તરોતાઝા

કોઇ વાર વ્યક્તિ સાચા કે ખોટા કારણસર પાપભાવનાથી પીડાતી હોય છે

તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
કેટલીક વ્યક્તિઓ પોતે કોઇ પાપ કર્યું છે તેવી ભાવના અર્થાંત પાપગ્રંથિથી પીડાય છે. આ પ્રકારની ગ્રંથિને કારણે વ્યક્તિ સતત પીડા અનુભવે છે. પાપગ્રંથિની આ વેદનામાંથી મુક્ત થવા માટે વ્યક્તિ કોઇ સાચીખોટી ક્રિયા કરવાને રવાડે ચડી જાય છે કે તેવા વિચાર કરવાને રવાડે ચડી જાય છે. વસ્તુત: વ્યક્તિ આવી કૃતિ કે આવા વિચાર દ્વારા પોતાની જાતને શિક્ષા કરવા ઇચ્છે છે અને તે રીતે પાપની દુ:ખદ ભાવનામાંથી મુક્ત થવા ઇચ્છે છે.

એક વ્યક્તિ પોતાના ઘરની નાનીમોટી વસ્તુઓનો નાશ કરવાની આદતથી પીડાય છે. એકબીજી વ્યક્તિ પોતાના શરીરને નાનીમોટી ઇજા કર્યા કરે છે. બીજી એક વ્યક્તિ પોતાની કેન્સર જેવી કોઇ બીમારી થશે તેવા વિચારો કર્યા જ કરે છે. વ્યક્તિના આ પ્રકારના વ્યવહારનું કારણ શું છે? વસ્તુત: આવી ક્રિયાઓ કે આવા વિચારોથી તે વ્યક્તિ પોતાની જાતને સજા કરે છે. આ રીતે પોતાની જાતને સજા કરીને તે પાપગ્રંથિમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે.

વ્યક્તિના ચિત્તમાં ચાલતી આ પ્રક્રિયા વિશે અને તેના પ્રકારના વ્યવહાર વિશે તે જાગૃત હોતી નથી. આ કૃતિદબાણ કે મનોદબાણ પાછળ જે કારણપ્રક્રિયા હોય છે તેનાથી તે સભાન હોતી નથી. તે બધું અભાનપણે ચાલતું હોય છે.

આત્મશુદ્ધિનો પ્રયત્ન:
કોઇ વાર વ્યક્તિ સાચા કે ખોટા કારણસર પાપભાવનાથી પીડાતી હોય છે. પોતે કોઇ પણ કર્યું છે અને પોતે પાપી વ્યક્તિ છે આવી ભાવના તેના મનમાં ઘર કરી જાય છે. આ પ્રકારની ભાવના દુ:ખદ હોય છે અને દુ:ખ કોઇને ગમતું નથી. વ્યક્તિ જાણ્યે કે અજાણ્યે આવી દુ:ખદ મનોદશામાંથી મુક્ત થવા ઇચ્છે છે. આવા સંજોગોમાં વ્યક્તિ પોતાના પાપને ધોવા માટે કોઇક પ્રકારની ક્રિયા યંત્રવત્ કર્યા જ કરે છે અને તે રીતે તે ક્રિયા દ્વારા પાપને ધોવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારની ક્રિયા અનિવાર્ય સ્વરૂપ ધારણ કરે એટલે વ્યક્તિ અનિવાર્ય ક્રિયાદબાણની મનોવિકૃતિનો ભોગ બની જાય છે.

એક ચૌદ વર્ષનો છોકરો દિવસમાં અનેક વાર હાથ ધોતો. તેના હાથમાં લોહી નીકળે તોપણ તે હાથ વોાનું ચાલુ રાખતો. જો તેને આમ કરતાં રોકવામાં આવે તો ગુસ્સે થતો કે રડવા માંડતો, પરંતુ પોતાની હાથ ધોવાની ક્રિયા છોડી દેતો નહીં. વળી તે દિવસમાં અનેક વાર સ્નાન કરતો અને તેનું સ્નાન કોઇ વાર તો બે કે ત્રણ કલાક સુધી ચાલતું. આ છોકરાને પોતાના આવા વર્તન માટે કારણ પૂછવામાં આવે ત્યારે તે જુદાંજુદાં કારણો આપતો, પરંતુ જ્યારે ખૂબ પ્રેમપૂર્વક સમજાવીને તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે પોતાના સર્વ અનુભવો કહ્યા. આ છોકરો નાની વયે બીજાં બાળકો સો લૈંગિક પ્રવૃત્તિઓ કરતો. તે માટે તે પોતાને પાપી ગણતો અને પોતે ગુનેગાર છે, તેવી ભાવનાથી પીડાતો હતો. તે હસ્તમૈથુન પણ કરતો અને તે માટે શરમ તથા પાપભાવ અનુભવતો. આ પ્રકારની ટેવમાંથી મુક્ત થવા માટે તેણે અનેક વાર સંકલ્પો કર્યા હતા અને ખૂબ પ્રયત્નો કર્યા હતા. આમ છતાં તે આવી ટેવમાંથી મુક્ત થઇ શક્યો નહીં. પરિણામે તે પાપગ્રંથિનો ભોગ થઇ ગયો. તે ખૂબ શરમ અને પીડા પણ અનુભવતો.

