આહારથી આરોગ્ય સુધી: પાણીની ભ્રમણા-જાળ
-ડૉ. હર્ષા છાડવા
પૃથ્વી પર ઉપલબ્ધ એક બહુમૂલ્ય સંશોધન એ છે પાણી, સજીવોનો જીવવાનો આધાર એટલે પાણી. જીવનનું અસ્તિત્વ એ પાણી છે. પૃથ્વી પર પંચોતેર ટકા પાણી છે ને પીવાલાયક કે મીઠું કે તાજું પાણી માત્ર ત્રણ ટકા છે. પાણી આપણા જીવનનો કે પ્રકૃતિના દરેક જીવિત જીવનો અનિવાર્ય અને મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. શરીરની ઊર્જાનો સ્ત્રોત, સ્વાસ્થ્ય અને સંતુલિત વિકાસનો પાયો છે.
પાણી ફકત તરસ બુઝાવે છે તેવું નથી તે બીજાં ઘણાંય કામ કરે છે. પાણીમાંનું ઑક્સિજન શરીરના સેલને જીવિત રાખે છે. શરીરમાં પાણી ઑક્સિજન પહોંચાડવાનું અને તાપમાનને નિયંત્રિત રાખવાનું કામ કરે છે.
પાણીએ શક્તિશાળી રાસાયણિક તત્ત્વ છે. જેની સંજ્ઞાના H2O છે. પાણીમાં ઑક્સિજનની સાથે સાથે બીજાં ઘણાંય તત્ત્વો છે. રંગહીન અને એક સ્વાદ વગરનું સ્વાદવાળુ છે. પાણી એ એક બહુ ઉત્તમ વિલાયક છે. (વિલાયક એટલે બધાને પોતાનામાં ઓગાળી દેનાર) વિલાયક આર્યનો અને અણુઓના પરિવહનમાં મદદ કરે છે. પાણી એ ત્રણ સ્વરૂપમાં છે. વરાળ (ગૅસ), તરલ (લિક્વિડ) અને ધનસ્વરૂપ (બરફ). પાણીને ગરમ કરતાં તેમાંથી ઑક્સિજન નીકળી જાય છે. એટલે કે ઑક્સિડેશન થાય છે.
લોકોમાં પ્રશ્ર્ન એ છે કે ગરમ પાણી પીવું સારું કે ઠંડું પાણી પીવું સારું. વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો ઠંડું પાણી પીવું સારું (અતિ ઠંડું નહીં) ગરમ કરતાં ઑક્સિજન ઊડી જાય તો પાણી સખત બની જાય. વધુમાં વધુ લોકો ગરમ પાણી સારું છે એમ માને છે, કારણકે તેમાં બેકટેરિયા મરી જાય તો પાણી સારું એ તથ્ય ખોટું છે.
Also read: આહારથી આરોગ્ય સુધીઃ પહાડી શાકભાજી ને કંદ કેટલા ઉપકારક?
પાણી ઊકળતાં જ તેમાંથી ઑક્સિજન નીકળી જાય છે. પાણીનો માનક (PH) સાત છે. એટલે કે તે આલ્કલાઇન છે અને ઊકળતાં જ તેનો માનક (PH) બદલાઈ જાય છે. એટલે સાત કરતાં નીચે આવી જાય તેથી તે ઍસિડિક બની જાય છે.
પાણી સખત બની જાય છે. તેમાં કેમિકલ રિએકશન થાય છે. ટેસ્ટ લેસ બને છે. નેચરલ ફલેવર બળી જાય છે. ઑક્સિજન કન્ટેન પર અસર પડે છે. ફિઝિકલી ચેન્જ થાય છે. (કેમિકલી નહીં) તેમાંનાં તત્ત્વોની પ્રોપર્ટી લોસ થાય છે.
પાણી ઊકળવાને કારણે તેમાં આર્સેનિક, નાઇટ્રાઇડ અને ફલુરાઇડની માત્રા વધી જાય છે. બીજાં તત્ત્વો ઝેરીલાં બની જાય છે. અથવા ખતરનાક તત્ત્વોની માત્રા વધી જાય છે.
નાઇટ્રાઇડ જે પાણીનો અવયવ છે. તે નાઇટ્રાઇડ નાઇટ્રોસૈમીનમાં બદલાઈ જાય છે. તે કૅન્સરનું કારણ બને છે. એટલે કે કારસીનોજેનિક તત્ત્વોની માત્રા વધી જાય છે. આર્સેનિકની માત્રા પણ વધી જાય છે. જેના કારણે હાર્ટએટેક, માનસિક બીમારી કીડનીની ખરાબી થાય છે.
કીડનીને સખત પાણી કાઢવા માટે વધારે જોર લગાવું પડે છે. તેથી તેના નેફ્રોન નબળા પડી જાય છે. કીડનીના સેલને પણ પાણીમાંના ઑક્સિજનની જરૂર પડે છે. જે ઉકાળેલા પાણીમાં હોતું નથી. ફલુરાઇડની માત્રા વધી જવાથી હાડકાં પર અસર પડે છે. હાડકાં વાંકાચૂકાં કે આડાતેડાં થઈ જવાની શક્યતા વધી જાય છે. બીજા અન્ય ખાદ્યપદાર્થ (જે ખરાબ ખાદ્યપદાર્થ છે તેની)ની અસર પણ શરીર પર થાય છે.
બરફ જો સોજા પર ઘસવામાં આવે તો સોજા નીકળી જાય છે. એટલે કે ઠંડક વધુ કામ કરતી હોય છે.
