તરોતાઝા

દાંતની બીમારી

આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

પેઢા પાસેનું હાડકું ઓગળવું

ગયા અઠવાડિયે વિશેષ સંભાળ લેવા જેવા દાંતની વાત આપણે કરી હતી. હવે આ વખતે જાણીએ આપણને પજવતી દાંતની કેટલીક બીમારીઓ વિશે…
દાંતના પેઢામાંથી લોહી નીકળવું

ઉપાય :
૧) લીંબુનો રસ દાંતના પેઢાં પર ઘસવો.
૨) જેઠીમધ તથા ફૂલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢાં પર દબાવવો.
૩) તેલ, લીંબુનો રસ અને ફટકડીનું ચૂર્ણ મેળવીને ઘસવાથી દાંતનો દુ:ખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
૪) સફરજનના રસમાં થોડી ફટકડી મેળવી દાંતે ઘસવાથી તેમાંથી થતો રક્તસ્રાવ મટે છે.
૫) રોજ આમળાનું ચૂર્ણ પાણી સાથે ૨ વાર લેવું.
૬) ૫૦ ગ્રામ જેટલો પાકા ટામેટાનો રસ દિવસમાં ત્રણવાર પીવો.

નબળા દાંત
ઉપાય :
૧) તુલસીના પાન ચાવવાથી અથવા તુલસીના પાનના ઉકાળાના કોગળા કરવાની દાંત અને પેઢાં મજબૂત થાય છે.
૩) વડની વડવાઈનું દાતણ કરવાથી હલતા દાંત મજબૂત બને છે.
૪) જાંબુડાની છાલ કે પાનનો ઉકાળો કરીને તેના કોગળા કરવા.

દાંત-દાઢનો દુ:ખાવો
ઉપાય :
૧) તલના તેલમાં થોડું મીઠું નાખી દાંતે ઘસવું.
૨) દાંતનું પેઢું સોજી ગયું હોય તો મીઠું અને હળદરનો પાઉડર મેળવી પેઢાં પર ઘસવો.
૩) પોલા અને કોહવાઈ ગયેલ દાંતના પોલાણમાં લવિંગ અને કપૂર વાટીને દબાવી દેવાથી આરામ મળે છે.
૪) લવિંગ અને તલના તેલનું રૂવાળું પોતું સડેલી દાઢ ઉપર મૂકવાથી તેની પીડા મટે છે.
૫) દાંતનું પેઢું સોજી ગયું હોય તો નાળિયેરની છાલનો ઉકાળો કરી, તે પાણીને ઠંડું પાડી, ગાળીને તેના કોગળા કરવા.

દાંતની પીળાશ
ઉપાય :
૧) મીઠું અને ખાવાનો સોડા સાથે મેળવીને દાંતે ઘસવા.
૨) રોજ સૂતા પહેલાં નારંગીની કેસરી છાલ દાંત ઉપર ઘસવી.
૩) સ્ટ્રોબેરીના ગર્ભમાં મીઠું મેળવીને દાંત ઉપર રોજ ઘસવું.
૪) રોજ સૂતા પહેલાં હાઈડ્રોજન પેરોક્સાઈડના કોગળા કરવા.
૫) થોડું મીઠું અને લીંબુના રસનું મિશ્રણ બનાવીને દાંત ઉપર ઘસવું.
૬) સફરજનને ખૂબ જ ચાવીને ખાવાથી દાંત સફેદ થાય છે.
૭) તુલસીના પાવડરમાં નમક મેળવી ટૂથપેસ્ટ સાથે ભેગું કરીને બ્રશ કરવું.

મોઢાનાં ચાંદાં
ઉપાય :
૧) મધ અથવા ગ્લીસરિન રૂ વડે ચાંદાં પર દિવસમાં ૨-૩ વાર લગાવવું અથવા હળદર અને ગ્લીસરિન મેળવીને ચાંદાં પર લગાવવું.
૨) કુંવારપાઠાનો રસ ચાંદાં પર લગાવવો.
૩) ૫-૬ તુલસીના પાન લઈ તેને ચાવવા. ત્યારબાદ ઉપર પાણી પીવું. દિવસમાં ૨ વાર આ પ્રક્રિયા કરવી.
૪) એક ચમચી સૂકાધાણા ૧ ગ્લાસ પાણીમાં નાખી અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળવું. હૂંફાળું થયા બાદ તે પાણી વડે કોગળા કરવા. દિવસમાં ૩-૪ વાર આ પ્રક્રિયા કરવી.
૫) સાત ભાગ ખાંડ કે સાકર અને ૧ ભાગ કપૂર લઈ તેને ચાંદાં પર લગાવવું.
૬) પા ચમચી ખાવાનો સોડા, ૧ ચમચી લીંબુનો રસ, અડધી ચમચી મધ મિક્સ કરી તેને ચાંદાં પર સવારે અને રાત્રે લગાવવું.
૭) ટમેટાનો રસ બનાવી તેના દિવસમાં ૨-૩ વાર કોગળા કરવા.
૮) થોઠું મીઠું લઈ ચાંદાં પર લગાવવું અથવા સહેજ ઉકાળેલા પાણીમાં મીઠું નાખી કોગળા કરવા.
૯) ફટકડીનો ભૂકો ચાંદાં પર લગાવી થોડીવાર રાખવો અને ત્યારબાદ કોગળા કરી લેવા.
૧૦) નાળિયેરના તેલમાં રૂનું પૂમડું બોળીને ચાંદાં પર પાંચ મિનિટ લગાવી રાખો. આ પ્રક્રિયા દિવસમાં ૩-૪ વાર કરવી.
૧૧ ) ચણોઠીના પાન ચાવવા.
હવે દાંત-પેઢાં સાથે સંકળાયેલી પાયોરિયાની બીમારી વિશે પણ જાણી લઈએ…