આ વેદનાયુક્ત પાપગ્રંથિમાંથી મુક્ત થવા માટે તે આત્મશુદ્ધિ કરવા ઇચ્છતો હતો, પરંતુ આત્મશુદ્ધિ કરવી કેવી રીતે? સતત હાથ ધોવાની ક્રિયા કે સતત સ્નાન કર્યા કરવાનીઆ વેદનાયુક્ત પાપગ્રંથિમાંથી મુક્ત થવા માટે તે આત્મશુદ્ધિ કરવા ઇચ્છતો હતો, પરંતુ આત્મશુદ્ધિ કરવી કેવી રીતે? સતત હાથ ધોવાની ક્રિયા કે સતત સ્નાન કર્યા કરવાની ક્રિયા વસ્તુત: તેને માટે આત્મશુદ્ધિની ક્રિયા હતી. આ ક્રિયાઓ દ્વારા તે આત્મશુદ્ધિનો પ્રયત્ન કરતો હતો. આ ક્રિયા વખત જતાં અનિવાર્ય સ્વરૂપે અને અવશપણે થવા માંડી અને આ રીતે તે અનિવાર્ય કૃતિદબાણની વિકૃતિનો ભોગ બની ગયો.

આપણે નોંધવું જોઇએ કે આ સમ્રગ પ્રક્રિતા વિશે દર્દી સભાન હોતો નથી. તે યંત્રવત્ ક્રિયા કર્યે જાય છે, પરંતુ તેની પાછળની માનસિક પ્રક્રિયા વિશે તે અભાન હોય છે. અનિવાર્ય મનોદબાણ (જ્ઞબયતયતતશદય યિફભશિંજ્ઞક્ષત) અને અનિવાર્ય કૃતિબાણ (ભજ્ઞળાીહતશદય યિફભશિંજ્ઞક્ષત)ની મનોવિકૃતિઓ પાછળ આપણે જોયાં તેમાંનું કોઇ એક કે અધિક કારણો ભાગ ભજવતાં હોય છે. અત્યાર સુધી આપણે આ બંને મનોવકિૃતિઓ વિશે આધુનિક મનોવિજ્ઞાનની દષ્ટિએ વિચાર કર્યો છે. હવે આપણે યૌગિક દષ્ટિકોણથી આ વિકૃતિઓ વિશે વિચાર કરીએ. પ્રથમ આપણે યૌગિક દષ્ટિકોણથી મનોદબાણ અને કૃતિદબાણના સ્વરૂપ અને કારણમીમાંસાને સમજવાનો પ્રયત્ન કરીએ.

મનોદબાણ અને કૃતિદબાણની ચાર લાક્ષણિકતાઓ છે:
(1) દરદીનાં વર્તન-વિચારમાં અવશપણું અર્થાત્ અનિવાર્યતા
(2) દરદીનાં વર્તન-વિચારમાં યાંત્રિક પુનરાવર્તન
(3) દરદીમાં જાગૃતિનું ધોરણ નીચું
(4) દરદીના જીવનમાં પ્રસન્નતાનો અભાવ અર્થાત્ દુ:ખયુક્ત મનોદશા.

આપણે નોંધવું જોઇએ કે આ વિકૃતિનો ભોગ બનનાર દરદીનાં સમગ્ર વર્તન-વિચારમાં અવશપણું કે યાંત્રિક પુનરાવર્તન હોતું નથી. દરદી કેટલીક નિશ્ર્ચિત ક્રિયાઓ અને વિચારોમાં અવશપણું કે યાંત્રિક પુનરાવર્તન હોતું નથી. દરદી કેટલીક નિશ્ર્ચિત ક્રિયાઓ અને વિચારોમાં અવશ હોય છે અને તેમનું યાંત્રિક પુનરાવર્તન કરે છે, પરંતુ બાકીના વર્તન-વિચારમાં તે સમધારણ હોય છે તેમ જોવા મળે છે.

