તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

‘આહારથી આરોગ્ય સુધી : કાચું તે સાચું’

-ડૉ. હર્ષા છાડવા

શારીરિક સ્વાસ્થ્ય માટે સૌથી મહત્ત્વપૂર્ણ અને આવશ્યક પ્રાકૃતિક આહાર જ છે. આહાર જ જીવનનો આધાર છે. સર્વોત્તમ છે. પ્રાકૃતિક આહાર જ મનુષ્યના શરીર માટે સર્વોતમ છે. જયાં સુધી માનવ પ્રાકૃતિક આહારને અપનાવાતો નથી ત્યાં સુધી તેનું નિરોગી રહેવું સંભવ નથી. ફળ, શાકભાજી અને દૂધ મનુષ્યના પ્રાકૃતિક આહાર છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના વિકાસ માટે પ્રાકૃતિક આહાર જ ઉત્તમ છે જે માનવ શરીર યંત્રના સ્વાસ્થ્યની સુદૃઢતા અને દીર્ઘ આયું માટે આવશ્યક છે. પ્રાકૃતિક આહાર પણ સંતુલિત હોવો જોઇએ.

પ્રાકૃતિક આહાર સ્વાસ્થ્ય ઠીક તો રાખે જ છે. જયારે સ્વાસ્થ્ય બગડે તો પણ પ્રાકૃતિક આહાર સર્વોત્તમ ઔષધિનું કામ કરે છે. અનાજ કે બીજધાન્ય શરીરમાંથી વિકૃત તત્ત્વ બહાર કાઢવાના ગુણ નથી ધરાવતા. રોગોને દૂર કરવા ફળો અને શાકભાજીનું સૌથી વધુ મહત્ત્વ છે. ફળો અને શાકભાજી શરીરને કિટાણુથી મુક્ત કરવાવાળા તત્ત્વો
ધરાવે છે. તેમ જ રક્ત શુદ્ધ કરવાવાળા ગુણોથી સંપન્ન છે. વિટામિન અને ખનિજ તત્ત્વોથી માલામાલ છે. જે રોગોના નિવારણની ક્ષમતા ધરાવે છે.

પ્રાકૃતિક ચિકિત્સા એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. જે રોગોના ઉપચાર અને સ્વાસ્થ્ય સુધાર માટે મુખ્ય છે. આધુનિક પદ્ધતિ કાયમી સ્વાસ્થ્ય નથી આપતી. આધુનિક સમયની બીમારીઓ પણ આધુનિક આહાર પદ્ધતિને કારણે જ છે. રસાયણોથી ખાદ્ય પદાર્થો બને છે, જે ટકાઉ તો છે પણ સ્વાસ્થ્યની મોટી હાનિ કરે છે. આ પદ્ધતિને કારણે રોગો વધુ ફેલાય છે. તેનો અંત આવતો નથી. અંત લાવવા માટે કે સ્વાસ્થ્ય બગડે જ નહીં તેવા પ્રયાસ કરવા જરૂરી છે. આની માટે આહાર વિદ્યા શીખવી જરૂરી છે.

આ પણ વાંચો : વેર- વિખેર -પ્રકરણ -૯૩

આહાર મૂળરૂપે જેમ પ્રકૃતિમાંથી મળે તેવો જ લેવો એ સર્વશ્રેષ્ઠ છે. એટલે પ્રાકૃતિક રૂપે તેને લેવો. જેથી પાચનતંત્ર મજબૂત બને છે. તેના પર ભાર રહેતો નથી. ત્વચા, વાળનો દેખાવ સુંદર અને અકબંધ રહે છે. શરીરમાં કયા પણ સોજા રહેતા નથી. કોલેસ્ટ્રોલ મજબૂત બની જાય તેથી હૃદયરોગ ડાયાબિટીસ કે અન્ય કોઇપણ બીમારીથી લગભગ દૂર રહી શકાય છે. કાચા આહાર દરેક ગુણો ધરાવે છે. જેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન વસા, મિનરલનું સંતુલન રહે છે. પ્રાકૃતિક આહારના સંતુલન અને લેવાની સમજ અગત્યની છે.

સવારના શાકભાજીનો ઉપયોગ શ્રેષ્ઠ છે. પાંદડાવાળી શાકભાજીનો ઉપયોગ થવો જોઇએ. સરળતાથી લઇ શકાય છે. શરીરની ફાવટ મુજબ રસો કે આખા લઇ શકાય. પાલક લોહ તત્ત્વથી ભરપૂર છે. તાંદળજો ભાજી શરીરને સાફ રાખે છે. ઝેરી તત્ત્વોને બહાર ફેંકે છે.

