ગૃહિણીઓમાં તાવ, શરદી, કફ, જેવી બીમારીઓ વધશે
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતા
સૂર્ય કર્ક રાશિ સિંહ રાશિમાં પ્રવેશ સાંજે ૭.૪૫
મંગળ વૃષભ રાશિ
બુધ સિંહ રાશિમાં વક્રીભ્રમણ
ગુરુ વૃષભ રાશિ
શુક્ર સિંહ રાશિ
શનિ – કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્ધયા રાશિ વક્રીભ્રમણ
આ સપ્તાહમાં ગોચર ગ્રહોમાં
આયુ આરોગ્યના કારક સૂર્ય પોતે સિંહ રાશિ (સ્વગૃહી)માં રાશિ પરિવર્તન થતા રોગ,માંદગી ઘટશે. રહિશોમાં આત્મવિશ્ર્વાસ વધશે.
યુવાવર્ગ માં રોગ પ્રગતિકારક શકિતનો સંચાર થશે. ગૃહીણીઓ તાવ, શરદી, કફ, ઉધરસ શારીરિક અશકિત વધવાથી ઘેર ઘેર રોગ માંદગીના ખાટલાઓ ઉભરાય. ઠેર ઠેર ગંદકી ઉપર તાત્કાલિક અસરથી દવાઓનો છટંકાવ કરાવશો.
દર્દીના ખાટલાનો ઓછાડ નિયમિત બદલશો સમયસર દવાઓ સાથે યોગ્ય ખાન પાન કરશો. સિનિયર વર્ગ
ડેન્ગ્યુ કે ચીકન ગુનિયા દર્દોથી પરેશાન થાય. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી તમામ ગ્રહ નડતર તથા આરોગ્ય ની સુખાકારી માટે દેવાધિદેવ મહાદેવજી જળાભિષેક સાથે પંચાક્ષરી મંત્ર જાપ કરશો.
તા.૧૯ તૃતીય શ્રાવણિયા સોમવારે શિવલિંગ પર મગ ચડાવાથી અસાધ્ય બીમારીઓ તથા વાઇરલ ઇન્ફેક્શનમાંથી મુક્તિ થશે.
(૧)મેષ (અ,લ,ઇ)
સપ્તાહના પહેલા દિવસે હેડકી ચડી શકે. વારંવાર તાવ ચડ-ઉતર રહેવાની સંભાવના. કાબર ચીતરા
રંગના કપડાં પહેરશો નહીં નિત્ય શિવલિંગ પર કાચા દૂધનો અભિષેક કરશો.
(૨)વૃષભ (બ,વ,ઉ)
લીગમાં સોજો હજુ વધવાની શક્યતાઓ. ગલામાં કાકડા વધવાની શક્યતાઓ પૂર્ણ રહેલ છે. મહાદેવજીના દર્શન સાથે દહી મિશ્રત જળાભિષેક કરશો.
(૩) મિથુન (ક,છ,ઘ)
આ સપ્તાહ આરોગ્ય માટે મિશ્ર બની રહે.વાઇરલ ઇન્ફેક્શન વધવાની શક્યતાઓ. મહાદેવજીના મંદિરે દર્શન સાથે મંદિરમાં યોગ્ય સેવા કરશો.
(૪) કર્ક (હ,ડ)
આ સપ્તાહ આરોગ્ય માટે સાનુકૂળ બની રહે. માનસિક ભય ચિંતાઓ
રાખશો નહીં.નિત્ય ઈષ્ટદેવનું સ્મરણ કરશો. શિવ મંદિરમાં નિત્ય દર્શન કરવા જશો.
(૫)સિંહ (મ,ટ)
ઊંઘમાં મચ્છર કરડવાની શક્યતાઓ. યુરીનમાં અટકાવ આવીને થવાની શક્યતાઓ. સૂર્યચંદ્ર ગ્રહના મંત્ર જાપ કરશો. દેવાધિદેવ મહાદેવજીને જળાભિષેક કરશો.
(૬) ક્ધયા (પ,ઠ,ણ)
કબજિયાતની તકલીફ જણાય.જૂની બીમારીઓ હોય તો યથાવત રહેશે. સોમવાર કે બુધવારે રુદ્રાભિષેક કરશો.
(૭) તુલા (ર,ત)
વજન ઘટી શકે. ડાબી આંખમાં ઝાખપ લાગે. સંધ્યા સમયે શિવજીની આરતી ગાન કરશો.
(૮) વૃશ્ર્ચિક (ન,ય)
આરોગ્ય માટે સારું રહેશે. નિત્ય પૂજા સાથે શિવ મહીમ સ્તોત્ર કરશો. પાણી વધુ પીવાનું રાખશો. અનુકૂળતાએ સોમનાથ મંદિર દર્શન કરવા જશો.
(૯) ધન (ભ,ધ,ફ,ઢ)
આ સપ્તાહના અંતે ઊંઘ હરામ થાય. શિવજીને ચંદન મિશ્રત જળાભિષેક કરશો.
પંચાક્ષરી મંત્રની એક માળા કરશો. ગરીબોને યથાશકિત ભોજન કરાવશો.
(૧૦) મકર (ખ,જ)
ખાટાખાટા ઓડકાર વારંવાર આવી શકે.પેની દુખવાની સમસ્યાઓ વધી શકે.ફકત “ઓમ નમ:શિવાય જાપ કરશો.
(૧૧) કુંભ (ગ,શ,સ):-
હરસ, મસાની સમસ્યાઓ વધી શકે. પગમાં મચકોડ
આવવાની શક્યતાઓ. ગરીબોમાં દૂધ વહેંચશો. મહાદેવજીના દર્શન કરશો.
(૧૨)મીન (દ,ચ,ઝ,થ)
કફ ઉધરસ વધી શકે.નવ ગ્રહ નડતર નિવારણ માટે મહાદેવજી ધોતી અર્પણ કરશો.
અગામી તા.૧૯ તૃતીય શ્રાવણિયો સોમવારે ની સાંજે તલવટ બનાવી મહાદેવ ની આરતી કરીને લિંગ પાસે અર્પણ કરીને પરીવાર ના સદસ્યો માં પ્રસાદ વેચવાથી અકાળ રોગ,માંદગી ટળશે. માનસિક ભય ચિંતાઓ ઉદ્વેગ માંથી ચોક્કસ રાહત જણાશે.