તરોતાઝા

27 જૂન વૈશ્વિક ડાયાબિટીસ જાગૃતિ દિન: લ્યો બોલો! હવે યુવાનો પણ ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે

કવર સ્ટોરી – રેખા દેશરાજ

ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના એક અહેવાલ અનુસાર ભારતમાં અંદાજે 7.5 કરોડ લોકો ડાયાબિટીસ કે પછી મધુમેહથી પીડાય રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે મધુમેહથી પીડિત આ લોકોમાં મોટા પ્રમાણમાં (20થી 25 ટકા સુધી) યુવાન છે, જેઓને સામાન્ય રીતે પહેલાં લાઈફસ્ટાઈલ બીમારીઓ ઓછી થતી હતી, પણ હાલમાં મધુમેહ કે પછી ડાયાબિટીસ એક એવી જીવલેણ લાઈફસ્ટાઈલ બીમારી છે જે આખી દુનિયાને પોતાના વશમાં કરી રહી છે. આને કારણે દર વર્ષે આખી દુનિયામાંથી 67 લાખ લોકો અકાળે મોતના મુખમાં ધકેલાતા હોય છે. માત્ર ભારતમાં જ 6 લાખથી વધુ લોકો દર વર્ષે મધુમેહ કે પછી ડાયાબિટીસને કારણે મૃત્યુ પામતા હોય છે.

આ માટે જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દર વર્ષે 27મી જૂને મધુમેહ જાગૃતિ દિવસ મનાવવાનો સંકલ્પ કર્યો છે. ખાસ કરીને યુવાનો આ અંગે જાગરૂક થાય એ માટે આ દિન મનાવવામાં આવી રહ્યો છે.

મધુમેહ એવી બીમારી છે જે કોઇ પણ જાણ વિના શરીરમાં પ્રવેશતી હોય છે. જોકે તેને રોકવાનું એકદમ જ આસાન છે, પણ એક વાર એ થઇ જાય તો તેનાથી છુટકારો મેળવવો એ મુશ્કેલ બની રહે છે.

સામાન્ય રીતે મધુમેહ તમારી આડેધડ કે પછી અસ્તવ્યસ્ત જીવનશૈલીનું જ પરિણામ છે. આ યુગમાં યુવાનોએ ન માત્ર વધારે પડતી શારીરિક મહેનત કરવી પડતી હોય છે, પણ એનાથી વધુ તણાવમાં રહેવું પડતું હોય છે. આનું મોટું કારણ છે કે લાઈફ ખૂબ જ ફાસ્ટ થઇ ગઇ છે. જો તમે અલગ અલગ માપદંડોથી તેની પર નજર કરો તો આ સમય જે 20મી શતાબ્દીના મધ્યના દાયકાની સરખામણીમાં કામકાજનો સમય પ્રમાણમાં બેથી ત્રણ કલાક વધી ગયો છે.

બીજી બાજુ નજર કરીએ તો કામકાજના સમયની સાથે કામ કરવાની પદ્ધતિમાં ઘણી જટિલતા અને તણાવ વધી ગયાં છે. પહેલાં જ્યાં લોકો મેન્યુઅલી કરતા હતા અને ત્યારે કોઇ જીવલેણ હરીફાઈ નહોતી રહેતી, પણ આજે લોકોની સામાન્ય ગતિવિધિઓથી પણ વધારે 50 ટકા ટેક્નોલોજીએ સ્થાન લઇ લીધું છે. આ માટે જ કામકાજની પદ્ધતિ ખૂબ જ ગતિશીલ બની ગઇ છે. જોકે એ વધારે પડતી સજાગતા અને સતત મહેનત માગી લે એવું છે.

હાલના સમયમાં લોકોની વચ્ચે જીવલેણ હરીફાઈ ચાલી રહી છે અને એની પાછળ સૌથી મોટું કારણ વધારે સારી લાઈફસ્ટાઈલ હાંસલ કરવાની સ્પર્ધા છે. કેમ કે ઈતિહાસના કોઇ પણ સમયથી વધારે આજે લોકો ઉપભોક્તાવાદી પ્રવૃત્તિ પર વધુ ઢળ્યા છે.

આ માટે જ લોકો વધુ ને વધુ વપરાશ કરી રહ્યા છે અને વધુ ને વધુ કામના ભારની નીચે ચગદાઈ રહ્યા છે. આ તમામ સ્થિતિઓએ આપણી જીવનશૈલીને ભૂતકાળની સરખામણીએ આસાન અને સુવિધાસભર તો બનાવી છે, પણ આ સુવિધાઓ માટે ઘણી કિંમત ચૂકવવી પડી રહી છે. યુવાનોમાં આ પહેલાં સીમિત હરીફાઈ હતી, પણ આજે ગ્લોબલાઈઝેશન થયું ભલે થયું હોય, સાથે સાથે દેશોમાં પણ અંદર અંદર જબરદસ્ત ગામડાથી શહેરો અને નાનાં શહેરોથી મોટા શહેરો તરફ યુવાનો દોટ મૂકી રહ્યા છે. લોકો રાતોરાત સારી જીવનશૈલી હાંસલ કરવાની હોડમાં ઊતરવાની કોશિશમાં જ રહેતા હોય છે.

