તરોતાઝા

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
બફેલો સિટી મ્યુનિસિપાલિટીના એક શહેર તરીકે પણ ઓળખ ધરાવતું ઈસ્ટ લંડન શહેર કયા દેશમાં આવેલું છે એ કહી શકશો?

અ) યુકે બ) સાઉથ આફ્રિકા ક) જર્મની ડ) બેલ્જીયમ

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
કળી LEAF
ખાતર POT
પર્ણ BUD
બી MANURE

કૂંડું SEED

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘આ વખતે તો લીલાલહેર છે, ગામડાઓમાં મબલખ
પાક થયો છે’ વાક્યમાં મબલખ શબ્દનો અર્થ શું થાય એ
જણાવો.

અ) મલમલ બ) મોકળો ક) પુષ્કળ ડ) મોડો

ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દીને ડિફથેરિયા થયો છે એમ જો કોઈ ડોક્ટર દ્વારા કહેવામાં આવે તો એ તકલીફનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?

અ) છાતી બ) પીઠ ક) ગળું ડ) વાળ

માતૃભાષાની મહેક

ચકલી એટલે ચીં ચીં કરતું ગભરુ પક્ષી સિવાય પણ એના અલગ અલગ અર્થ છે. કૂવાની ગરેડી પણ ચકલી કહેવાય છે અને ક્રિકેટમાં સ્ટમ્પ પર રખાતી બેઈલ્સ પણ ચકલી જ કહેવાય છે. ઘઉં, જુવાર અને ચોખાને શેકી તેના આટાનો બનાવેલો ખાવાનો પદાર્થ તેમજ પાણીનો નળ અને રેંટિયામાં ચક્કર તથા કરેડાની વચ્ચે રાખવામાં આવતો લાકડાનો કાણાવાળો નાનો કટકો પણ ચકલી તરીકે ઓળખાય છે.

ઈર્શાદ
પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઈશ હું,
સપનામાં તારા આવીને, મારે શું કામ છે?

— અંકિત ત્રિવેદી

માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
૮, ૨૪, ૪૦, ૫૬, ૭૨, ૮૮, ——-
અ) ૯૬ બ) ૧૦૪

ક) ૧૦૮ ડ) ૧૨૪

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
થોર CACTUS
સેવંતી CHRYSANTHEMUM
ચમેલી JASMINE
શતાવરી CACTUS
જાસૂદ HIBISCUS
માઈન્ડ ગેમ
૩૫૦
ઓળખાણ પડી?
ખઈંૠછઅઈંગઊ
ગુજરાત મોરી મોરી રે
જીવાત
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
પાણી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button