તરોતાઝા

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
આયુર્વેદમાં ઔષધ તરીકે જેનાં મૂળ વપરાય છે એ વનસ્પતિની ઓળખાણ પડી? એને બોર જેવાં નાનાં ફળો આવે છે અને પાક્યા પછી તેનો રંગ રાતો થાય છે.

અ) કસ્તુરી બ) કેવડો ક) શતાવરી ડ) ગળજીભી

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
યસન UDDER
આવાસ SUPPORT
આશરો ADDICTION
આંચળ EARTH

વસુંધરા HOUSE

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પરોણો પરોણાને અળખામણો, ને ઘરધણીને તો બેઉ અળખામણા. આ વાક્યમાં પરોણા શબ્દનો અર્થ શું થાય એ જણાવો.

અ) મહેમાન બ) પરણેલો ક) નોકર ડ) પહેલવાન

ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી ફેરીંજાઈટિસથી પીડાય છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા કરવામાં આવે તો એ માંદગીનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?

અ) આંખ બ) ગળું ક) પેટ ડ) પગ

માતૃભાષાની મહેક

ત્રિદોષનો અર્થ થાય છે ત્રણ દોષ એટલે કે દેહધારક મૂળ ત્રણ તત્ત્વો. આયુર્વેદ વિજ્ઞાને શરીરના આરોગ્ય તથા રોગના મુખ્ય કારણ પે ભાગ ભજવનાર મૂળભૂત ત્રણ દેહતત્ત્વોની શોધ કરી, તેને નામ આપ્યાં વાયુદોષ, પિત્તદોષ અને કફદોષ. દેહનાં આ ત્રિતત્ત્વોમાંથી કોઈ પણ એક અથવા વધુ દોષો સ્વતંત્ર કે સંયુક્ત થઈ વીફરે છે અને વિકૃત થાય છે ત્યારે દેહ કે મનનો કોઈ ને કોઈ રોગ થાય છે.

ઈર્શાદ
કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?

— કૈલાસ પંડિત

માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એને સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
3, 7, 15, 27, 43, 63, ——-

અ) 77 બ) 87 ક) 92 ડ) 99

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
ખાડી CREEK
ખાટકી BUTCHER
ખાણ MINE
ખારવો SAILOR
ખાતર MANURE
માઈન્ડ ગેમ

3 કલાક

ઓળખાણ પડી?
ફજ
ગુજરાત મોરી મોરી રે
આંતરડું
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
દૂત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button