શિયાળામાં વધુ ચા પીઓ છો? જાણી લો આદત સારી નથી | મુંબઈ સમાચાર
તરોતાઝા

શિયાળામાં વધુ ચા પીઓ છો? જાણી લો આદત સારી નથી

અત્યારે દેશભરના વિવિધ સરસમજાની ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આપણામાંથી લોકોને આ સરસમજાની ઠંડીમાં ગરમાગરમ મસાલાવાળી ચાની ચૂસકીઓ મારવાનું પસંદ કરે છે. પરંતુ હવે આ ચા પીનારાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવો જોઈએ શું છે આ સમાચાર આપણામાંથી મોટાભાગના લોકોને સવાર સવારમાં ચાની ચૂસકીઓ મારવાનું ખૂબ જ પસંદ હોય છે અને ઘણા લોકો આખા દિવસ દરમિયાન આઠથી દસ કપ ચા પી જતા હોય છે. હવે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુનો અતિરેક સરવાળે વિનાશ જ નોતરે છે અને એવું જ ચા સાથે પણ છે.

જો તમે પણ શિયાળામાં ઠંડી ભગાડવા માટે અને સ્ફૂર્તિ લાવવા માટે વધુ પડતી ચા પી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. ચાનું વધુ પડતું સેવન તમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વારંવાર ચા પીવાથી શરીરમાં આયરનની ઉણપ સર્જાઈ શકે છે. એટલું જ નહીં પણ આવું ચાના વધુ પડતા સેવનને કારણે તમને થાક અને
બેચેનીનો અહેસાસ થઈ શકે છે.

વધુ પડતી ચાનું સેવન કરવાને કારણે એસિડિટી અને ગેસ જેવી સમસ્યા તો સતાવે જ છે અને એ વાતથી તો આપણે ખૂબ જ સારી રીતે પરિચિત છીએ. પણ શું તમને ખબર છે કે આને કારણે તમારી સ્લિપિંગ સાઈકલ પણ ડિસ્ટર્બ થાય છે?

જી હા વધારે પડતી ચા પીવાને કારણે તમારી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે.

વધારે પડતી ચાના સેવનના આટ-આટલા ડિસએડવાન્ટેજ વિશે જાણીને ચોક્કસ જ તમે પણ આજથી જ પ્રમાણસર ચા પીવાની શરું કરી દેશો હેં ને?

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button