હા, દરદીમાં જાગૃતિનું ધોરણ નીચું હોય છે, તે તો તેના સમગ્ર જીવન અને વર્તનની તરેહમાં જોવા મળે છે. દરદીની આનતુરક અવસ્થા પ્રસન્ન નહીં, પરંતુ દુ:ખપૂર્ણ હોય છે, તે તો સર્વત્ર જોવા મળે છે. આ વેદનામાંથી મુક્ત થવા માટે તો દરદી આવી વિકૃત વર્તન-તરેહનો આશરો લે છે. પ્રશ્ર્ન એ છે કે આ પ્રકારની વિકૃત વર્તન-તરેહનો આશરો લેવાથી દરદી શું ખરેખર તે વેદનામાંથી મુક્ય થાય છે? ના, દરદી ખરેખર તેમાંથી મુક્ત થતો નથી, પરંતુ તેમાં વધુ ને વધુ ફસાતો જાય છે, તેથી તો આ વર્તન-તરેહને વિકૃતિ ગણવામાં આવે છે. આવું વિકૃત વર્તન દુ:ખમુક્તિનો ઉપાય છે, પરંતુ સાચો અને કારગત ઉપાય નથી જ. અનિવાર્ય કૃતિકબાણ અને મનોદબાણના સ્વરૂપની વિચાર કર્યા પછી હવે આપણે તેમની કારણમીમાંસા સમજવા પ્રયત્ન કરીએ. યૌગિક દષ્ટિકોણથી વિચારીએ તો આપણે અનિવાર્ય મનોદબાણ અને કૃતિદબાણનાં કારણો આ રીતે મૂકી શકીએ.

(1) પાપભાવના:
મેં કોઇક પાપ કે અપરાધ કર્યો છે તેવી ગ્રંથિ કે પાપગ્રંથિને પાપભાવના કહે છે. આ ભાવના જાગ્રત કે અર્ધજાગ્રત કે અજાગ્રત પણ હોઇ શકે છે. દરદી આ પાપગ્રંથિજન્ય વિષાદમાંથી રાહત પામવા માટે મનોદબાણ કે કૃતિદબાણનો આશરો લે છે.

(2) ભયભીત મનોદશા:
ઊંડી ભયગંથિને કારણે દરદી ભયમુક્ત થવા માટે ફાંફાં મારે છે. આ ભયગ્રંથિ જ તેને અમુક વિચાર કે કૃતિ વારંવાર કરવા માટે પરવશ બનાવે છે. તીવ્ર ભયને કારણે વ્યક્તિનો પોતાના વર્તન કે વિચાર પરનો કાબૂ ચાલ્યો જાય છે.

(3) દુ:ખી મનોદશા:
દુ:ખ કે વેદના તો મનોદબાણ અને કૃતિદબાણના પાયામાં છે. વસ્તુત: આ બંને વિકૃતિઓ દુ:ખાંથી રાહત મેળવવા માટે મન દ્વારા રચિત ઉપાયો છે. ઉપાયો વિકૃત છે તેથી આ ઉપાયો મનોવિકૃતિનું સ્વરૂપ ધારણ કરે છે.

(4) જાગૃતિનો અભાવ:
મનોદબાણ અને કૃતિદબાણમાં થતા અનિવાર્ય વ્યવહાર પરવશપણે થાય છે. દરદી સાવ બેભાનાવસ્થામાં જીવતો નથી, પરંતુ આ વિકૃતિમાં થતા વ્યવહારમાં જાગૃતિની ખામી તો કારણભૂત હોય જ છે. પૂર્ણ જાગૃતિ તો એક આદર્શ છે. થોડીઘણી બેભાનાવસ્થા તો સર્વ જનોમાં હોય છે. આ બેભાનાવસ્થાનું પ્રમાણ વધી જાય અર્થાત્ જાગૃતિનું ધોરણ નીચું આવે તો વર્તનમાં વિકૃતિઓ જન્મે છે. જાગૃતિમાં સ્વસ્થતા અને બેભાનાવસ્થામાંથી વિકૃતિઓ જન્મે છે એ તો સર્વવિદિત છે. અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય કૃતિદબાણનાં દરદીઓમાં જાગૃતિનું ધોરણ સામાન્ય કરતાં નીચું હોય છે. જાગૃતિનો આંશિક અભાવ આ બંને વિકૃતિઓને આધાર આપે છે. જે માણસ જાગૃત હોય તે આવી અસંગત ક્રિયાઓ અવશપણે કરે જ શા માટે?

