
માનવશરીર એ અદ્ભુત અને રહસ્યમય સંરચના ધરાવે છે અને વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓને હંમેશાં પ્રેરિત કરતું રહ્યું છે. મનુષ્યશરીરમાં જે ભાવના વિજ્ઞાન છુપાયેલું છે તેનાથી સ્પષ્ટ થાય છે કે મનુષ્યની ઉત્પત્તિ રહસ્યપૂર્ણ છે.
માનવવ્યવહાર, માનવજીવન શારીરિક, માનસિક અને સામાજિક ગતિવિધિથી જોડાયેલ છે. શરીરનાં ઘણાં આંતરિક અંગોનાં રહસ્યથી હજુ આપણે પૂરા માહિતગાર નથી. શરીરને સ્વસ્થ અને મજબૂત રાખવા ઘણાં મિનરલ્સ અને વિટામિનની જરૂર પડે છે. લાંબા સમય સુધીના સ્વાસ્થ્ય માટે હૃદયની કામગીરી સ્વસ્થ હોવી જરૂરી છે.
હૃદય કે હિયા એક પેશીય અંગ છે જે બધી કશેસ (વર્ટીબ્રા) જીવોમાં આવૃત્ત તાલબધ્ધ સંકુચન દ્વારા રક્તનો પ્રવાહ શરીરનાં બધાં અંગો સુધી પહોંચાડે છે. સાથે સાથે ઑક્સિજન પણ પહોંચાડે છે. હૃદય નિરંતર ધબકતું જ રહે છે.
હૃદયની માંસપેશી અને નસોમાં પોટેશિયમ અતિ જરૂરી મિનરલ્સ છે.
જે હૃદય નસોને માંસપેશીઓને ઉત્તેજિત રાખે છે. મહત્ત્વનું ઈલેક્ટ્રૉલાઈટ પણ છે. જે કોષોની અંદરનાં પ્રવાહીને જાળવી રાખે છે. સામાન્ય બ્લડ પ્રેશરને જાળવે છે.
શરીરના કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન સંયોજનના ચયાપચનમાં યોગદાન આપે છે. સ્નાયુ અને ચેતાકોષોની કામગીરી પર પરિણામ આપે છે. વધુ ખાંડવાળા અને નમકવાળા ખોરાકથી આપણું સોડિયમનું સ્તર વધે છે. ખાંડ કીડની દ્વારા સોડિયમ શોષણને વધારે છે. પરિણામે શરીરમાં સોડિયમ જળવાઈ રહે છે. આથી શરીર બ્લડ પ્રેશર અને પાણીની જાળવણી વધે છે. પરિણામે હાથપગમાં સોજા જણાય છે.
યાદ રાખો કે સોડિયમ કરતાં શરીરમાં પોટેશિયમની વધારે જરૂર છે.
મેગ્નેશિયમની ઊણપથી પોટેશિયમની ઊણપ વધે છે. આંતરડાંમાં સોજાથી પણ પોટેશિયમની ઊણપ થાય છે.
માટી ખાવાવાળાને પણ ઊણપ થાય છે. માટી પોટેશિયમ સાથે જોડાય છે અને શરીરમાંથી પોટેશિયમના ઉત્સર્જનને વધારે છે. આથી શરીરમાં ખનિજની માત્રા ઘટી જાય છે. પોટેશિયમના ઓછા સેવનથી કીડનીમાં કેલ્શિયમના પુનશોષણને અટકાવે છે તેથી કેલ્શિયમનું ઉત્સર્જન વધી જાય છે તેથી કીડનીમાં પથરી થાય છે.
ઊણપનાં લક્ષણો થાક, સ્નાયુઓની ખેંચ, હૃદયના ધબકારા અનિયમિત માનસિક મૂંઝવણ હાઈ પ્રેશર છે. પોટેશિયમનું નુકસાન ગ્લુકોઝની ચયાપાચનની ક્ષતિને કારણે થાય છે. લોહીમાં સાકરની માત્રા વધારી દે છે. જેથી વિકાસમાં અડચણ થાય છે, વૃદ્ધિના હોર્મોનમાં ઘટાડો થાય છે. જેથી બાળકોમાં વૃદ્ધિ અને વિકાસ ઓછો થાય છે. તીવ્ર ઊણપને કારણે બ્લડ પ્રેશર વધી જવાથી એટેક આવે છે. વારંવાર ઝાડા કે ઊલટી થવી એ પણ પોટેશિયમની ઊણપ જણાવે છે. અન્ય બીમારીઓની દવાઓની સાઈડ ઈફેક્ટને કારણે પણ થાય છે.
