તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

આહારથી આરોગ્ય સુધીઃ ઔષધિય ગુણોવાળા થોર-કેકટસ

ડૉ. હર્ષા છાડવા

આપણે પૃથ્વી પર જીવંત રહેવાનાં મુખ્ય કારણોમાં વૃક્ષો અને છોડ છે. વૃક્ષો અને છોડ વગર માનવજીવન અને પશુ-પંખીનાં જીવન અશક્ય છે. તે ફળદ્રુપ જમીન પર હોય કે રણમાં હોય. પ્રાણવાયુ પ્રદાન કરે છે તેમ જ ફળ-ફૂલ, શાકભાજી અને આવશ્યક ભોજન પ્રદાન કરે છે.

ઉપચાર માટે જડી-બુટી અને ઔષધિ પ્રદાન કરે છે.

માનવને દૈનિક ક્રિયાઓ માટેના સંસાધન પ્રદાન કરે છે. ઘણાંય શોભા માટેના વૃક્ષો કે છોડવાઓમાં મોટા ઔષધિય ગુણો રહેલા હોય છે. ફક્ત બગીચા અને ગેલેરીના શોભા વધારતાં હોય છે, તેવી જ રીતે શરીરની પણ શોભા વધારવા (ઉપચાર માટે) માટે ઉપયોગી થાય છે. થોર જે અતિ ઉપયોગી ઔષધિ છે. થોર ઘણાય પ્રકારના છે. જે બધાં જ રણમાં અને ફળદ્રુપ જમીન પર ઊગે છે. ગેલેરી અને બગીચામાં અનેક પ્રકારના થોર શોભા માટે અને રક્ષણ માટે ઉગાડવામાં આવે છે. આ એક ઉપચારની દૃષ્ટિએ સશક્ત ઔષધિ છે.

થોરને કેકટસ પણ કહે છે. કાંટાદાર હોય છે તેમ જ ઘણા થોર (કેકટસ) પર ફૂલો પણ આવે છે. અલગ અલગ આકારના સુંદર થોર દુનિયાભરમાં ઊગે છે. આની હજારો જાત છે. હાઈ ફાઈબર, એન્ટી ઈન્ફલ મેટરી, એન્ટી ઓક્સીડેન્ટ, એસ્કોરબીક એસિડ, કેરેટોનોઇડ્સ, કેલ્શિયમ, વિટામિન, પોટેશિયમ, એન્ટી કેન્સર જેવી પ્રોપટી છે. આનાં ફળો પણ ઔષધિય ગુણો ધરાવે છે.

કેકટસમાં વિટામિન સી, એ હોય છે જે પ્રતિરક્ષા બુસ્ટર છે. બીટલેન અને પોટેશિયમ પાચનશક્તિ વધારે છે. આમાં ફાઈબર હોવાને કારણે બ્લડ સુગર નિયત્રિત રહે છે. શુગર હોય તો તેને જલદીથી નાબૂદ કરે છે.
આમાંનું કેલ્શિયમ હાડકાં, દાંત, વાળને મજબૂતી આપે છે. નખમાં આવતી ફંગસને દૂર કરે છે. કેકટસમાં કેટાલેમ્ડ નામનું એન્જાઈમ જે ઘાવને ભરે છે, સોજાને દૂર કરે છે.

એન્ટી ઇન્ફલમેટરી ગુણના કારણે એસીડીટીના કારણે થયેલા અલ્સરના ઘાવને ભરે છે. શરદી, ખાંસીને તરત જ સારાં કરે છે.
એન્ટી કેન્સરના ગુણોને કારણે કેન્સરના ઘાવ ભરે છે. ગુટકા, તમાકુને કારણે થયેલા મોઢાના કેન્સરને સારું કરવામાં મદદ કરે છે. મારા એક પેશન્ટને ગુટકાને કારણે થયેલા મોઢાના કેન્સરમાં આ પ્રયોગથી એંસી ટકા જેટલું સારું પરિણામ આપેલ છે.

