તરોતાઝા

વરસાદી મોસમમાં આવી બીમારીઓથી બચો

કવર સ્ટોરી – રાજેશ યાજ્ઞિક

હાશ, આખરે આકરો ઉનાળો પૂરો થવા આવ્યો અને આપણે વરસાદના વધામણાં લેવા તત્પર થઈ ગયા છીએ. જો કે, જયારે પણ ઋતુનો આવા સંધિકાળ આવે ત્યારે ઉનાળાથી ચોમાસામાં પલટાતી મોસમમાં આવતી કેટલીક બીમારીઓનો સામનો કરવા આપણે તૈયાર રહેવું પડે.

વાતાવરણમાં ભેજની શરૂઆત સાથે ઘણા પ્રકારના પેથોજેન્સ પણ વધવા લાગે છે , જે ઘણા રોગનું કારણ બને છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો દરેકને સલાહ આપે છે કે આ ઋતુમાં ખાનપાન અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો. આ નિષ્ણાતોનું કહેવું છે કે બદલાતા હવામાનના આ સમયમાં સહેજ પણ બેદરકારી તમને બીમાર કરી શકે છે. આવો જાણીએ, આ ઋતુમાં કઈ કઈ બીમારીનું જોખમ વધારે છે ને તેનાથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ?

શરદી – ફ્લૂની સમસ્યા
વરસાદની ઋતુમાં તાપમાનમાં થતી ભારે વધઘટ શરીરને બેક્ટેરિયલ અને વાઈરલ ચેપ તરફ સંવેદનશીલ બનાવે છે, જે મોસમી શરદી અને ફ્લૂનું કારણ બની શકે છે. હવામાનમાં ફેરફારને કારણે આ સમસ્યાનું જોખમ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં વધુ જોવા મળે છે. એનાથી બચવા માટે પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. હૂંફાળું પાણી પીવાથી આ પ્રકારના ઈન્ફેક્શનથી છુટકારો મેળવી શકાય .

મચ્છરજન્ય રોગ
ચોમાસાના સમય દરમિયાન મલેરિયા અને ડેન્ગ્યૂ વગેરે જેવા અનેક પ્રકારના મચ્છરજન્ય રોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. વરસાદને કારણે ભરાયેલું પાણી મચ્છરોની પ્રજનન પ્રક્રિયા માટે એકદમ `શ્રેષ્ઠ’ માનવામાં આવે છે, તેથી પાણી જમા થવાની શક્યતા હોય તેવાં સ્થળની સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપો. આ સિઝનમાં ચેપગ્રસ્ત મચ્છરોના કરડવાથી મલેરિયા કે ડેન્ગ્યૂ જેવા રોગનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ બંને રોગ ગંભીર કિસ્સાઓમાં જીવલેણ બની શકે છે તેથી તેને અટકાવવા માટે મચ્છરોના પ્રજનનને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

હેપેટાઇટિસ -એનું જોખમ
હેપેટાઇટિસ- એ મુખ્યત્વે દૂષિત ખોરાક અથવા પાણીને કારણે થતી સમસ્યા છે. એ મુખ્યત્વે લીવર પર અસર કરે છે. હેપેટાઈટીસ- એથી તાવ, ઊલટી અને શરીર પર ફોલ્લીઓ વગેરે થઈ શકે છે.

સ્વચ્છતાના અભાવે આ સમસ્યાનું જોખમ વધારે છે. આવી સમસ્યાઓથી બચવા માટે ખોરાક અને પાણીની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ ઉપરાંત હવાજન્ય રાગોના ફેલાવાનું પણ જોખમ આ મોસમમાં રહેલું છે. ગેસ્ટ્રોઈન્ટાઇટીસ, લેપ્ટોસ્પાઇરોસિસ, ચિકનગુનિયા, જેવી બીમારીથી નાના-મોટા સહુએ સાવધાન રહેવાની જરૂર છે. શું ધ્યાન રાખશો?

ક પાણીનો જમાવ ન થાય તેનું ધ્યાન રાખો. ઘરમાં રાખેલા છોડના કુંડા, વધારાના ટાયર, આસપાસની જમીનમાં પડેલા ખાડા, નક્કામા ભંગાર, વગેરેમાં ક્યાંય પાણી જમા થવા દેશો નહીં. ચોમાસા સિવાયની ઋતુમાં પણ આ કાળજી તો લેવી જ જોઈએ.

ક મચ્છરો વધુ હોય તો શારીરિક રક્ષણ માટે હાથ-પગ ઢંકાય તેવા કપડાં પહેરો. ખાસ કરીને બાળકો બાબત આ કાળજી લેવી વિશેષ જરૂરી છે.

ક ઘરના બારી-બારણાં પર મચ્છરનો પ્રવેશ રોકે એવી જાળી લગાડી રાખવી બહેતર છે, જેથી ઘરમાં મચ્છરોનો ઉપદ્રવ ઓછો રહે.
ક રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ પણ લાભકારી ગણાય. એનાથી ઊંઘ પણ ન બગડે અને મચ્છરોથી પણ રક્ષણ મળે.
ક બની શકે ત્યાં સુધી ચોમાસાની ઋતુમાં ઉકાળેલું પાણી પીવું જોઈએ, જેથી પાણીજન્ય રોગોથી રક્ષણ મળતું રહે.

આ બધા ઉપરાંત આસપાસની જગ્યાઓનું નિયમિત ફોગિંગ ( રસાયણિક ધુમાડા દ્વારા સ્થળ ચોખ્ખુ કરવું ) કરાવતા રહેવું જોઈએ. આ કામ માટે તમે નગરપાલિકાનો પણ સંપર્ક કરી શકો છો.

ક પ્રતિકારક શક્તિ સારી રહે તે માટે પૌષ્ટિક આહારને પ્રાધાન્ય આપો.

  • નવજાત બાળક કે નાના બાળકને જરૂરી એવી રસીઓ અપાવવામાં આળસ ન કરશો . તેના સમયપત્રક મુજબ અચૂક રસીકરણ કરાવી લેવું.

ક વૃદ્ધોની પ્રતિકારક શક્તિ પણ ક્ષીણ થતી જાય છે, તેથી એમણે પણ આરોગ્યની કાળજી અને ખાનપાન બાબત સતર્ક રહેવું. એમની સંભાળ લેનારા પરિવારના લોકોએ પણ આ વિશે સતર્કતા રાખવી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker