તરોતાઝા

સુપરફૂડ પાલકની વિવિધ વેરાયટી

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

ખાટી પાલક, વોટર સ્પીનેચ, ઓલગ્રીન પાલક, લાલ પાલક, પંજાબી ગ્રીન

પૃથ્વી ઉપર અવતાર સજીવોમાં વનસ્પતિ અગ્રજ છે, મનુષ્યનું અનુજ છે. વનસ્પતિ જેટલી પ્રાચીન છે. તેટલી જ સર્વવ્યાપી છે. પૃથ્વીના કોઇપણ ખૂણે એક કે બીજું રૂપ ધારણ કરીને વનસ્પતિ શોભતી રહે છે. માનવજીવન માટે વનસ્પતિ મહત્ત્વની છે. તેના વગર જીવન લગભગ અશક્ય જેવું છે. પ્રાચીનકાળથી વનસ્પતિ સાથે મનુષ્યનો નાડી પ્રાણ સંબંધ રહ્યો છે. આપણા કુટુંબના સભ્યો છે તેમ કહીએ તો કાંઇ ખોટું નથી. નાનામાં નાની વનસ્પતિ માનવને તૃપ્તિનો અનુભવ કરાવે છે. દવાઓ, ભોજન, કપડાં કાગળ તેમ જ સુરક્ષાના માટે પણ ઉપયોગી છે.

ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને અનુરૂપ અને વિસ્તરણ સાથે વિજ્ઞાન અને તકનિકીમાં સર્વાંગી વિકાસ અને પ્રગતિ થઇ રહી છે. વિવિધ પ્રકારની નવી પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવી રહી છે. બદલામાં પર્યાવરણ પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે. ભાવિ પેઢી માટે પ્રકૃતિને શકય તેટલી અનુકૂળ રહેવા તેમ જ કુદરતી સંસાધનો શોષણ માટેના આપણા લોભને નિયંત્રિત કરવા માટે પ્રદૂષણ વ્યવસ્થાપનની જરૂર છે. આના માટે માનવે વનસ્પતિ સાચવવા યોગ્ય પગલાં લેવાની જરૂર છે. આપણી પાસે એક જ વનસ્પતિની વિવિધ જાતો મોટા પ્રમાણમાં જોવા મળે છે. આનો નાના કે મોટા પાયે ઉદ્યોગ પણ કરી શકાય છે. માનવ તેમ જ પર્યાવરણ સંરક્ષણ માટે ઉપયોગી નીવડશે.

સુપરફૂડ તરીકે પ્રસિદ્ધ પાલકની લગભગ વીસથી વધુ વેરાયટી આપણી પાસે હાજર છે. આપણે ફકત એક જ વેરાયટી વિશે જાણીએ છીએ. બીજી વેરાયટી વિશે જાણતા નથી. જાણવાની કોશિશ પણ કરતા નથી. તેથી તેના લાભોથી વંચિત રહીએ છીએ. પાલકની ખેતી લગભગ બધા જ રાજયોમાં થાય છે.

બારે મહિના વિવિધ પ્રકારની પાલકનો સ્વાદ માણી શકાય છે. દરેક વ્યક્તિ પાલકનો ઉપયોગ કરતી હોય છે. પણ આની વિવિધતા વિશે જાણ નથી. પાલકની વિવિધતા વિશેની જાણકારી આજે આપણે જાણીએ. પાલકની પેસ્ટ બનાવી તેને ખરજવા પર લગાડી શકાય છે.

૧. સેવૉય પાલક : આના પાંદડા થોડા કર્લી હોય છે. આની ગ્રોથ બહુ જલદી થાય છે. આના પાન થોડા કુરકુરા છે. તેથી સ્વાદ ઉચ્ચ પ્રકારનો છે. આમાં પણ બે જાત છે. રેજીમેેંટ પાલક અને બ્લૂમ્સડેલ.

૨. સેમી-સેવૉય પાલક : સીધી અને ડાર્ક કલરની છે. રોગોની પ્રતિરોધી છે. સ્વાદમાં પણ સારી છે.

૩. સ્મૂથ લીફ પાલક : ઉચ્ચ પ્રકારની વેરાયટી છે. પાન કોમળ હોય છે. આનો સ્વાદ હલકો ગળ્યો છે.

૪. માલાબાર પાલક : ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે. ચટપટો અને હલકો ખાટો સ્વાદ છે. ગરમીમાં પણ ઊગે છે. થોડી જગ્યામાં ખૂબ મોટા પ્રમાણમાં ઊગે છે. કૂંડામાં પણ વાવી શકાય છે.

