તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી : ઔષધિય ગુણોથી ભરપૂર ‘બાંબુ મીઠું’

  • ડૉ. હર્ષા છાડવા

મીઠા (નમક) ને સ્વાદનો રાજા કહેવામાં આવે છે. મીઠા વગર કોઇપણ વાનગી અધૂરી છે. ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવે, પરંતુ મીઠું ન ઉમેરવામાં આવે તો ભોજન અધૂરું લાગે. મીઠું જે ઔષધિય ગુણવાળુ હોય તો સોનામાં સુંગધ ભળે સમુદ્રી મીઠું ઉત્તમ મીઠું છે. સમુદ્રી મીઠામાં પ્રક્રિયા કરીને ઔષધિય ગુણવાળું મીઠું બનાવવામાં આવે છે. આ મીઠું છે ‘બાંબુ મીઠું’ જે ઉચ્ચ ગુણવત્તાવાળું અને સૌથી મોંઘું મીઠું છે. આને પ્રાકૃતિક રૂપથી શેકીને બનાવવામાં આવે છે.

હજારો વર્ષ પહેલા કોરિયા દેશમાં આ નમક બોદ્ધ ભિક્ષુક દ્વારા બનાવવામાં આવ્યું હતું આને કોરિયામાં જુડિયામ નામથી ઓળખાય છે. જે બાંબુમાં ભરીને માટીથી સીલ કરીને શેકવામાં આવે છે. બાંબુની મહત્તા વિશે અગાઉના લેખમાં માહિતી આપી હતી. બાંબુ એ ઔષધિ ગુણોનો ભંડાર છે. બાંબુ ઉચ્ચ પ્રકારનું કેલ્શિયમ હોય છે. જે તૂટેલા હાડકાં જલદી જોડે છે. કેલ્શિયમની ઓછપને કારણે થતાં રોગો પર જલદી કાબૂ મેળવે છે. આ ઔષધિ ગુણોની પરખ કરીને બોદ્ધ ભિક્ષુકે આ બાંબુ મીઠું બનાવ્યું, જે આને ત્રણથી નવ વખત શેકવામાં આવે છે. જેટલું વધુ શેકાય તેટલું વધુ ગુણોવાળું બને છે. આ મીઠું કોરિયા, ચીન વિયેતનામ જેવા દેશોમાં મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. આ ઔષધિ ગુણો અનોખા અને પ્રાચીન છે. જેના અગણિત સ્વાસ્થ્ય લાભો છે. પારંપારિક ચિકિત્સા માટે આ શક્તિશાળી પ્રાકૃતિક ઉપાય છે. વિશ્વના ઘણાય દેશો આનું મહત્ત્વ સમજીને આનો ઉપયોગ ચિકિત્સા માટે કરી રહ્યા છે.એન્ટિ ઇન્ફલમેટરી અને એન્ટિ ઓક્સિડન્ટ જેવી મેડિકલ પ્રોપર્ટી છે.

ભારતમાં આ નમકની શરૂઆત થોડા વર્ષ પહેલાં જ થઇ છે. પંજાબ પ્રાંતના હોશિયારપુરમાં આ મીઠું બની રહ્યું છે. તે બહારના દેશ કરતાં થોડું સોઘું છે. આ મીઠું બનાવવા માટે પચ્ચીસથી પચાસ દિવસ લાગે છે. બાંબુમાં ભરીને શેકવાથી આનો રંગ બદલાઇ જાય છે. પરપલ ઝાય વાળાં કાળા રંગનો હોય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ પ્રભાવશાળી છે. આ મીઠા વિશેની જાણકારી આપણે ત્યાં નહીવત છે. મોઘું હોવાને કારણે તેમ જ ખૂબ જ મહેનત અને લાંબી પ્રક્રિયાથી બનતું હોવાથી લોકો હજુ આ મીઠા માટે માહિતગાર નથી.

વાંસનુ મીઠું એક ઉચ્ચ ઊર્જાવાળું ભોજન છે. બાંબુ મીઠું કેલ્શિયમનો ખજાનો છે. વધુ શેકવાને કારણે આ શક્તિશાળી દૂર-અવિરત પ્રકાશ છોડે છે. જે શરીરના તરલ પદાર્થમાં હાઇડ્રોજન પરમાણુઓની કોશિકાઓને પુનર્જીવિત કરવા અને ચયાપચને ગતિ આપે છે. જે પ્રતિ સેંકડ એક ટ્રિલિયનના દરથી કંપન કારણ બને છે. જેથી ચયાપચન વેગવાન બને છે. વાંસનું મીઠું શરીરના દુષ્પ્રભાવને સાફ, નિયંત્રિત અને પોષિત કરે છે. તેમ જ પોષક તત્ત્વોનું અવશોષણના દરને દસ ગણું વધારે છે. આમાંના એંસીથી વધુ ખનિજો જે પ્રતિરક્ષા પ્રણાલીને વધારી દે છે. રક્ત કોશિકાઓને સાફ રાખે છે. જેથી હૃદયનું સ્વાસ્થ્ય અનેકગણું વધી જાય છે. કેલ્શિયમની માત્રા પ્રર્યાપ્ત હોવાને કારણે હાડકાં, દાંત, નખ અને વાળને મજબૂતી આપે છે. સ્નાયુઓના દર્દને મિટાવી દે છે. ઓસ્ટીયો પોરોસીસ જેવી બીમારી થવા દેતા નથી અને થઇ હોય તો સુધાર કરે છે.