પાયોરિયા પાયોરિયા એટલે શું?
પાયોરિયા: પેઢામાં ખોરાકના કણો લાંબા સમય સુધી જમા રહેવાથી લાળના બેક્ટેરિયા દ્વારા છારી બની જાય છે. લાંબા સમય સુધી છારી જામેલી રહેવાથી પેઢામાં સોજો આવવો, લોહી નીકળવું, પેઢાની પાસેનું હાડકું ઓગળવું તથા દાંત હલવા વગેરે થાય છે તેને પાયોરિયા કહેવાય.

પાયોરિયા થવાનાં કારણ :

  • દાંતની નિયમિત ને વ્યવસ્થિત સફાઈ ન કરવાથી.
  • વાંકા-ચૂકા દાંત હોવાથી અંદર ખોરાકના કણો પેઢામાં ભરાઈ રહેવાથી.
  • વધુ ગળ્યા પદાર્થોના સેવન કરવાથી.
  • સિગારેટ કે દારૂનું વ્યસન હોવાથી.
  • ડાયાબીટીસના દર્દીઓને આ રોગની સંભાવના વધી જાય છે.
    શું છે આના ઉપચારો ?
    ૧) આંબાના સૂકા પાનને બાળી તેની રાખને કપડાથી ચાળીને કાચની શીશીમાં ભરી રાખવી. તેને સવાર-સાંજ આંગળીથી દાંતે ઘસવી.
    ૨) રોજ સવારે ૧ મહિના સુધી મુઠ્ઠીભર કાળા તલ ખૂબ જ ચાવીને ખાવાથી પાયોરિયા મટે છે.
    ૩) એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ૧ ચમચી મીઠું તથા ૨ ગ્રામ ફટકડી નાખીને ૧ મિનિટ સુધી મોઢામાં હલાવવું, પછી પાણીને થૂંકી નાખવું. દિવસમાં ૨ થી ૩ વાર આ પ્રમાણે કરવું.
    ૪) તલનું અથવા નારિયેળનું તેલ મોઢામાં ૧૦-૧૫ મિનિટ ભરી રાખીને કોગળો કરવો.
    ૫) હળદરના પાવડરથી દિવસમાં બે વાર બ્રશ કરવું.
    ૬) રાત્રે મેથી પાણીમાં પલાળીને રોજ નરણે કોઠે ખાવાથી પાયોરિયા મટે છે.
    ૭) જામફળના પાંદડાને ધોઈને મોઢામાં વ્યવસ્થિત ચાવવા. ત્યાર પછી પાંદડાં થૂંકી નાખવા.
    ૮) લીમડાનો રસ પેઢાં અને દાંત ઉપર ૫ મિનિટ સુધી લગાવી રાખવો.
    ૯) હાઈડ્રોજન પેરોક્સાઈડ અને પાણી સરખા પ્રમાણમાં લઈને મોઢામાં કોગળો ભરી પાણી ફેરવવું. ત્યાર બાદ થૂંકી નાખવું.
    ૧૦ ) કાળા મરી અને મીઠું સરખા પ્રમાણમાં લઈને પેઢા ઉપર દિવસમાં ૨ થી ૩ વાર તેનું માલિશ કરવું.
    ૧૧ ) સરસિયાના તેલ સાથે કાથો, ત્રિફળા, જેઠીમધનું ચૂર્ણ અને મીઠું મેળવીને દાંતે ઘસવાથી પાયોરિયા મટે છે.
    ૧૨) જીરું શેકીને પાણી સાથે ખાવાથી પાયોરિયાની દુર્ગંધ દૂર થાય છે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…