૫. મેટાડોર પાલક: ઉચ્ચ પ્રોટીન અને ખનિજ તેમ જ વિટામિન ધરાવતી પાલક છે. ઠંડીમાં વધુ અને ગરમીમાં ઓછી થાય છે.

૬. બેબી પાલક : પાન નાના અને મીઠા સ્વાદવાળા છે. ઠંડા મોસમમાં ઊગે છે. ડાયાબિટીસવાળા માટે વરદાનરૂપ છે. આના રસનો ઉપયોગ કરી શકાય. ઘણા રાજ્યોમાં મોટા પ્રમાણમાં થાય છે. આની લુગદી બનાવી આંખો પર લગાડવી જોઇએ.

૭. ઓલગ્રીન પાલક : લગભગ દેશ વિદેશમાં બધે જ થાય છે. વીસ દિવસમાં જ આનો પાક લઇ શકાય છે.

૮. પંજાબી ગ્રીન : ખૂબ જ મોટા પ્રમાણમાં આનો પાક ઊગે છે. આની દાંડી થોડી સફેદ રંગની હોય છે.

૯. પૂસા હરિત : પહાડી વિસ્તારમાં લગભગ આખું વર્ષ ઊગે છે. ખૂબ જ ડાર્ક કલર પાન છે.

૧૦. પૂસા જયોતિ : સૌથી મહત્ત્વપૂર્ણ અને સૌથી વધુ વપરાતી અને કોમલ પાન વાળી છે. વગર રેસાવાળી છે.

૧૧. જોબનેર ગ્રીન: મુલાયમ અને મોટા આકારના પાનવાળી છે. આ પાન જલદી ગળી જાય છે.

૧૨. હિસ્સાર સિલેકશન: હરિયાણામાં થાય છે. મોટા પાન અને ડાર્ક ગ્રીન રંગની થાય છે.

૧૩. પંજાબ સિલેકશન : હલકા જાંબુડી રંગની છે. પાન પતલા અને ખાટા હોય છે, ગુણકારી છે.

૧૪. લૌગ સ્ટૈડિંગ : પાન જાડા અને ડાર્ક રંગના હોય છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વોતરના પર્વતીય સ્થળોએ થાય છે.

૧૫. બેનર્જી જાયંટ: બંગાળમાં થાય છે. બહુ જ મોટા પાન અને મુલાયમ છે.

૧૬. કતરવાન પાલક : આ પાલકના પાન લાંબા અણીદાર હોય છે. ખૂબ જ ગુણવાન પાલક છે.

૧૭) ખાટી પાલક – આ પાલકના પાન ખાટા અને નાના હોય છે. ફેટ કાઢવા અને કોલેસ્ટ્રોલ માટે ખૂબ જ કારગર છે. આનો રસનો સ્વાદ ખૂબ મજેદાર છે. ચણા કે મગની દાળ સાથે આનો સ્વાદ ખૂબ જ ઉચ્ચ પ્રકારનો લાગે છે. મહારાષ્ટ્રમાં ખૂબ જ થાય છે.

૧૮) વિલાયતી પાલક – આના પાન લંબગોળ આકારના અને થોડા વળેલા છે. સ્વાદમાં સારી છે.

૧૯) લાલ પાલક – વિટામિનોથી ભરપૂર છે. પ્રેગ્નેસી દરમિયાન આનો ઉપયોગથી બાળકોનો વિકાસ સારો થાય છે.

૨૦) વોટર સ્પીનેચ – પાણીનો સ્રોત વધારે હોય કે દરિયાની આસપાસ ઉગે છે. આમાં કેરોટીનની માત્રા સારી છે. સ્ક્રીન અને વાળ માટે તેમ જ ખૂબ ઉપયોગી છે. આંખમાં મોતીયો થવા દેતી નથી.

પાલક એ સુપર ફૂડ છે જે બધી જ બીમારી પર કારગર છે. આયરનનો મોટો સ્રોત છે. પાલક હૃદય, આંખ, કિડની ને સાફ રાખે છે. પાલકનો રસ અમૃત સમાન છે. પાલકનો સ્વાદ વધારવા તેમાં કમરખ (સ્ટાર ફ્રૂટ) નાખીને રસ પીવો જોઈએ. પાલકનો સ્ટોક કિડની માટે ખૂબ ઉપયોગી છે. દરેક રાજ્ય – દેશવિદેશમાં ઉગે છે. પાલકનો ઉપયોગ રોજબરોજની રસોઈમાં થવો જોઈએ. સૂપ, શાક, રસ, ચટણી જેવી દરેક વાનગીમાં આનો ઉપયોગ થઈ શકે છે. પાલકના ફાયદા કોઈ અજાણ નથી. બધી જાતની પાલક ઉગાડી નાનો ઉદ્યોગ કરી શકાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…