તરોતાઝા

ગૌમૂત્ર કે અમૃત?

પંચગવ્યનું પંચાંગ -પ્રફુલકુમાર કોટેલિયા

આયુર્વેદમાં ગૌમૂત્રને એક દિવ્ય ઔષધિ માનવામાં આવે છે. ગૌમુત્રનો ઉપયોગ પ્રાચીન કાળથી રોગોને દૂર કરવામાં થઈ રહ્યો છે. ગૌમૂત્રને સવાર સાંજ દવાના સ્વરૂપે લેવામાં આવે તો ત્વચાનાં રોગ, નેત્ર રોગ, મહિલાઓનાં અધિકાંશ રોગ, કિડની રોગ, હૃદય રોગ, કબજિયાત વગેરે બીમારીઓ દૂર રહે છે.

આજની ભાગતી દોડતી જિંદગીમાં લોકો જંક ફૂડનો જે રીતે બેફામ ઉપયોગ કરી રહ્યાં છે તેને કારણે પોતાનાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી ઘટી રહી છે. અને નિત-નવાં રોગો ને આમંત્રણ આપી રહ્યા છે. છાસવારે ફેમિલી ડૉક્ટર અને હૉસ્પિટલનાં નિયમિત ગ્રાહક બની રહ્યાં છે. તેમાં વળી પાછુ દવા બઝારની આંગળીના ટેરવે ઘરપોંચ સેવા મળતાં લોકોને દવાઓનું વળગણ થઇ ગયુ છે. અને લોકો પોતાની મહેનતની કમાણીનો અમુક ભાગ (દવાઓ અને વીમા) પોતાનાં શરીરના સ્વાસ્થ્ય માટે પરાણે વાપરી રહ્યાં છે. આમાં તેઓ પોતાનું તો નુકસાન કરી રહ્યાં છે. સાથે માતૃભૂમિને વિદેશી મુદ્રાઓનાં દેવાંમાં ધકેલીને આર્થિક નુકસાન પણ કરી રહ્યાં છે. આજથી ચાર દાયકા પહેલાં દસ ગામે એક દવાખાનું હતું, આજે એક ગામમાં દસ દવાખાના અને મેડિકલ સ્ટોર આપણા સ્વાસ્થ્યની ઉઘરાણી કરી રહ્યાં છે.

આમાં સૌથી મોટું નુકસાન જો કોઈએ કર્યું હોય તો આજની આધુનિક કહેવાતી શિક્ષણનીતિનો સિંહફાળો ગણું છું. બાળક ને પાંચ વર્ષ પહેલા જ નાની નાની નર્સરીમાં ભણવા મોકલવા અને બાળક ને શું ખાવું, શું ન ખાવું, ક્યારે ખાવું, શેની સાથે શું ન ખવાય તેવાં મૂળભૂત સિદ્ધાંતો અને આદતો, આપણા સ્વધર્મ ની સાચી ઓળખ આપવાને બદલે પોતાની ફરજ ચૂકીને માતા પિતા પોતાની સગવડ માટે નર્સરી માં તૈયાર કરીને ધકેલી દે છે.

વાલીઓ પોતે જ એટલા અજ્ઞાની થયાં છે કે ભલે આપણે શહેરમાં આધુનિક સગવડ અને કારકિર્દી માટે સ્થાયી થયાં હોય, પરંતુ આપણા ગામડા ની મૂળભૂત સ્વાસ્થ્ય સુરક્ષા પ્રણાલી ને પણ ભૂલી ગયા છે. અવગણી રહ્યાં છે…

આપણા તંદુરસ્ત ગામડામાં દરેક ઘરે એક બે ગાય અને નંદી આપણા પરિવારનાં સભ્ય બનીને રહેતા હતાં. તેમને ત્યજીને આજે નિર્માલ્ય બની રહ્યાં છે.

આજે પણ ગૌમાતા નાં ગૌમૂત્ર નાં સેવન થી સમસ્ત શરીર ને રોગમુક્ત કરી શકાય છે, પરંતુ અજ્ઞાનતા વશ ગૌમાતાનાં પંચગવ્ય (ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં અને ઘી) થી દૂર રહે છે.

તાજેતર માં શોધ થકી
મળેલ ‘ગૌ સંજીવની રસ’ દ્વારા કેન્સર થી લઈને થાઇરોડ, મધુમેહ, રક્તચાપ, કિડની, લીવર જેવાં અસાધ્ય રોગોમાં ચમત્કારીક પરિણામ મેળવી રહ્યાં છે. જો ભારતનાં વૈજ્ઞાનિકો અને ગૌપાલકો ગૌમૂત્ર ઉપર ઘણું ગહન સંશોધન કરવામાં સફળ થયા તો આવનારા દિવસોમાં બોનમેરો (ઇજ્ઞક્ષળયજ્ઞિ ) અને સ્તન કેન્સર જેવી બીમારીઓમાં પણ પેટેન્ટ કરાવી લે તો નવાઈ નહીં.

ગર્વ લેવાં જેવાં આ ગૌપાલકો અને વૈજ્ઞાનિકો અથાગ મહેનત કરીને આવી શોધ કરી રહ્યાં છે. અને લોકો સમક્ષ બતાવી રહ્યાં છે, પરંતુ અજ્ઞાનતા વશ આપણે મેડિકલ માફિયાઓની ચૂંગલ માંથી નીકળી નથી શકતા. કેમકે મેડિકલ માફિયાઓ નું નેટવર્ક અને અબજો ખરબો રૂપિયાનું ટર્નઓવર કરતા આ માફિયાઓની પકડ સમસ્ત વિશ્ર્વનાં અર્થતંત્ર અને રાજકારણ ઉપર એટલું તો મજબૂત છે કે તેમનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. ડૉક્ટરોનાં રિપોર્ટને બ્રહ્મ વાક્ય સમજીએ છીએ. આમાં જો સ્વજન ગુમાવીએ તો પણ ડોક્ટર તેમની જવાબદારી માંથી આબાદ છટકી જાય છે. અને આપણે નસીબને દોષ દઈને લાચારી ભોગવીએ છીએ.

સદીઓથી ભારત દેશ ની સમૃદ્ધિ ગૌમાતા સાથે જોડાયેલી હતી. તે આ બે વર્ષ પહેલાં ઉપજાવી કાઢેલા કોરોનાં નામનાં દાનવ ની પોલ ખોલીને ગૌમાતા એ પોતાનો પરિચય આપી દીધો છે.
એક પણ અપવાદ રૂપ દાખલો નથી નોંધાયો. જે સમસ્ત વિશ્વને ઘરમાં મોત નું તાંડવ: બતાવી ગોંધી રાખ્યા હતાં તેવાં દાનવ સ્વરૂપ કોરોનાં એક પણ ગૌપાલકનો વાળ વાંકો નથી કરી શક્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button