(5) સમજનો અભાવ:
સમજના અભાવમાંથી અનેક સમસ્યાઓ જન્મે છે અને સમજના સામર્થ્યથી સમસ્યાઓનું વિસર્જન થવા માંડે છે.
વર્તન અને વિચારની સમસ્યાઓ એ તો અંધકારનાં જાળાં છે અને સમજ પ્રકાશનો ધોધ છે. જેમ પ્રકાશના સામર્થ્યથી અંધકાર વિલીન થાય છે તેમ સમજના સામર્થ્યથી વિકૃતિઓ વિલીન થવા માંડે છે.

એવું સ્પષ્ટ રીતે જોવા મળે છે કે જે વ્યક્તિઓ અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય કૃતિદબાણનો ભોગ બનેલી હોય છે. તેમની પોતાની જાત વિશેની સમજ ઘણી કાચી અને અધૂરી હોય છે. આમ સમજનો અભાવ આવી વિકૃતિઓના પ્રાદુર્ભાવ માટે ભૂમિકા પૂરી પાડે છે. જે સ્થાનમાં અંધકાર હોય તે સ્થાનમાં ચામાચીડિયાં પોતાનાં ઘર બનાવે છે. તે જ રીતે જ વ્યકિતમાં સમજનો અભાવ હોય તે વ્યક્તિના મનમાં અનિવાર્ય કૃતિદબાણ અને અનિવાર્ય મનોદબાણ જેવી વિકૃતિઓ જન્મે છે અને વિકસે છે.

હવે આપણે જોઇએ કે અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય કૃતિદબાણની યૌગિક ચિકિત્સા કઇ રીતે થઇ શકે. અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય કૃતિદબાણની ચિકિત્સા માટે યૌગિક માનસચિકિત્સામાં છ સાધનો ઉપલબ્ધ છે. આ સાધનો ક્યા સ્વરૂપે અને કેટલા પ્રમાણમાં પ્રયોજવાં તેનો નિર્ણય તો દરદીની વ્યક્તિગત ભિન્નતાને દષ્ટિ સમક્ષ રાખીને કરવો જોઇએ. અહીં આપણે આ સાધનોના સામાન્ય વિચારણા કરીએ છીએ.

  1. પ્રણવ-ઉપાસના:
    પ્રણવ-ઉપાસના મૂલત: ચિકિત્સાપદ્ધતિ નથી, પરંતુ અધ્તાત્મસાધન છે. ભારતીય અધ્યાત્મપરંપરામાં પ્રણવ-ઉપાસનાને ઘણી ઉચ્ચ કક્ષાની સાધના ગણવમાં આવે છે. આ અધ્યાત્મસાધનનો માનસિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે પણ ઉપયોગ થઇ શકે તેમ છે.

પ્રણવ-ઉપાસનાની પદ્ધતિ નીચે પ્રમાણે છે:
(1) કોઇ એક અનુકૂળ બેસવું.

(2) પર્યાપ્ત પ્રમાણમાં શ્ર્વાસ અંદર ભરવો, અર્થાત્ દીર્ઘ અને પૂર્ણ પૂરક કરવો. પછી રેચક સાથે યથાશક્ય નીચા સ્વરથી ‘ઓ’ની ઉચ્ચાર કરવો. ‘ઓ’ની ત્રણ માત્રા છે. માત્રા એટલે લગભગ એક સેક્ધડ જેટલો સમય. ત્રણ માત્રા અર્થાત્ ત્રણ સેકંડ જેટલો સમય ‘ઓ’નો ઉચ્ચાર કર્યાપછી મુખ બંધ કરીને ‘મ’નો ઉચ્ચાર કરવો. ‘મ’નો ઉચ્ચાર યથાશક્ય ગમે તેટલો લંબાવી શકાય છે. ‘મ’નો ઉચ્ચાર પૂરો થાય પછી થોડી ક્ષણો બાહ્ય કુંભકની અવસ્થામાં રહેવું. તે વખતે ઓમકારના અનુરણનનું સ્મરણ કરવું, પછી પૂરકનો પ્રારંભ કરવો. ધીમી ગતિએ યથાશક્ય દીર્ઘ પૂરક દ્વારા શ્ર્વાસ પૂરેપૂરો અંદર ભરી લેવો. પછી ફરીથી રેચક સાથે ઓમકારનો ઉચ્ચાર કરવો.(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button