તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

આહારથી આરોગ્ય સુધી : શરીરની સાત ધાતુ: આ ધાતુ બને છે તમારા ખોરાકથી

-ડૉ. હર્ષા છાડવા

માનવ શરીર સપ્ત ધાતુઓથી બનેલું છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર. આ ધાતુઓનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે જે આપણા શરીરનું નિર્માણ અને પોષણ કરે છે સાથે સાથે શરીરની સંરચના કરવામાં સહાયક હોય છે. રસ એટલે પ્લાઝમા, રક્ત એટલે લોહી, મેદ એટલે વસા (ફેટ), અસ્થિ એટલે હાડકાં, મજ્જા એટલે બોનમેરો અને શુક્ર એટલે પ્રજનન સંબંધી ઉત્તક (વીર્ય) કેરિપ્રોડક્ટિવ ટિશ્યૂ.

ધાતુઓનું નિર્માણ આપણે ખોરાક દ્વારા કરીએ છીએ. ખાવાનું પાચક અગ્નિથી પચ્યા બાદ તે ઘણી બધી પ્રક્રિયાથી પસાર થાય છે જે બે ભાગમાં વિભાજિત થાય છે એક સાર એટલે કે ભોજન દ્વારા પોષક તત્ત્વ અને ઊર્જા. જે વાયુ દ્વારા લોહીમાં પહોંચે છે પછી લોહી દ્વારા ધાતુઓ બને છે. બીજો છે મલ જે ભોજન પછી અપશ્ષ્ટિ બનીને શરીરની બહાર નીકળી જાય છે.

રસ ધાતુ- આનું નિર્માણ પાચનતંત્રમાં થાય છે. આ રસ રક્ત દ્વારા આખા શરીરમાં ફેલાઈ જાય છે. આનું મુખ્ય કામ છે તૃપ્તિ, સંતુષ્ટિ અને પ્રસન્નતા પ્રદાન કરવાનું. પાચન શક્તિ નબળી હોય ત્યારે આ રસ ધાતુમાં બગાડ થાય અને ઊલટી થવી, થાક લાગવો, સૂકાપણું, શ્વાસની તકલીફો થાય છે.

તેમજ ભૂખ ન લાગવી, મોઢાનો સ્વાદ બગડવો, તાવ, વાતાવરણ સુખદ ન લાગવું. રસ ધાતુને સુધારવા માટે ઔષધિઓ તો ઘણીય છે, પણ પહેલાં ભોજનમાં સુધારાની ગરજ હોય છે. અતિ તીખા, અતિ ખાટા, અતિ ગળ્યા કે કડવા ખાનપાન ને કારણે તેમજ આહારમાં રસાયણયુક્ત હોય તે સમસ્યા છે. રસ ધાતુ ખરાબ થતાં લોહીમાં આ ધાતુ લોહીનો પણ બગાડ કરે છે.

રક્ત ધાતુઃ શરીર માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. આની મદદથી બધાં અંગોને પોષણ મળે છે. બધી ઈન્દ્રીયોને સાન મળે છે. તે રક્ત ધાતુને કારણે સંભવ છે. રક્ત ધાતુ સારી રહેતાં ત્વચા અને આંખોમાં લાલિમા જણાય છે. રક્ત ધાતુ બગડતાં ચામડી સૂકી થાય છે તે સૌથી પહેલા જણાય છે. રક્ત ધાતુ બગડતા અનેક રોગો જેવા ચામડીના રોગો, મોઢામાં છાલા પડવા, પેટમાં ગાંઠો થવી, કમળો, સ્ત્રી રોગ, મોઢા પર ફોડા ફૂસી મસા થવા વગેરે થાય છે. રક્ત ધાતુ બગડવાની અસર માંસ ધાતુ પર થાય છે.

માંસ ધાતુઃ માંસ ધાતુનું મુખ્ય કામ માંસપેશીઓનું નિર્માણ કરવાનું છે. માંસપેશીને કારણે શરીરને શક્તિ મળે છે. ને શરીરના પૂરા ઢાંચાની સુરક્ષા પ્રદાન કરે છે. માંસ ધાતુ ખરાબ થતાં શરીરમાં ભારીપણું જણાય છે. વધી જતાં શરીરના અંગો પર ભાર જણાય છે જેથી જાંઘો પર વૃદ્ધિ થાય છે. ગળાની ગ્રંથિઓના આકાર બદલાય છે. માંસ ધાતુની ઓછપને કારણે શરીર નબળું, દુબળાપણું, સૂકાપણું, રક્તવાહિકા નબળી પડવી વગેરે થાય છે. માંસ ધાતુની ખરાબી મેદ ઉપર અસર કરે છે.