લોકો શિયાળામાં ગરમ વસ્તુઓનાં પીણાં અધિક પીએ છે. ઉકાળેલા કાઢા વગેરે સામાન્ય તાપમાન કરીને પીવા યોગ્ય હોય છે. ગરમ પીણાં શરીરમાં નુકસાનદાયક છે. ઊકળતાં જ તે ઍસિડિક બની જાય છે. ત્યારે શરીર પર માઠી અસર થાય છે.
વૈજ્ઞાનિક કારણો જોઈએ તો ઉકાળેલું પાણી ઠંડું કરીને પણ ઝાડ પર નાખવામાં આવે કે ઘરના ગમલામાં ઉગાડેલા ઝાડ પર નાખવામાં આવે તો તે એક બે દિવસમાં ઝાડ કે પોધો સૂકાઇ જાય છે અને જો બરફવાળું પાણી કે બરફ નાખવાથી ઝાડની ઊગવાની પ્રક્રિયા ઝડપથી વધી જાય છે. તેમાં ફળ કે ફૂલો જલદી આવી જાય છે. જેમકે રાજસ્થાનમાં ગરમી છે તો ઝાડ પણ સૂકાયેલાં છે. કાશ્મીર કે અન્ય ઠંડા પ્રદેશમાં હરિયાળી વધુ દેખાય છે. ફૂલો કે ફળો વધુ માત્રામાં થાય છે.
ઑસ્ટ્રેલિયામાં જંગલોમાં જ્યારે આગ લાગે ત્યારે નદીનાં પાણી ગરમ થતાં જ કરોડોની સંખ્યામાં માછલીઓનાં મૃત્યુ થયાં. આનું કારણ પાણી ગરમ થતાં ઑક્સિજન નીકળી ગયું.
ઘરમાં રાખેલી ફિશ ટેંકમાં જો ગરમ કરેલું પાણી ઠંડું કરીને પણ નાખવામાં આવે તો માછલી તત્કાળ મરી જાય છે. પાણી સામાન્ય તાપમાનવાળું એટલે પ્રકૃતિએ જે પાણી આપ્યું છે તે જ પીવું. બે-ત્રણ વખત ગાળીને પીવું.
જે એરિયામાં ખરાબ પાણી આવતું હોય તો સહેજ ગરમ કરવાથી તેનો કચરો નીચે બેસી જાય છે. ઉકાળવું તે બાબત ખોટી છે.
ઉકાળેલું કે ગરમ પાણી પીવાના કારણે શરીરના સેલમાં ઑકિસજનની કમી- ઓછપ થઈ જતાં સેલનું મૃત્યુ થઈ જાય છે અને અનેક પ્રકારની બીમારી થવા લાગે છે. ચામડીના રોગો વધી જાય છે.
પાણીમાં બે પ્રકારના બેકટેરિયા હોય છે. અરોબીક અને અનઅરોબીક. અરોબીક બેકટેરિયા ત્યાં હોય જયાં ઑક્સિજનનું પ્રમાણ વધુ હોય છે. આ સારા બેકટેરિયા છે. ઠંડા પાણીમાં ઑક્સિજનની માત્રા વધુ હોય છે. આ બેકટેરિયા શરીરમાં એનર્જી વધારવાનું કામ કરે છે. જેથી શરીરમાં બીમારી આવતી નથી, આવી હોય તો જલદી સારી થઈ જાય છે.
અનઅરોબીક બેકટેરિયા ત્યાં હોય જ્યાં ઑક્સિજનની માત્રા બહુ જ ઓછી અથવા નહિવત્ હોય છે. જેના કારણે શરીરમાં કે બીજા અન્ય જીવોમાં બીમારી આવી જાય છે. આનો મતલબ એ છે કે શરીરમાં ઑક્સિજન મજબૂત હોવું જરૂરી છે. ઠંડાં પાણીની પટ્ટી પેટ પર રાખતાં જ અરોબીક બેકટેરિયા ઑકિસજન વધારી દે છે એટલે કે ઠંડા પાણીમાં આ બેકટેરિયા પાવરફૂલ કામ કરે છે.
Also read: સ્વાસ્થ્ય સુધા : પોષક તત્ત્વોથી ભરપૂર સ્વાદિષ્ટ જડીબુટ્ટી છે ફુદીનો
ઠંડા પાણીનો નેપકીન પેટ ઉપર રાખવાથી તરત જ સારું થવા લાગે છે. વરસાદનાં પાણીમાં પણ ચાળીસ ટકા બરફ હોય છે. જેથી ઝાડ જલદીથી ઊગી નીકળે છે.
એસીડીટીના કારણે બધા રોગ થાય છે. વધુ એસીડીટી કૅન્સરમાં પરિવર્તિત થાય છે. ત્યારે ઠંડાં પાણી પટ્ટી કે કાચો પ્રાકૃતિક આહાર જેમાં ઑક્સિજનની માત્રા અધિક હોય તેવો આહાર કામ કરે છે. ઠંડીના મોસમમાં જ લીલાં પાંદડાંવાળી ભાજીઓ અધિક થાય છે. કારણ કે ઠંડકમાં ઑક્સિજન વધુ હોય છે.
આ ઠંડીની મોસમમાં વધુ ગરમ કરેલી વસ્તુઓ ન લેવી. નહાવા માટે થોડી ઠંડક ઊડે તેટલું જ પાણી ગરમ કરવું, અતિ ગરમ કરેલાં પાણીથી નહાવું તે હાનિકારક છે.