તરોતાઝા

ઉત્સવ કે લગ્ન પ્રસંગે સ્વાથ્યવર્ધક તોરણ બાંધવુ ભૂલતાં નહીં

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

ભારત દેશ પાસે એક સમુદ્ધ વિરાસત એ છે પરંપરાગત રીતે તહેવારો. વિવિધ રાજ્યોમાં પરંપરાગત રીતે તહેવારોની ઉજજવણી ઉમંગ અને ઉલ્લાસથી ઉજવાય છે. પરંપરાગત ખાન-પાન સાથે સજાવટ પણ વિવિધ રીતે કરવામાં આવે છે. સજાવટમાં મુખ્યત્વે ફૂલો અને પાનના તોરણ છે, હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને પૌરાણિક માન્યતાઓમાં તેમ જ વિવિધ શુભ અવસરો, પૂજા અનુષ્ઠાનમાં ઘરના મુખ્યદ્વાર, દીવાલ, વાહન, તિજોરી પર ફૂલપાનના તોરણ અત્યંત શુભકારી અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ફૂલ-પાનના તોરણ નકારાત્મક ઊર્જાને દૂર કરી સકારાત્મક ઊર્જાનું પ્રવેશ સંચાર કહેવાય છે. ધાર્મિક માન્યતાની રીતે તે પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. ફૂલ-પાનના તોરણમાં મુખ્યત્વે ગેંદાના પીળાફૂલ, આંબાના પાન અને આસોપાલવના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણાને સવાલ ઊઠે છે કે આંબાના પાન કે આસોપાલવના પાન જ શા માટે?

આ વૃક્ષોના પાનના ઔષધીય મૂલ્યો ખૂબ જ ઉચ્ચત્તમ પ્રકારના છે. ફક્ત તોરણ જ બાંધવું શોભા માટે જ એવું નથી. આના માટે ખૂબ જ ઉંઠાણ પૂર્ણ વિચાર વડીલો કે સંતો એ કર્યો છે.

આસોપાલવ અને આંબાપાન ભરપૂર પ્રમાણમાં હવામાં ઓક્સિજન પ્રદાન કરે છે. પાન સંશ્ર્લેષણ નામક પ્રક્રિયાના માધ્યમથી નાનાં-નાનાં છિદ્રો દ્વારા (જેને સ્ટીમેટા કહેવાય છે) ઑક્સિજન હવામાં છોડે છે. પાનને ઝાડ પરથી ઉતારી લીધા પછી પણ લાંબો સમય સુધી ઑક્સિજન હવામાં છોડે છે. શુભ અવસરો કે તહેવારના સમયે ઘરમાં મહેમાનોની અવરજવર વધુ હોય છે. ખાન-પાનની વ્યવસ્થા હોય છે. કોઇ કારણસર કોઇ વ્યક્તિને ઇજા થાય કે શારીરિક તકલીફ થાય ત્યારે આ પાનના ઉપયોગથી રાહત મેળવી શકાય છે. આ એક પ્રભાવી પ્રાકૃતિક ઉપચાર છે.

આંબાપાનમાં ઔષધીય પ્રોપટી છે. જે ઘણાં રોગોમાં કે ઇજામાં ફાયદાકારક છે. પાનમાં એન્ટીઓક્સિડેન્ટ એટલે કે પ્રતિ ઉપચયક કે પ્રતિઓક્સિકારક છે જે બાયોકેમિકલથી થતાં દુષ: પ્રભાવ ને રોકે છે. પાનને સૂકવીને પાઉડર બનાવી ઘરમાં રાખવો જોઇએ અથવા તો કહી શકાય તોરણ બાંધ્યા પછી તે પાન સૂકાય છે તેનો પાઉડર બનાવી ઉપયોગમાં લઇ શકાય. પાનના પાવડરને પાણીમાં ઉકાળી કાઢા તરીકે લેવાથી ગભરામણમાં રાહત તરત જ થઇ જાય છે.ઇમ્યુનીટી વધારે છે. ડાયાબિટીસની બીમારીમાં આવતી નબળાઇને દૂર કરે છે. ડાયાબિટીસને પણ દૂર કરવા સહાય કરે છે. મજબૂત અને સ્ફૂર્તિવાન બનાવે છે.

બેકટેરિયાના સંક્રમણથી બચાવે છે. વધુ લોકો જમા થતાં ઘણીવાર સંકામણવાળા બેકટેરિયા વધી જાય છે ત્યારે આ પાન બચાવ કરે છે. તેથી ઘરના દરવાજા પર તોરણ બંધાય છે જેથી બહારના સંક્રામક બેકટેરિયા અંદર ના પ્રવેશે.

