તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરી શીતળાની રસીની શોધ કરનારા બ્રિટિશ ડોક્ટરની ઓળખાણ પડી? પક્ષીઓના સ્થળાંતર વિશે પણ તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો.
અ) એડવર્ડ જેનર બ) એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ક) લુઈ પાશ્ચર ડ) આઈઝેક ન્યૂટન

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
પાચન SNUFF
પ્રાશન FASTING
ઉપવાસ OINTMENT
તપખીર EATING
મલમ DIGESTION

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઊંચાઈ ઘટાડીને પણ અંધારાને ભગાડી દે,
જાતે દુ:ખ વેઠી અન્યોને બહુ સુખ આપી દે.
અ) ફાનસ બ) અગરબત્તી ક) મીણબત્તી ડ) દીવો

ગુજરાત મોરી મોરી રે
કોઈ દરદી સ્કિઝોફ્રેનિયાથી પીડાય છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એ શરીરના કયા ભાગમાં તકલીફ ધરાવે છે એ કહી શકશો?
અ) પગ બ) આંતરડું ક) મગજ ડ) પેટ

માતૃભાષાની મહેક
પૂજાના પંચોપચાર, દશોપચાર અને ષોડશોપચાર એવા ત્રણ ભેદ છે. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય વડે કરાતી પૂજા પંચોપચાર કહેવાય છે. તે પાંચ ઉપરાંત પાદ્ય, અર્ધ્ય, આચમનીય, મધુપર્ક અને આચમન હોય તે દશોપચાર કહેવાય છે અને આ બધા ઉપરાંત આસન, સ્વાગત, સ્નાન, વસન, આભરણ અને વંદન હોય તે ષોડશોપચાર કહેવાય છે.

ઈર્શાદ
વિચારો એવા છે કે અવનિ તળનું રાજ્ય કરવું,
કૃતિઓ એવી છે કે રખડી રઝળી પેટ ભરવું.

  • પ્રભાશંકર પટ્ટણી માઈન્ડ ગેમ
    ગરમ અને સૂકા વિસ્તારમાં રહેતું કયું પ્રાણી ક્યારેય પાણી નથી પીતું એ જણાવો. ઉંદર જેવું દેખાતું આ પ્રાણી મુખત્વે નોર્થ અમેરિકાના પશ્ચિમ વિસ્તારમાં જોવા મળે છે.
    અ) પિગ્મી રેબીટ બ) માઉસ લેમૂર
    ક) કાંગારુ રેટ ડ) ડકબિલ્ડ પ્લેટિપસ

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
આહાર FOOD
આસવ WINE
આમલી TAMARIND
આમ્લ ACID
આરામ REST

માઈન્ડ ગેમ
ધન્વંતરિ

ઓળખાણ પડી?
અશ્વગંધા

ગુજરાત મોરી મોરી રે
ત્વચા

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વાળ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નિતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ખુશરૂ કાપડિયા (૭) ભારતી બુચ (૮) મીનળ કાપડિયા (૯) પુષ્પા પટેલ (૧૦) નિખીલ બંગાળી (૧૧) અમીષી બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) મહેન્દ્ર લોઢાવીયા (૧૪) હર્ષા મહેતા (૧૫) ડૉ. પ્રકાશ કટકિયા (૧૬) ભારતી કટકિયા (૧૭) કલ્પના આશર (૧૮) જયોતી ખાંડવાલા (૧૯) નંદકિશોર સંજાણવાલા (૨૦) નયના ગિરીશ મિસ્ત્રી (૨૧) મનીશા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) સુરેખા દેસાઈ (૨૪) મહેશ સંઘવી (૨૫) ભાવના કર્વે (૨૬) વીણા સંપટ (૨૭) રજનીકાંત પટવા (૨૮) સુનીતા પટવા (૨૯) મહેશ દોશી (૩૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૧) દલીપ પરીખ (૩૨) મીરા ગોશર (૩૩) નિતીન જે. બજરીયા (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) જગદીશ ઠક્કર (૩૬) પુષ્પા ખોના (૩૭) રસીક જુઠાણી-ટોરન્ટો-કેનેડા (૩૮) વિજય ગરોડિયા (૩૯) જગદીશ ઠક્કર (૪૦) પ્રવીણ વોરા (૪૧) અબદુલ્લા મુનીમ (૪૨) શીરીન ઔરંગાબાદવાલા (૪૩) તાહેર ઔરંગાબાદવાલા (૪૪) નંદકિશોર સંજાણવાલા (૪૫) ધનવીરસિંહ વિક્રમસિંહ કંચવા (૪૬) ઈનાક્ષીબેન દલાલ (૪૭) હિના દલાલ (૪૮) જ્યોત્સના ગાંધી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button