મૂળાપાન શરીરમાં જામેલા કોલેસ્ટ્રોલને ઠીક કરે છે. પથરી થવા દેતાં નથી.બીજી અન્ય પાંદડાવાળી ભાજી ખાટી પાલક, ખાપરા, ટાકળા, પોઇભાજી, અંબાડીભાજી, ચંદન બથુવાભાજી જેવી પાંદડાવાળી ભાજીના રસ એક કપથી શરૂઆત કરવી. બધી ભાજીઓ સરળતાથી ઉપલબ્ધ છે. વારાફરતી લઇ શકાય છે. અન્ય શાકભાજી ગાજરનો રસ, ટમેટાનો રસ, કાકડીનો રસ, દૂધીનો રસ, કોળાનો રસ, તૂરિયાનો રસ, ભીંડાનો રસ વારાફરતી લઇ શકાય છે. શાકભાજીનાં રસમાં સ્વાદ માટે કોથમીર, ફુદીનો, જીરુ વગેરે નાખી શકાય. ફણગાવેલા ધાન્યની સમૃદ્ધિ કે રસ કે તેમાંથી નીકળો તો દૂધ પણ લઇ શકાય. બપોરના જમવામાં સલાડ તરીકે ફણગાવેલા ધાન્ય અને ફળો બધા જ લઇ શકાય છે. બપોરના સીટ્રીક ફળો લેવા. ફળોની જુદી જુદી સલાડ પણ લઇ શકાય છે. છાસમાં હિંગ નાખી લેવી જેથી ખાવાનું પાચન સરળતાથી થાય છે.

સાંજના ડ્રાયફ્રૂટવાળું દૂધ કે અન્ય બીજ જેવા તલ, સૂરજમુખીના બીજ, બદામ, કાજુ, પિસ્તા, મગજતરીના બીજ કલિગરના બીજ, ભોપાલા કે કાકડીના દૂધ તેમાં ફળો નાખી સ્મૂધિ બનાવી લઇ શકાય છે. જો ગેસની સમસ્યા હોય તો શાકભાજી કે ફળોના સુપ લેવા.

શાકભાજી, ફળો અને ડ્રાયફ્રૂટની ઘણીય વેરાયટી આપણને મળે છે. બધા ફળો કે શાકભાજી કે ડ્રાયફ્રૂટનો વપરાશ કરીને શરીરનું સ્વાસ્થ્ય જાળવી શકાય છે. મોંઘી વસ્તુઓ જ વાપરવી જરૂરી નથી. સસ્તા સારા શાકભાજી અને ફળો આપણી પાસે ઉપલબ્ધ છે. તેથી જ કહેવાય છે.

‘ફળમાં જ બળ છે’
‘કાચું તે સાચું’
‘રંધાય તે ગંધાય’
કાચા આહાર પર રહેવા માટે માનસિક તૈયારી હોવી જરૂરી છે. વસ્તુ વાપરવી સરળ છે. તેને જાળવી રાખવા માટે મહેનત કરવી પડે છે. કાચા આહારથી સ્વાસ્થ્ય ઉમદા રહે છે.

ઘણીવાર બધાને કાચું પચી રહે તેવું નથી. ત્યારે સાઇઠ ટકા જેટલો કાચો આહાર અને ચાલીસ ટકા જેટલો રાંધેલો આહાર લેવો.

અતિ તળેલો ખોરાક શરીરમાં ઓકસિજન નથી આપતો. તે શરીરમાં કાર્બ એટલે કે કાર્બન ડાયોકસાઇડ વધુ બનાવે. પરિણામે શરીરના સેલમાં ફેટ ભરાય છે. સેલ બરાબર કામ ન કરતાં બીમારીનો ઉદ્ભવ થાય છે.
અતિ શેકેલો પદાર્થો બ્રેડ, બિસ્કિટ, ટોસ, કેક, ખાખરા જેવા પદાર્થો શરીરમાં ઓછા પચે છે. જે આતંરડાને નુકસાન પહોંચાડે છે. ઘરમાં બનાવેલી ભાખરી કે રોટલીનો ઉપયોગ કરવો.

સાકરવાળા પદાર્થો જે શરીરનું કેલ્શિયમ બનવા દેતા નથી. પરિણામે સોજા આવવા, આંખમાંથી પાણી આવવું, કાનમાંથી પાણી નીકળવું, જેવી સમસ્યાઓ થાય છે.

કાચા ખોરાકને સુવ્યવસ્થિત આયોજન અને આહાર જ્ઞાન જરૂરી બની જાય છે. સલાડમાં પ્રાકૃતિક તેલ (જે ખાવા યોગ્ય હોય) થોડા પ્રમાણમાં નાખી ખાવું, જેથી સલાડ પચી જાય. પ્રોટીનની ગરજ પૂરી થાય. ગેસ જેવી વ્યાધિ થતી નથી. સમયસર ખાવું, ગમે તે સમય કે વારંવાર ભોજન ન લેવું. બે ભોજનની વચ્ચે પાંચથી છ કલાકનો સમય જરૂરી છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker