તરોતાઝા

શનિ ન્યાય નીતિ દંડનો કારક હોવાથી બદલાની ભાવના ના રાખશો

આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતા
સૂર્ય – મિથુન રાશિ (મિત્ર રાશિ)
મંગળ – મેષ રાશિ(સ્વગૃહી)તા.૧૨
વૃષભ – રાશિમાં ૧૮.૫૯
બુધ – કર્ક રાશિ (શત્રુ રાશિ)
ગુરુ – વૃષભ રાશિમાં(શત્રુ ઘર)
શુક્ર – મિથુન રાશિ(સમ મિત્ર ઘર)
શનિ – કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણ
રાહુ – મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ – ક્ધયા રાશિ વક્રીભ્રમણ
આજે અષાઢ સુદ ૪ અંગારાત્મક ચોથ (અંગારકી) સાથે અષાઢી ગુપ્ત નવરાત્રિ હોવાથી ગણેશજી, કુળદેવી ઉપાસના, આરાધના સાથે મંત્ર જાપ કરવાથી શારીરિક કષ્ટ પીડામાં રાહત અનુભવાશે. રોગ, માંદગી નિવારણ માટે યોગ્ય દાક્તર કે વૈધરાજની દવા કારગત નીવડશે.

શનિ કુંભ રાશિમાં વક્રીભ્રમણ હોવાથી અસાધ્ય બીમારીઓ વધી શકે. શનિ ન્યાય નીતિ દંડનો કારક હોવાથી બદલાની ભાવના ના રાખશો તથા સત્ય વચન સાથે નિષ્ઠાપૂર્વક નોકરી-ધંધો કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં રાહત આપશે. વરસાદી વાતાવરણમાં જીવ-જંતુઓ નો ઉપદ્રવ વધશે, સૂર્ય નારાયણ દર્શન સમયસર ન આપે માટે રોગ પ્રગતિકારક શક્તિ વધારવા તાજા લીલા શાકભાજી ખાશો.

તુલસી પાન ચાવશો સાથો-સાથ હૂંફાલા પાણીના કોગળા કરશો.

સમય અનુસાર જીવદયા કર્મ ચાલુ રાખશો. અકારણ ગામતરા ના કરશો. સમયસર ઊંઘ લેશો
(૧)મેષ રાશિ (અ,લ ઇ) :- માથાનો દુ:ખાવો સતત જણાય. આંખો ભારે ભારે થતાં પાણી નીકળે. ગણેશજી નામાવલી પઠન કરશો.મૌન રહેવાનો પ્રયાસ કરશો. વધુ પડતી ચા પીશો નહીં.

(૨)વૃષભ રાશિ (બ,વ ઉ):- માથામાં ખોડો વકરે. નોકરીમાં એકજ સીટ પર લાંબો સમય બેસવાથી હરસ, મસા થાય. ઠંડું પાણી પીશો નહીં. મોડી રાત્રિ સુધી ઉજાગરા ટાળજો. દરરોજ ચંદ્ર ગ્રહના જાપ કરશો.

(૩)મિથુન રાશિ (ક,છ,ઘ):- બી.પી.પીડિત દર્દીઓએ સમયસર દવાઓ લેવી. શારીરિક અશક્તિ લાગે. મગ ખાઇને બુધવારનું એકટાણું કરશો. નિત્ય શિવલિંગ પર જળાભિષેક કરશો.

(૪)કર્ક (હ,ડ):- કફ શરદી ઉધરસ સાથે ઊલ્ટી થવાની સંભાવના. માનસિક શંકા-કુશંકા વધવાથી ઊંઘ હરામ થાય જેથી તબિયત પર અસર પડે. સફેદ ચીજવસ્તુઓનું દાન બાહ્મણને આપશો. ઊંઘની ગોળી લેતા હોય તો તાત્કાલિક બંધ કરશો.

(૫)સિંહ (મ,ટ):- ઊંઘ હરામ થવાથી માનસિક ચિંતાઓ વધે.છાતી પર મચ્છર કરડવાની શક્યતાઓ.વ્યસન હોય તો છોડી દેશો. કૂતરા ને દૂધ તથા બિસ્કિટ ખવડાવશો.

(૬)ક્ધયા (પ,ઠ,ણ):- એસિડીટીની સમસ્યા વધી શકે. આળસ વધવાથી ડાયાબિટીસ આવવાની શક્યતાઓ. જરૂરિયાત મંદને ભોજન કરાવવાથી આરોગ્યમાં રાહત જણાશે.

(૭)તુલા રાશિ (ર,ત):- આ સપ્તાહ આરોગ્ય માટે એકંદરે સારું રહેશે છતાં કુળદેવીના મંત્ર જાપ અવશ્ય કરશો. વધુ પડતી મીઠાઈ ખાવી નહીં.

(૮)વૃશ્ર્ચિક રાશિ (ન,ય):- વરસાદી માહોલમાં વાહન-અકસ્માત સંભવ. સાધારણ તાવ ચડ-ઊતર રહ્યા કરે. તુલસી પાન ખાશો. શનિવારે શનિદેવના દર્શન કરશો.

(૯)ધન રાશિ (ભ,ધ,ફ,ઢ):- અપચો સાથે ઝાડા ઊલ્ટી સંભવ. ડાયાબિટીસ પીડિત દર્દીઓએ ખાનપાન સમયસર કરશો. બીલીપત્રના વૃક્ષ પર પાણી અર્પણ કરશો.ગાયત્રીમંત્ર જાપ કરશો.

(૧૦)મકર રાશિ (ખ,જ):- વા છુટની તકલીફ આવી શકે. ખાટા-ખાટા ઓડકાર વધે. વ્યસનો તાત્કાલિક અસરથી બંધ કરશો. શનિવારે ૧૧ હનુમાન ચાલીસા પઠન કરશો. આરોગ્ય માટે પ્રાર્થના કરશો.

(૧૧)કુંભ રાશિ (ગ,સ,શ):- પિંડીનો દુખાવો રાત્રિએ વધે. માનસિક ભય ચિંતાઓ સતત સતાવાથી આરોગ્ય બગડે. ગાયને ઘાસ તથા પંખીઓને નિત્ય ચણ નાખવું.

(૧૨)મીન રાશિ(દ,ચ,ઝ,થ):- શારીરિક તકલીફો સતત લાગે. ભોજનમાં રસ રુચિ ના જણાય. મોડી રાત્રિનું ભોજન ટાળજો. વધુ પડતો આહાર તેમજ આરામ પણ ના
કરશો.

સાધારણ તાવ સાથે શરીર ઝકડાઇ જવાની ફરિયાદ વ્યાપક રીતે સાંભળવા મળશે. વાસી, આથેલું તેમજ અતિ કઠણ પદાર્થો ખાવાનું ના રાખશો નહીંતર બીમારીઓ નોતરશે.
યુવા તેમજ મહિલા વર્ગ માટે આ સમય એકંદરે મધ્યમ બની રહેશે.દરેક રાશિના જાતકોએ આરોગ્ય દાતા સૂર્યને શુદ્ધ જળનો અર્ગ અવશ્ય આપશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button