ફેશન પ્લસ: લિપ પેન્સિલ હોઠના મેકઅપને કરે છે કમ્પલીટ

-નીલોફર
આપણી આંખ અને હોઠ પર લોકોનું ધ્યાન તરત જાય છે. આ જ કારણ છે કે મહિલાઓ આંખને આકર્ષક દેખાડવા માટે ખાસ મેકઅપની પસંદગી કરે છે. જોકે વાત જ્યારે હોઠની આવે તો તે કોઈપણ લિપ્સિટીક લગાવીને મેકઅપ કર્યાનો સંતોષ માની લે છે. એથી થોડા સમય બાદ લિપ્સિટીક ઝાંખી પડી જાય છે. આવી સ્થિતિને ટાળવા માટે લિપ પેન્સિલ કે લિપ લાઇનરનો ઉપયોગ કરી શકાય છે. જે હોઠના મેકઅપને જાદુઈ લુક આપે છે. લિપ પેન્સિલ વડે હોઠને શેપ આપવામાં આવે છે. એના માટે જરૂરી છે…
લિપ પેન્સિલ લિપ્સ્ટિીક સાથે મેળ ખાતી હોવી જોઈએ. અલગ રંગની લિપ પેન્સિલથી હોઠ નાના અને વિચિત્ર
દેખાય છે.
લિપ પેન્સિલથી આઉટલાઇન જ નહીં, પરંતુ ઉપર-નીચેના હોઠને પણ યોગ્ય આકાર આપવો જોઈએ. એનાથી ગરમીમાં લિપ્સિટીકનો રંગ ખરાબ નથી થતો.
કન્સિલર કે લૂઝ પાઉડર લગાવ્યા બાદ લિપ પેન્સિલથી હોઠની આઉટલાઇનિંગ કરવી અને ત્યારબાદ જ લિપ્સિટીક લગાવવી.
લિપ લાઇનરની ટોચ શાર્પ હોવી જોઈએ. ત્યારે જ હોઠને યોગ્ય આકાર આપી શકાશે.
ન્યૂડ રંગની લિપ પેન્સિલ કોઈપણ રંગની લિપ્સિટીક સાથે મૅચ થઈ
જાય છે.
લિપ્સિટીકના કલર કરતાં ડાર્ક શેડની લિપ પેન્સિલનો ઉપયોગ ન કરવો જોઈએ. દરેક રંગની લિપ્સિટીક સાથે મૅચ કરવા માટે અનેક લિપ પેન્સિલ ખરીદવી પડશે. એથી ન્યૂડ લિપ પેન્સિલ જ સારી રહેશે.
આ પણ વાંચો લાફ્ટર આફ્ટર: મહેમાન માટે અભ્યાસક્રમ