આંબાપાનનાં ફલેવોનોઇડ્સ હોય છે જે વાળનો રંગ જાળવી રાખે છે. વાળનો ઘેરો કાળો રંગ બનાવી રાખે છે. રાસાયણિક રૂપે વાળની ક્ષતિ અટકાવે છે. તાજા પાનની પેસ્ટ માથામાં લગાડી શકાય.

કિડની અને ગોલબ્લાડરની (પિતાશયની) પથત્તાને વિઘટીત કરવામાં મદદ કરે છે. સાથે સાથે વિષાકત દ્રવ્યોને પણ બહાર કાઢી નાખે છે.

વિટામિન બી અને સી એમાં હોવાથી પેટના અલ્સરના ઘા ભરે છે. આ લેવાથી હીચકી બંધ થાય છે. બળી જવાને કારણે થતી બળતરા આના પાઉડર કે તાજાપાનની લુગદી લગાડી શકાય.

આસોપાલવના પાનના તોરણ શોભનીય હોય છે. સાથે સાથે વાતાવરણને શુદ્ધતા અર્પે છે. આ પાનનું ઓક્સિજન માનસિક શાંતિ આપે છે. એન્ટી ફંગલ, એન્ટી બેકટિરીયલ ગુણો છે જેને કારણે હવા શુદ્ધ રહે છે. તેમ જ શરીરના ખરાબ બેકટેરિયાનો સામનો કરે છે. પેટના કીડાને કાઢી નાખે છે.

ઇન્સુલિન બનાવવાની પ્રક્રિયામાં સુધાર કરે છે. ફલેવોનોયઇડ્રસ, ટેનિન અને અનાલ્સેકિ જેવા ગુણોને કારણે હાડકાં માટેનાં જરૂરી તત્ત્વો પૂરાં પાડે છે. દર્દ અને સોજામાં રાહત આપે છે. પાનની લુગદીથી નહાઇ શકાય છે.

આસોપાલવના પાનનો કાઢો બનાવી લઇ શકાય, સોજા પર પાનની લુગદી કે પાન બાંધી શકાય.

ગેંદાના ફૂલના ઔષધીય ગુણો શરીરનાં તત્ત્વોને મજબૂત બનાવે છે. કૈરોટીન અને કેરોટીનોયડ કંપઉન્ડના કારણે આનો રંગ પીળો છે. આમાં વિટામિન-એ, બી, એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી બેકટેરિયલ એન્ટી ફંગલ હાજર છે.

કેરોટીન ગુણને કારણે વાળની ગ્રોથ વધારે છે. મેટાબોકિઝમમાં ગડબડથી વાળ ખરતા હોય તો તેને સુધારે છે. હેરફોલીકને મજબૂત બનાવે છે. આના પાણીથી વાળ
ધોવા જોઇએ. આની પેસ્ટ માથામાં લગાડી શકાય.

જખમ ભરવામાં ખૂબ જ ઉપયોગી છે. આનું માસ્ક અથવા સ્પ્રે ખૂબ અસરકારક છે.
શ્ર્વસન માર્ગની સોજામાં આ ફૂલને રાતભર ભીંજવી સવારે એક કપ જેટલું પાણી પીવું. સ્ત્રીઓને સ્તન સોજા પર આની પેસ્ટ લગાડી શકાય. આનું એસેન્સીયલ તેલ ગૂમડાં કે ઘાવ મટાડવા માટે આનો મલમ બનાવી લગાડી શકાય છે. ખૂબ અસરકારક છે.

તહેવારો અને શુભપ્રસંગે આ ફૂલ પાનનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે રામચાણ છે. તોરણ લગાડવાથી ઘણા ફાયદા છે તો આનો ઉપયોગ કરવાથી અનેક ઘણા લાભો છે. આપણો સનાતન હિન્દુ ધર્મએ કેટલો ઉચ્ચત્તમ કક્ષાનો છે જે આપણા માટે ગર્વ વાત છે. આર્ટિફિશ્યલ કે પ્લાસ્ટીકના તોરણ કોઇ પણ પ્રકારની ઊર્જા પ્રદાન નથી કરતા, વાતવરણને પ્રદૂષિત કરે છે. આ ફૂલો-પાનના તોરણ મોંઘાં નથી. આનો ઉપયોગ મનને પણ ઊર્જાવાન રાખે છે. આંખોને પ્રસન્ન રાખે છે.

આ ફૂલો-પાનના તોરણ કુદરતી રીતે સુકાય છે. આનો પાઉડર બનાવી ઘણા લાભ લઇ શકાય છે. સજાવટ સાથે સ્વાસ્થ્ય લાભનો અનોખો મેળ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button