ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
આપણા દેશનું કયું શહેર ‘સિટી ઓફ ટેમ્પ્લસ – મંદિરોના શહેર’ તરીકે પ્રખ્યાત છે એની ઓળખાણ પડી? કલિંગનું યુદ્ધ આ સ્થળે ખેલાયું હતું.
અ) જયપુર બ) ચંદીગઢ ક) ભુવનેશ્વર ડ) પટના
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
સારવાર CARTILAGE
નિદાન MALIGN
કોમલાસ્થિ TREATMENT
ખોપરી DIAGNOSIS
હાનિકારક SKULL
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`કટકનાં દુખણાં ન લેવાય’ એ જીવનનો મર્મ સમજાવતી કહેવતમાં કટક શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) કટકો બ) કળતર ક) મુસીબત ડ) સૈન્ય
ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દીને એનોપીઆ થયો છે એમ જો કોઈ ડોક્ટર દ્વારા કહેવામાં આવે તો એ તકલીફનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) પગ બ) આંખ ક) હાથ ડ) જીભ
માતૃભાષાની મહેક
કર છે તો બે અક્ષરી શબ્દ, પણ એના કેટલા બધા અર્થ છે. પ્રચલિત અર્થ છે હાથ, હસ્ત, કાંડાથી નીચેનો હાથનો આંગળીઓવાળો ભાગ. વેરો, લાગો, જકાત એવા પણ અર્થ છે. કર નાખનારો જાય, પણ કર ન જાય એટલે એક વખત નાખેલો કર ભાગ્યે જ રદ થાય છે. જાણવા જેવી કહેવત છે કે જેને કર નહિ તેને ડર શાનો? મતલબ કે જેણે ગુનો કર્યો નથી તેણે બીવું શા માટે જોઇએ?
ઈર્શાદ
મારો રસ્તો ભૂલી ગયો તો તારો રસ્તો મળ્યો મને,
હોઠ કર્યા મેં ચૂપ તો તારા ટહુક્યાં પંખી વને વને.
— સુરેશ દલાલ
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
16, 38, 60, 82, 104, 126,
અ) 136 બ) 140 ક) 148 ડ) 150
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
કળી BUD
ખાતર MANURE
પર્ણ LEAF
બી SEED
કૂંડું POT
માઈન્ડ ગેમ
104
ઓળખાણ પડી?
સાઉથ આફ્રિકા
ગુજરાત મોરી મોરી રે
ગળું
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
પુષ્કળ