દાંતના મસૂડાના સોજા તેમ જ ગોઠણના સોજા અને સાંધાઓના સોજા કાઢવામાં મદદ કરે છે. મુખના સ્વાસ્થ્ય માટે આનું મંજન કરવું જોઇએ. અપચો, એસિડ રિકલકસ કબજિયાતને સાજા કરે છે. ક્ષારીય પ્રભાવ કારણે પેટના એસિડને સાજો કરે છે.

બાંબુ મીઠાની બાષ્પ લેવાથી શ્વસન કિયામાં સુધારો થાય છે. અસ્થમા, બ્રોંકાઇટીસ અને સાઇનેસાઇટીસ માટે ફાયદાકારક છે. કફને પાતળો કરી કાઢી નાખે છે.

ત્વચાના સ્વાસ્થ્ય અને નારિયેળ તેલમાં નાખી સ્કબ કરી શકાય છે. વાંસનું મીઠું એક મજબૂત વિષ હરણ એજન્ટ છે. આની મજબૂત ભેદન ક્ષમતા ઝેરને બે અસર કરવામાં તેજી લાવે છે. આની અંદર અદ્ભુત પુર્ન સ્થાપન ક્ષમતા છે. જે શરીરનાં ટ્રેસ તત્ત્વોને આવશ્યક અનુપાત અને શરીરના તરલ પદાર્થના પી.એચ.ને સંતુલિત કરે છે. (એટલે કે આલ્કલાઇન બનાવે છે) 7.35-7.45ના પી.એચ.માનકવાળા માનવ રક્તમાં કીટાણુ જીવીત રહેતા નથી. તેનું સ્વાસ્થ્ય ઉચ્ચ ગુણવતાવાળું હોય છે. વાંસનું મીઠું પી. એચ.માં સુધારો કરે છે.

બાંબુ મીઠું રક્તકોશિકાઓને સાફ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. જે અંદરનાં અવયવોને ડિ. ટોકસીફાઇ કરે છે અને સેલુલર મેટાબોલીઝમને ઉત્તેજિત કરે છે. સાથે સાથે પાણી અને ભોજન પર ધારીય પ્રભાવ નાખે છે. જે
પ્રતિરક્ષા પ્રણાલીને દીર્ઘકાલીન લાભ પ્રદાન કરે છે.

આ પણ વાંચો…RG kar Hospital case: સંજય રોયની માતાએ ચુકાદો આવ્યા બાદ કર્યું કંઈક એવું કે…

વિશ્વનાં ઘણાં ચિકિત્સા કેન્દ્રોમાં આનો ઉપયોગ થઇ રહ્યો છે. મોઘું હોવાને કારણે સામાન્ય લોકો આનાથી વંચિત રહે છે. આ ઉદ્યોગ મહેનતવાળો છે. સાથે સાથે નફાકારક છે. તે બે રીતે સ્વાસ્થ્યના લાભો અને સમુદ્રી મીઠું સસ્તું છે તેને આ પ્રકારે બનાવીને મોટો નફો કમાવી શકાય છે. બાંબુ ઉદ્યોગને હાલની ભારત સરકાર ખૂબ જ મહત્ત્વ આપે છે. આ ઉદ્યોગ માટે વિત્તીય પ્રાવધાન પણ આપે છે. આ ઉચ્ચ ગુણવાળું મીઠું બનાવવાનો પ્રચાર વધારવો જોઇએ. જેથી સામાન્ય લોકો પણ આનો લાભ લઇ શકે.

સરળતાથી આ મીઠું મળતું નથી. ઓનલાઇન મળી રહે છે. અત્યારના સમયમાં મળતાં પેકેટવાળા નમક સાવચેતીથી ખરીદવા. કેમિકલનું પ્રમાણ અધિક હોવાથી કે વધુ સોડિયમ હોવાથી શરીરમાં બગાડ વધારી દે છે. જેથી બી. પી. ની સમસ્યા વધી રહી છે. બી. પી. ની દવાઓમાં સોડિયમ અને કેમિકલ જે કિડનીની સમસ્યાઓ વધારી દે છે. સમુદ્રી નમક અથવા બાંબુ નમકનો ઉપયોગ હિતવાહ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button