આ કારણે જ યુવાઓમાં વધારે પડતા તનાવ આવી જાય છે. આથી જ પહેલાં જે યુવાનો બેફિકર અને મસ્ત બનીને રહેતા હતા તે આજે નથી રહ્યા. કારકિર્દીથી લઇને સારી નોકરી, સુંદર ગર્લફ્રેન્ડ અને સમય પર ઈએમઆઈ ચૂકવવા માટેનું યુવાનો પર જબરદસ્ત દબાણ વધી ગયું છે. આવા માનસિક દબાણને સહન ન કરી શકનારા યુવાનો ડાયાબિટીસના ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યા છે. આ માટે જ યુવાનોને વિશેષ રૂપે જીવલેણ બીમારીથી બચવાની જરૂર છે.

આખી દુનિયામાં આજે 53.70 કરોડ લોકો મધુમેહથી પીડિત છે, જેમાં અંદાજે 17 કરોડ યુવાન છે. ભારતમાં અંદાજે એક કરોડથી વધુ યુવાન અલગ અલગ પ્રકારના ડાયાબિટીસથી પીડિત છે. આ માટે તેઓને પોતાના ખાવાપીવાથી લઇને પોતાની દિનચર્યાનું ધ્યાન રાખવું જરૂરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહે છે કે યુવાનો કે પછી આધેડ ઉંમરની વ્યક્તિ ત્યારે ડાયાબિટીસની બીમારીથી બચી શકશે, જ્યારે આપણે વધારે પડતા સજાગ રહીએ અને ડાયાબિટીસને પ્રવેશવા પહેલાં જ ડામી દઈએ. જોકે અનેક યુવાનો એ વાતની ખબર નથી હોતી કે તેઓ ડાયાબિટીસથી પીડિત છે.

ડાયાબિટીસની બીમારીને જાણવાની સૌથી સહેલી રીત એ છે. તેનાં પ્રાથમિક લક્ષણો જાણવાં હોય તો તમારું બ્લડ પ્રેશર વધી જાય છે, શરીરમાં કોલેસ્ટરોલની માત્રા પણ વધી જતી હોય છે. હંમેશાં તનાવમાં રહેવાને કારણે ભૂખ પણ ઓછી લાગતી હોય છે અને આંખોની નીચે નાની ઉંમરમાં જ કાળા સર્કલ દેખાવા લાગતા હોય છે. અમુક લોકોને જ્યાં ડાયાબિટીસને કારણે ઓછી કે ક્યારેક બિલકુલ ભૂખ લાગતી નથી, ત્યાં બીજી બાજુ મધુમેહને કારણે વધારે પડતી ભૂખ લાગતી હોય છે.

સતત થાક લાગવો, પાણીની તરસ, અચાનક જ આંખોની સામે અંધારાં આવી જવાં અને પ્રકાશ પણ ધીમે ધીમે ઓછો થવા લાગે. ડાયાબિટીસનાં આ તમામ લક્ષણો છે અને તેના કારણે તમને નાની ઉંમરમાં બુઢાપો આવી જાય છે. ક્યારેક યાદદાસ્ત પણ ઓછી થઇ જતી હોય છે અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં અરુચિ થવા લાગે છે.
આ માટે જ યુવાનોએ ડાયાબિટીસને લઇને ખાસ કરીને સજાગ રહેવું જરૂરી છે. તેઓએ આ અંગે લાપરવાહી રાખવી ન જોઇએ. આનાથી બચવા માટે સહેલી રીત એ છે કે નિયમિત રૂપે કસરત કરવી જોઇએ. ફાસ્ટ ફૂડથી દૂર રહેવું જોઇએ. દરરોજ યુવાનો મોબાઈલ સ્ક્રીન પર ચારથી પાંચ કલાકનો સમય વિતાવતા હોય છે તેને ઘટાડીને કલાક કે પછી સવા કલાકનો કરી નાખવો જોઇએ.

આ ઉપરાંત યોગ્ય રીતે નીંદર કરવી જોઇએ. આ તમામ પદ્ધતિથી તમારી જીવનશૈલી રહેશે તો યુવાનોમાં ડાયાબિટીસથી સહેલાઈથી દૂર રહી શકશે. ડાયાબિટીસ થવા પર સતત દવાઓ પર જીવન જીવવું એ સારો વિચાર નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