તરોતાઝા

ફોકસ : હાઈ હિલ એટલે હાઈ રિસ્ક

-નિલોફર

મહિલાઓ માટે હાઈ હિલ ફેશન ક્યારેય જૂની નથી થતી. હાઈ હિલનું આકર્ષણ એટલું હોય છે કે પગ પર તેની નકારાત્મક અસર થવાની સાથેસાથે તે એડીની પીડા અને અસુવિધાજનક હોવા છતાં મહિલાઓમાં હાઈ હિલ પહેરવાનું આકર્ષણ ઓછું નથી થતું. મહિલાઓ તેમનાં પગ વધુ લાંબા, પાતળા અને આકર્ષક દેખાય તેમ જ તેને કારણે તેમની ઊંચાઈ વધુ દેખાય તે માટે તેમનાં શૂ રૅકમાં વિવિધ પ્રકારનાં હાઈ હિલ પગરખાં જરૂર રાખે છે. આજની તારીખે પણ રોઈ ગ્લેમરસ ઈવેન્ટ હોય કે બઝનેસ મિટીંગ મહિલાઓની પહેલી પસંદ હાઈ હિલ પગરખાં જ હોય છે.

શું તમે જાણો છો કે હાઈ હિલ પગરખાં પહેરવાની શરૂઆત પુરુષોએ કરી હતી. યુરોપમાં 16મી સદીમાં પુરુષ અને સ્ત્રી બંને હાઈ હિલ પગરખાં પહેરતાં હતાં. એક સમય હતો જ્યારે માત્ર અમીર વર્ગના સ્ત્રીપુરુષો જ હાઈ હિલ પગરખાં પહેરતાં હતાં.
હાઈ હિલ સેન્ડલ કે ચપ્પલ મહિલાઓની એડી અને આંગળીઓને સંપૂર્ણ સમય જમીનથી ઊંચે રાખતી હોવાને કારણે તેમનાં પીડીનાં સ્નાયુઓ પર દબાણ ઊભું થાય છે જેને કારણે તેમનાં પગલાં આરોગ્ય પર નકારાત્મક અસર થાય છે. લાંબા સમય સુધી હાઈ હિલ પહેરી રાખવામાં આવે તો થોડા સમય બાદ તેને પહેરીને ઊભાં રહેવામાં તકલીફ પડે છે તેમ જ ચાલતી વખતે પગનાં તળિયા અને આંગળીઓ પર સામાન્ય કરતાં વધુ વજન પડવાથી ચાલવાનું પણ મુશ્કેલ બની જાય છે.

હાઈ હિલ સેન્ડલ-ચપ્પલનો આકાર પગની માંસપેશીઓ પર વધુ દબાણ લાવે છે. તેનાં આકારને કારણે પગની આંગળીઓ અને એડીને યોગ્ય ટેકો નથી મળતો જેને કારણે પગમાં ગોખરું, ફૂટકોર્ન, પગના નખ અંદરની તરફ વધવા, પગનાં તળિયા અને એડીમાં પીડામાંસ પેશીઓમાં થાક અને ચલા બદલાઈ જવાનું જોખમ રહે છે.

આપણ વાંચો:  મોજની ખોજ : ખોટું ન લાગે તો સાચું કઉં?

યોગ્ય હાઈ હિલની પસંદગી કેવી રીતે કરવી
જો તમારા માટે હાઈ હિલ સેન્ડલ-ચપ્પલ પહેરવું જરૂરી જ હોય તો હિલ બે ઈંચ કરતાં વધુ ન હોય તેનું ધ્યાન રાખવું. વધુ હિલવાળા સેન્ડલ-ચપ્પલથી પગનાં તળિયા, એડીને નુકસાન પહોંચવાનું જોખમ પણ વધુ રહે છે. હાઈ હિલને બદલે સપાટ પગરખાં પહેરવાથી આ તમામ જોખમથી બચી શકાય છે. સ્ટાઈલિશ દેખાવાના ચક્કરમાં પગને નુકસાન પહોંચાડવું એ ક્યાંની સમજદારી છે?