મેદ ધાતુઃ મેદ શરીરને આકાર, ચીકણાપણું અને ગર્મી આપવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે. વધુ મેદ થતાં કે બગડતાં થોડી મહેનત કરતાં થાક જણાય, શરીરમાંથી દુર્ગંધ આવવી, પેટ લટકવું, શરીરનો આકાર બગડી જવો વગેરે થાય છે, મેદ ધાતુની ઓછપના કારણે હાથ પગમાં જલન, વાળ વિખરાયેલા કે જટિલ બની જાય, તરસ વધુ લાગવી, શરીર સુન્ન થવું, આળસ, વધુ પસીનો થવો વગેરે મેદ ધાતુનો સુધાર પર જો ધ્યાન ન આપવામાં આવે તો હૃદય માટે જોખમકારક છે. મેદ વધે તેવી વસ્તુઓનું સેવન બંધ કરવું જરૂરી બની જાય છે. જીવનશૈલીમાં સુધાર તેમજ બે ભોજન વચ્ચેનું અંતર લાંબું રાખવું. મેદ ધાતુ ખરાબ થતાં હાડકાંઓ પર અસર જણાવાનું ચાલુ થઈ જાય છે.

અસ્થિધાતુ- શરીરના ઢાંચાને ઊભું રાખવા માટે કે યોગ્ય આકાર આપવાનું કાર્ય અસ્થિ ધાતુનું છે. અસ્થિ ધાતુ નબળું પડતાં હાડકાંમાં સખત દુ:ખાવો, નખ ટૂટવા, વાળ ટૂટવા, વાળ ન આવવા, દાંત કમજોર કે જલદી નીકળી જવા જેવી વ્યાધિઓ થાય છે. શરીરના અસ્થિ મજબૂત રાખવા કેલ્શ્યિમની ગરજ પડે છે. ફોસ્ફરસની પણ ગરજ પડે છે હાડકાંના પોલાણમાં ઘણીય ધાતુઓનું નિર્માણ, લોહી બનાવવાનું કાર્ય બોનમેરો કરે છે જેને આપણે મજ્જા કહીએ છીએ.

મજ્જા ધાતુઃ મજ્જા ધાતુ એટલે બોનમેરો- બોનમેરો હાડકાંના જોડોની વચમાં ચીકણું દ્રવ્ય છે જે હાડકાંની જોડને મજબૂત બનાવે છે. આ બગડતાં ચક્કર આવવા, આંખોમાં અંધારા આવવા, બોન કૅન્સર, લોહીનું કૅન્સર થવું એ બોનમેરોમાં વૃદ્ધિનું કારણ છે. આની ઓછપથી ઓસિયોપોરોસિસ, હાડકાંમાં કમજોરી, આર્થરાઈટીસ અને શુક્રધાતુની સમસ્યાઓ થાય છે.
શુક્ર ધાતુ- સૌથી અંતિમ બને છે જે શક્તિશાળી અને મહત્ત્વપૂર્ણ ધાતુ છે.

આનો સંબંધ શરીરના પ્રજનન સંબંધી ટિશ્યૂ છે. આની અધિક વૃદ્ધિ થતાં કામવાસનામાં વૃદ્ધિ, શુક્રમાર્ગમાં પથરી થાય છે. આની ઓછપના કારણે શરીરમાં અધિક નબળાઈ, થાક, એનિમિયા, નપુંસકતા, અપંગ કે વિકૃત બાળક જન્મવા વગેરે થાય છે.

આ સાતેય ધાતુ એકબીજાથી જોડાયેલી છે. આ ધાતુઓની વૃદ્ધિ કે ઓછપ આપણાં પાચક અગ્નિની સ્થિતિ પર નિર્ભર છે. કોઈ એક ધાતુનું બગડવું એ આગળની ધાતુ પરની વૃદ્ધિ કે ઓછપના લક્ષણ દેખાય છે. શરૂઆતની સ્થિતિ એટલે પાયો જે રસ ધાતુ છે તે મજબૂત હોવું જરૂરી છે.

આ પણ વાંચો…પ્રવાસ વીમો જરૂર ઉતરાવો આજના સમયમાં એ ઘણો જ ઉપયોગી નીવડે છે

હાલની ઋતુ શિયાળો ચાલી રહ્યો છે. વાતાવરણ સુખદ છે બજારો પણ અવનવી શાકભાજીઓ, પાંદડાવાળી ભાજીઓ, રસદાર ફળોથી છલકાયેલી છે, ડ્રાયફ્રૂટ્સ બજારમાં ઉપલબ્ધ છે આનો વપરાશ વધારી શરીરને ઊર્જાથી ભરી દો. પેકેટ ફૂડ, ડબ્બા બંધ ખાદ્ય-પદાર્થ, ચા-કોફીનો ત્યાગ કરી દો. શરીરની દરેક ધાતુઓને શાકભાજી અને ફળોથી મજબૂત બનાવો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button