ત્વચાની બીમારીઓને જલદીથી સારું પરિણામ આપે છે. વાળમાં થતો ખોડો નાબૂદ કરે છે. ખોડો થવો એ બીમારી નથી. વર્ષમાં એકવાર માથાની ત્વચા બદલાય છે. તેથી તે ઉખળે છે. જેને આપણે ખોડો કહીએે છે. આ ખોડો જો લાંબો સમય ચાલે તો તે શરીરમાં વધતી એસીડીટીનું પરિણામ છે.

વધુ પડતી સાકર ખાવાથી થાય છે. કેકટસને સલાડમાં લેવાથી આ તકલીફ જલદી દૂર થઈ જાય છે. સોરાયસીસ જેવી બીમારીમાં આનું પરિણામ ઉચ્ચતમ છે. શરીરમાં ઑક્સિજન વધારી દે છે. ચામડીની નીચે જામેલા સ્લેગ (કીચડ જેવી ગંદકી)ને સાફ કરે છે.

ગ્લાયકમેક્સ ઈન્ડેક્સ બહુ જ ઓછા હોવાને કારણે ગ્લુકોઝ પર કંટ્રોલ કરી વજન ઘટાડી દે છે. આનો જેલનો જ્યુસ બનાવી અડધા કપ જેટલો લેવો જોઈએ. સ્વાદ થોડો કસેલો છે, પણ પીવા લાયક છે.
તાવ અને શરીરમાં બનેલા વિષને નાબૂદ કરે છે. ભૂખ વધારી દે છે.

થોર કે કેકટસનાં ફળો લાલ ગુલાબી રંગનાં હોય છે. જેમાં મોટા પ્રમાણમાં પોષક તત્ત્વો હોય છે. આમાંનું એન્ટી ઑક્સિડેન્ટ શરીરની કોશિકાઓનું સ્વાસ્થ્ય વધારે છે. આમાં આયરન લોહીની ઓછપ દૂર કરે છે. આમાંનું સેલેનિયમ ફંગસ અને વાયરલ ઈન્ફેકશનથી બચાવે છે. વિટામિન બી-6ની ઓછપ દૂર કરે છે. આનું જ્યુસ, શરબત, સ્મૂધિ બનાવી લઈ શકાય છે.
મધુમેહનો નાશ કરે છે. અલ્સરમાં આનો જ્યુસ લેવો જોઈએ. રાજસ્થાન અને કચ્છ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.

રાજસ્થાનમાં આનું શાક બનાવી ખાવામાં ઉપયોગ કરે છે. આમાંનું બીટા-કેરાટીન આંખની સમસ્યા દૂર કરે છે. ઘણેય ઠેકાણે આનો પ્રયોગ કરેલ છે. ચશ્માં દૂર કરવામાં સહાયક છે.

Also Read – આરોગ્ય પ્લસ -ઃ મસા, હરસ ને ભગંદર… આ બીમારી કેટલી ત્રાસદાયક છે?


કેકટસની બેથી ત્રણ જાતનો ઉપયોગ વધુ થાય છે. બીજી જાતો હજારો છે. આનો પ્રયોગ નિષ્ણાત દ્વારા કરવો હિતાવાહ છે. નાગફણી જાત વિપુલ પ્રમાણમાં થાય છે. વાપરવામાં કોઇ નુકસાન નથી. બીજી જાત લાંબા ચાર આંકાવાળ કેકટસ જેને લાંબા નાગફણી કહે છે. તેનો પ્રયોગ લગભગ બધે જ થાય છે.

લગભગ બધા કેકટસનો ઉપયોગ થાય છે, પણ એક-બે જાત ઝેરી ગણાય છે તેનો પ્રયોગ ન કરવો. જેમ એલોવીરાનો ઉપયોગ હવે વધુ થાય છે તેમ જ નાગફણીની બંને જાતનો પ્રયોગ નિશ્ચિતતાથી કરી શકાય છે. આ આપણી અમૂલ્ય સંપત્તિ છે. કેમિકલવાળી દવાઓની જેમ આની લગભગ સાઈડ ઈફેક્ટ નથી. આને ઘરમાં ઉગાડી શકાય છે. ઘરની શોભા સાથે સ્વાસ્થ્યની શોભા વધારી દે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button