શિયાળો એટલે મદમસ્ત થવાની મોસમ છે. ચારે બાજુ વાતાવરણની સુંદરતા અને સુખદ વાતાવરણ છે. ખાવા-પીવાની મોજ છે. બજારો અવનવા શાકથી હરિયાળુ છે. શારીરિક સુંદૃઢતા, સૌંદર્ય અને ઊર્જાથી ભરી દે તેવા શાકભાજી અને પહાડી શાકભાજી ભરપૂર પ્રમાણમાં થાય છે.
પહાડોની આબોહવા તો સુખદ છે. પણ પહાડો પર થતી વનસ્પતિઓનું મહત્ત્વ ખૂબ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ફકત ત્યાં લોકલમાં નહીં, હવે તો બધે જ આ વપરાય છે. સ્વાદની સાથે તબિયત પણ સુધારી દે છે. બીમારીઓને દૂર કરે છે.
આ શાકભાજી અને કંદ બન્ને રીતે ઓળખાય છે. લંકૂ, પરમલા, તેડૂ, ગીંઢી, ચંચિડા, પિંડાલૂ બધા શાકભાજી કે કંદના આખા ઝાડ ઉપયોગી છે. આ હીરા-ઝવેરાત જેવા ગુણોવાળી છે.
લંકૂ: આછા લીલારંગનું, સફરજન જેવું દેખાય છે. વિટામિન -બી અને સી થી ભરપૂર છે. ટ્રિપ્ટોફેન, બ્યુસિન અને લાઇસિન જેવા અમાયનો એસિડ છે. જેથી આને બ્લડ પ્રેશર સ્પેશિયલ શાક કહેવાય છે. આના પાનનો ઉકાળો ચહા તરીકે પીવાય છે. યુરિનના દરેક વ્યાધિ પર કામ કરે છે.
Also Read – વિશેષ: આકર્ષક લેઝર શો કેવા છે જોખમી…
પરમલા: પહાડી મીઠા કારેલા છે. આને રામ કારેલા પહાડી કારેલા કહેવાય છે. આછા લીલા રંગના અને હલકા કાંટાવાળા છે. લોહીને શુદ્ધ કરે છે. કેલ્શિયમ અને આર્યનથી ભરપૂર છે. લોહીનો વધારો ઝડપથી કરી આપે છે. ઇન્સ્ુયુલિન લેવલ વધારી દે છે. ઉત્તરાખંડમાં મોટા પ્રમાણમાં થાય છે. આપણી બજારમાં પણ થોડા દિવસો માટે મળે છે. રામ ભગવાને આના ખૂબ વખાણ કર્યા હતા તેથી આને રામ કારેલા કહેવાય છે.
તેડૂં: આ શિવ પ્રિય છે. મહાશિવરાત્રિમાં આના શાકનો પ્રસાદ ચડાવાય છે. એક પ્રકારના ફળ જેવું છે. મીઠાશથી ભરપૂર છે. ઔષધિય ગુણોનો ખજાનો છે. આની લાકડીનું ફર્નિચર બને છે. આંખની દરેક બીમારી પર રામબાણ ઇલાજ છે. શરદી, ખાંસી, કાન, મોઢાની બીમારી દૂર કરે છે. તેથી આ ઇ.એન.ટી. સ્પેશિયલ શાક છે. પાકા ફળ પથરીના ટુકડા કરી બહાર કાઢી નાખે છે. આના અન્ય નાસ તિદુક, તરુડ છે. ઉત્તરાખંડમાં ભરપૂર થાય છે.
પિંડાલૂ: આને શફતાલૂ જંગલી અરવી, સુપની પિંડિયા, નાના કંદ, રક્તપદા કહેવાય છે. આ એક બ્રાઉન રંગનું સફેદ રેસા જેવા પટ્ટાવાળું હોય છે. આ પહાડો પર થતો કંદ છે. જે ખાવામાં મીઠો લાગે છે. આ ક્રિએટિવિટી, મોટરસ્કિલ, હાથ-આંખના ઓડિનેશનને વિકસિત કરે છે.
(સમન્વય જાળવે છે) આના પાન ઘાવ ભરવા માટે લગાડવામાં આવે છે. પ્રાણીઓને થતાં ઘાવ પણ ભરે છે. એન્ટિ બાયોટિકનું કામ કરે છે.
મૂળનો ઉપયોગ છાતીના દર્દ માટે ઉપયોગ થાય છે. આ કંપવાત, કબજિયાત, ડાયરિયા, પેટના અલ્સર ભરવા, હાઇ સુગર માટે ઉપયોગી છે. ઇમ્યુનિટી વધારી દે છે. પોટેશિયમથી ભરપૂર છે. જે વીર્યને વધારી દે છે.
ચંચિડા: તૂરિયા જેવા દેખાતા લાંબા હલકા લીલા કાળાશવાળા રંગના હોય છે. ખૂબ સ્વાદિષ્ટ છે. વાળને સુંદર બનાવે છે. વાળના રંગ માટે જરૂરી મેલાલીન બનાવે છે. હાડકાને મજબૂત બનાવે છે. લગભગ બારે મહિના આ પહાડો પર વેલ પર થાય છે.
ગીંઢી: એર પોટેટો બટાટા જેવા પણ ઘેરા બ્રાઉન રંગના હોય છે. વાનસ્પતિક નામ ડાયસ્કોરિયા બલ્બી ફેરા છે. વિદેશોમાં પણ પ્રખ્યાત છે. જાપાન, કયુબા, બ્રાઝિલ, ઘાના જેવા દેશોમાં ભરપૂર થાય છે.
તામિલનાડુ, ઓરિસ્સા, કેરલ રાજયોમાં આનો પાક લેવાય છે. ડુક્કર કંદ પણ કહેવાય છે. વિટામિન-બીનો મોટો સ્ત્રોત છે. કોપર, આયર્ન, પોટેશિયમ મેગ્નેશિયમથી ભરપૂર છે. કેન્સર જેવી ભયાનક બીમારી પર કાબૂ મેળવે છે. આના પાનનો અર્ક ઊંડા ઘાવ ભરવા માટે ઉપયોગ થાય છે. જોઇન્ટ પેન, સ્ટેરોઇડ અને સેક્સ હોર્માન વધારવા માટે ઉપયોગ થાય છે. રોગ પ્રતિરોધક ક્ષમતા ઉચ્ચ પ્રકારની છે.
શિયાળાની ઋતુમાં આ આપણી બજારો ભરપૂર મળે છે. બાફીને કે શેકીને ખાઇ શકાય. આપણી પાસે શાકભાજી અને કંદોની ભરમાર છે. શિયાળામાં અનેક પ્રકારનો કંદોનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. આ બધા કંદો ઇમ્યુનિટી વધારી દે છે. શરીરને ખનિજોથી ભરી દે છે.
સુરતી કંદ, મદ્રાસ કંદ, રામ કંદ, લક્ષ્મણ કંદ, સૂરણ, શકકરિયા જે શેકીને બાફીને કે વેફર બનાવી ખાઇ શકાય છે. આ શિયાળામા ખરાબ ખાન-પાન કે હોટલના ખાન-પાનથી દૂર રહી આ કંદો અને શાકભાજી ઉપયોગથી શરીરને આયુષ્યમાન બનાવો.