દવાઓમાં પણ સોડિયમ અને સાકરનો વપરાશ થાય છે. જેથી લોહીમાં બન્ને વધી જતાં પોટેશિયમની ઊણપ થાય છે. તેથી ડાયાબિટીસની દવાથી ઘણી વાર સંગ્રહણી જેવા રોગ અને કીડની ડાયલીસીસ પર જાય છે. તેમ જ હૃદયનો હુમલો પણ થાય છે. પ્રેશરની દવાથી પગની તકલીફ અને કીડની પર સોજા જણાય છે. વધુપડતું પોટેશિયમ લોહીમાં વધી જતાં જીવલેણ સાબિત થાય છે.
કીડનીની દવાઓ અને મીઠાના (નમક) ઉપયોગથી પોટેશિયમ વધી જાય જેથી નબળાઈ, થાક, ઉબકા, ઊલટી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુ:ખાવો થાય છે. પોટેશિયમયુક્ત આહાર લેવો જરૂરી છે, પણ એની ઊણપ માટે દવાઓ લેવી હિતાવહ નથી. દવાઓના કારણે પોટેશિયમ વધતાં તેની તકલીફો શરૂ થઈ જાય છે.
શિયાળાની ઋતુઓમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી જાય છે. કારણ વધુપડતા વસાણાયુક્ત ખોરાક તેમ જ અડદિયા, ગુંદરપાક, સાલમપાક જેવી ખાંડવાળી મીઠાઈ તેમ જ દિવાળીમાં વધુપડતી મીઠાઈ અને ફરસાણનું સેવન થયું હોય છે. જેથી સોડિયમ અને સાકરનું પ્રમાણ લોહીમાં વધી જાય છે. પોટેશિયમ ઘટી જાય છે. જેથી હૃદયરોગના હુમલા વધી જાય છે. ઋતુનો દોષ નથી આપણું ખાન-પાન જવાબદાર છે.
પોટેશિયમ પ્રોટીન સાથે સાથે કાર્બોહાઈડ્રેટના પાચન માટે જરૂરી છે. જો આમાં ખામી આવે તો હાડકાંની મજબૂતીમાં ઓછપ આવે. ત્વચા પણ સૂકાવા લાગે. વાળના ફોલીક નબળા પડી જાય અને વાળ ખરવા લાગે તેમ જ ખોડો થાય છે. માઈગ્રેન જેવી સમસ્યા પણ થાય છે.
Also Read – ફોક્સ પ્લસ : તમે શરદી-ઉધરસથી પરેશાન છો?
પોટેશિયમયુક્ત ખોરાક લેવો વધુ જરૂરી છે. ફળો-સંતરાં, મોસંબી, કેળાં, દાડમ, કીવી, કલિંગર, શક્કરટેટી, પેશન ફ્રૂટ, 5નારિયેળ, બ્લેકબેરી, બેલ બ્લુબેરી, સ્ટ્રોબેરી, ચેરી, સીતાફળ ઓરગેનિક દ્રાક્ષ, લીંબુ.
શાકભાજી બટાટા, શક્કરિયા, ગાજર, પાલક, રીંગણાં, કોબી, કાંદા, લીકભાજી, ચવલી-ભાજી, મૂળા, વટાણા, ભીંડા, કેલ ભાજી, કમળદાંડી, બીટ-બીટનાં પાંદડાં. શેપૂભાજી, અરવી, બેબીકોર્ન, વોટરક્રેસ ભાજી.
દાળ – તુવરદાળ, અડદદાળ, રાજમા, મઠ, ચોળા, રાગી.
ડ્રાયફ્રૂટ – બદામ, ખજૂર, અંજીર, જરદાલુ, શીંગદાણા, પમકીન સીડ, સૂકા આમળા.
શરીરને સતત ગતિશીલ અને સ્વસ્થ રાખવા માટે કેમિકલયુક્ત ભોજન અને હોટલો, ધાબા, ચાઈનીઝ, પેકેટફૂડનો ત્યાગ જરૂરી છે. શરીરમાં ખનિજોની ક્ષતિઓ આપણી માટે નુકસાનદાયક છે.