બની.
— ગની દહીંવાલા
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
3, 10, 21, 36, 55, —–
અ) 68 બ) 78
ક) 84 ડ) 91
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
સારવાર TREATMENT
નિદાન DIAGNOSIS
કોમલાસ્થિ CARTILAGE
ખોપરી SKULL
હાનિકારક MALIGN
માઈન્ડ ગેમ
148
ઓળખાણ પડી?
ભુવનેશ્વર
ગુજરાત મોરી મોરી રે
આંખ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
સૈન્ય