તરોતાઝા

નાનો પણ રાઈનો દાણોરાઈ અને સરસવ ખૂબ ઊપયોગી છે

આજકાલ આપણે બધા એટલી બધી હાડમારી ભરી જીવન જીવી રહ્યા છીએ અને એવા સમયે રાતે શાંતિવાળી ઊંઘ તો ક્યાં આવે? આપણામાંથી મોટાભાગના લોકો તણાવ અને ભાગદોડભરી લાઈફના કારણે રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાતા હશે અને જો રાતના સમયે પૂરી ઊંઘ ના આવે તો આરોગ્ય સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે. જો તમને પણ આ સમસ્યા સતાવી રહી હોય તો આજે અમે અહીં તમારા માટે એક એવો અકસીર રામબાણ ઈલાજ લઈને આવ્યા છીએ.

રાઈના તેલને આયુર્વેદમાં આરોગ્ય માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. રાઈના તેલના સેવન કરવાથી જો તેના માલિશથી મસલ્સને પણ આરામ મલે છે. રાઈના તેલની માલિશથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને ફિઝિકલ એક્ટિવનેસ વધે છે. દરમિયાન જો તમને પણ રાતે નિરાંતે ઊંઘવા માગતા હોવ તો તમે રાતના સમયે તળિયે સરસવના તેલની માલિશ કરશો તો પગ પર આવતો વધારાનો સ્ટ્રેસ દૂર થાય છે, મગજ શાંત પડે છે અને સરસમજાની ગાઢ ઊંઘ આવી જશે.

આ સિવાય જે મહિલાઓને માસિક દરમિયાન પેટમાં દુખાવો અને ક્રેમ્પ્સ આવતા હોય એવી મહિલાઓએ પણ રાતે સૂતા પહેલા તળિયા પર રાઈના તેલની માલિશ કરવી જોઈએ. આને કારણે પીરિયડ્સમાં થતાં દુખાવામાં રાહત અનુભવાય છે અને મસલ્સ રિલેક્સ થાય છે.

અનિદ્રા એટલે કે ઈન્સોમ્નિયાની સમસ્યાથી પીડાતા લોકોએ રાતના સૂતા રહેલાં સરસવના તેલને હૂંફાળુ કરીને પગ પર સારી રીતે માલિશ કરવી જોઈએ. આવું કરવાથી મનસિક તણાવ દૂર થાય છે અને બ્લડ સર્ક્યુલેશન પણ ખૂબ જ સરળતાથી થાય છે. આ માલિશથી બોડી અને માઈન્ડ બંને રિલેક્સ થશે અને સરસ ઊંઘ પણ આવી જશે.
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે જે લોકોને તાણ અને એન્ઝાયટીની સમસ્યા છે એવા લોકોએ દરરોજ રાત્રે રાઈનું તેલ હૂંફાળું ગરમ કરીને તેનાથી માલિશ કરવી જોઈએ. આ ઉપાય કરવાથી તણાવ, સ્ટ્રેસ, એન્ઝાયટીથી છુટકારો મળે છે અને માઈન્ડ એકદમ રિલેક્સ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button