તરોતાઝા

ફ્લેવર્ડ ગૌમૂત્ર

(ગૌમંગલ સંજીવની રસ ભાગ- ૨)

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કાટેલિયા

આજે નવા વર્ષ નાં સહુ મુંબઈ સમાચારનાં બુદ્ધિશાળી વાચકોને મારાં જય ગૌમાતા. તમામ સુજ્ઞ વાચકો ને આવનારું વર્ષ પંચગવ્યનાં સેવનથી સદા તંદુરસ્ત કાયા, સુખ, સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ કરાવે તેવી ગૌમાતા ને પ્રાર્થના કરું છું.

આપણે ગયા અંકમાં ગૌમંગલ સંજીવની રસમાં રહેલાં અદ્ભુત તત્ત્વો વિશે જાણ્યું. તેમ પ્રકૃતિ નાં સર્વોત્તમ એન્ટી ઓક્સીડેન્ટ અને ઈમ્યૂનિટી બુસ્ટર ગૌઝરણથી નિર્મિત “ગૌમંગલ સંજીવની રસ એક સુમધુર અને સુગંધિત પીણું છે. જે જંગલમાં ૫૨ પ્રકારની વનસ્પતિઓનું સેવન કરતી તમામ પ્રદેશની દેશી ગૌમાતાથી પ્રાપ્ત થયેલ છે..

ગૌ. સ. રસનું નિયમિત સેવન કરવાથી ભૂખ ઉઘડે છે. પેટ સાફ કરવા સાથે કફ અને વાયુનાં દોષને સંતુલિત કરનાર છે. વિશેષ રૂપમાં ઘણાં ગંભીર વાયરલ સંક્રમણ સામે તત્કાલ પ્રતિરક્ષા રૂપમાં બુસ્ટરનું કાર્ય કરે છે.ગંભીર રોગાવસ્થામાં જયારે ઓક્સિજન લેવલ (પ્રાણવાયુ) ઘટી જાય ત્યારે આ ગૌમંગલ સંજીવની રસનું પાન કરતાં શીઘ્ર પરિણામ આપે છે.

હેમોગ્લોબીન અને પ્લેલેટ્સનું સ્તર વધારે છે.ગૌ.સ. રસમાં રહેલ યુરોકાયનેજ (Urokinase) રક્ત ક્ષશ ગાંઠ (blood clots) ને પીગાળે છે. હૃદયનાં રોગીઓ લોહીને પાતળું કરવા માટે એસ્પ્રિન જેવી ગોળીઓનું નિયમિત સેવન કરીને શરીરના મહત્ત્વના અંગોને નુકસાન પહોંચાડે છે. તેના માટે આ ગૌમંગલ સંજીવની રસ એક વરદાન સાબિત થઈ રહ્યું છે. ગૌ. સ. ર.સનાં સેવનથી સમસ્ત ગંભીર રોગોમાં રાહત આપે છે. સાથે રોગપ્રતિરક્ષા પ્રણાલીને શક્તિ પ્રદાન કરે છે.‘ગોસ્તુ માતર ન વિદ્યતે’ – યજુર્વેદ (૩૩-૪૮)

અર્થ – ગાયની સરખામણી કોઈની સાથે ન થઈ શકે. તે અજોડ, અનન્ય અને શ્રેષ્ઠ છે. તેથી ભૂલથી પણ કોઈ જીવ, પ્રાણી, મનુષ્ય, યક્ષ, ક્ધિનર, ગાંધર્વ, દેવી-દેવતાઓ, ભગવાન અને સમગ્ર બ્રહ્માંડ સાથે પણ ગૌમાતાની સરખામણી ન કરી શકાય.

ગૌમાતા સમુદ્ર મંથનમાં માતા લક્ષ્મીજી પહેલાં આ ધરતી ઉપર અવતરીત થયાં હતાં. માટે ગૌમાતા લક્ષ્મીજીનાં મોટાં બહેન પણ થાય.ગૌમાતાનાં પંચગવ્યની સરખામણી અખંડ બ્રહ્માંડમાં કોઈ પણ પદાર્થ સાથે કરવી અશક્ય છે. ભારત સરકારે સનાતન ધર્મની ઉત્પત્તિનાં નિમિત્ત ગૌમાતા જેનાં ચાર પગમાં ચાર વેદનું વર્ણન હોય તેવી દુર્લભ પ્રજાતિની રક્ષા અને પ્રતિષ્ઠા માટે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ.

સેવન : પહેલાં પ્રહરનું તાજું ગૌમૂત્ર (ગૌમંગલ સંજીવની રસ) ૨૦થી ૩૦ મીલી સવારે વાસી મોઢે સાદા પાણી સાથે (૧૫૦/૨૦૦ મીલી) દિવસમાં બે થી ત્રણ વાર વૈદ્યકીય સલાહ પ્રમાણે લઈ શકાય. ટોનિક રૂપે સતત ત્રણ મહિના લઈશકાય.(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button