હાઈ હિલનો ઈતિહાસ
લગભગ ઈસવીસન પૂર્વે 3500માં પ્રાચીન મિસ્રમાં કસાઈઓ પશુઓનાં લોહીથી ગંદી થયેલી જમીનથી પગને રક્ષણ આપવા હાઈ હિલ પગરખાં પહેરતા હતાં ગ્રીસમાં અભિનેતાઓ ઉચ્ચ દરજ્જાનાં હાઈ હિલ પગરખાં પહેરતા હતા.

મધ્ય યુગમાં ફારસી સાગ્રાજ્યમાં કુલીન પુરુષો પગવે સુરક્ષિત રાખવા અને સૈનિકો યુદ્ધમાં આ પ્રકારનાં પગરખાં પહેરતા હતા. બાદમાં આ પગરખાં શાનદાર સામગ્રી અને ચમકદાર રંગોથી બનાવવામાં આવતાં હતાં. 14મી સદીમાં વેનિસમાં મહિલાઓ પગને કાદવથી બચાવવા ઊંચા અને થોડાં નમેલાં પગરખાં પહેરતી હતી.

જાપાનમાં મહિલાઓ નક્કર લાકડાંના બ્લૉકમાંથી બનાવવામાં આવેલાં ઓકોબો નામથી ઓળખાતા હાઈ હિલ સેન્ડલ-ચપ્પલ પહેરતી હતી . ઈટલીમાં મહિલાઓ સજાવટવાળી ઊંચી એડીની સેન્ડલ-ચપ્પલ પહેરતી હતી. સમાજના વિશેષ વર્ગના લોકો વિશેષ કાર્યક્રમમાં આ પ્રકારનાં પગરખાં પહેરતા હતા.

અમુક દેશોમાં લાંબા સમય સુધી ઊંચી એડીનાં પગરખાં પહેરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. 18મી સદીમાં ઊંચી એડીનાં પગરખાંને મહિલાઓનાં શરીરનો એક મહત્વપૂર્ણ હિસ્સો બનાવી દેવામાં આવ્યો હતો. આ એ સમય હતો જ્યારે પુરુષોએ ઊંચી એડીનાં પગરખાં પહેરવાનું બંધ કરી દીધું હતું અને તે મહિલાઓનાં જ પગરખાં બનીને રહી ગયા હતા. ઊંચી એડીનાં પગરખાં મહિલાઓની કામુકતા ને સ્ત્રેણ મહત્વને દર્શાવે છે એમ છતાં પગને સુરક્ષિત રાખવા અમેરિકામાં કાઉબૉય અને ફારસીઓએ રાઈડિંગ બૂટ પહેરવાનું ચાલુ રાખ્યું હતું.

કાઉબૉટ બૂટ માટે જુદા જુદા કામ માટે અલગ અલગ પ્રકારની હિલ્સ રાખવામાં આવતી હતી.

20મી સદી સુધી ઊંચી એડીનાં પગરખાં ક્યારેક ક્યારેક પુરુષો માટે સામાજિક રીતે સ્વીકાર્ય હતા. હવે ઊંચી એડીના પગરખાં સ્ત્રીત્વનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 1950 સુધી પગરખાંની એડી સામાન્ય રીતે લાકડાંની બનેલી રહેતી હતી. ત્યાર બાદ પગરખાંની એડી ચામડા અને પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવવા લાગી. સ્ટિલેટ્ટો પનર્જાગરણના પાતળા આતાવલી ખંજરના નામ પરથી એડીનું નામ સ્ટિલેટ્ટો રાખવામાં આવ્યું હતું. વર્ષ 1930ના દાયકામાં આ હાઈ હિલ પ્રથમવાર જોવા મળ્યા હતા જેને મર્લિન મુનરોએ પહેર્યાં હતાં. જે તેની ચાલને જાતે જ વધુ સુંદર બનાવતી હતી. કંઈ પણ કહો ઊંચી એડીનાં પગરખાંનું ચલણ આજે પણ મહત્વ ધરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button