નર્સિંગ: સેવાના આ વ્યવસાયને ફંડની જરૂર
કવર સ્ટોરી – ડૉ. માજિદ અલીમ
આધુનિક નર્સિંગ આંદોલનની જન્મદાતા ફ્લોરેંસ નાઈટેંગલ જેને `વિથ ધ લેંપ’ પણ કહેવામાં આવે છે, તેનો જન્મ 12 મે 1820ના ઈટલીના ફ્લોરેંસમાં થયો હતો. ફ્લોરેંસ નાઈટેંગલે યુદ્ધમાં જખમી સૈનિકોની દેખરેખનું એવું ઉદાહરણ સ્થાપિત કર્યું કે તેમના જન્મદિવસને દુનિયાના 130થી વધુ દેશોમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ફક્ત તેમના સેવાભાવ માટે જ યાદ કરવામાં આવતો નથી પણ જેના પાયા પર આધુનિક નર્સિંગ વ્યવસાયનો પાયો રચાયો હતો.
આ દિવસને એ રીતે પણ યાદ કરવામાં આવે છે કે માનવીય જીવનમાં નર્સોનું શું મહત્ત્વ છે? હાલ વિશ્વમાં લગભગ ત્રણ કરોડની આસપાસ નર્સ છે અને એમ કહી શકાય કે દુનિયાના લોકોનું સ્વસ્થ આરોગ્ય તેમની અથાગ મહેનત અને માનવીય સેવા માટેના તેમના સમર્પણના ભાવ પર ટકેલું છે તો તે અતિશયોક્તિ નહીં કહેવાય. હકીકતમાં નર્સ એવી જ હોય છે કે જે કોઈ પણ બીમાર વ્યક્તિનું સૌથી વધુ ધ્યાન રાખે છે. આરોગ્ય સિસ્ટમ જળવાઈ રહે તે માટે નર્સોનું શક્તિકરણ અને તેમનું સન્માન જરૂરી છે.
નર્સના સમર્પણ ભાવ તેમની અથાગ મહેનત અને દર્દીઓની યોગ્ય રીતે સંભાળને કારણે સમગ્ર આરોગ્ય સિસ્ટમ ટકી રહી છે. તેથી જરૂરી છે કે નર્સિંગ વ્યવસાય માટે મહત્ત્વપૂર્ણ સંસાધન (રિસોર્સિસ) ઉપલબ્ધ થાય, તેમને નાણાકીય સંકટનો સામનો કરવો ના પડે અન્યથા દુનિયાભરના લોકોના આરોગ્યનો પાયો હચમચી જાય છે.
દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ પર આગામી એક વર્ષ માટે આ મહત્ત્વપૂર્ણ વ્યવસાયનું મહત્ત્વ અને તેના વિકાસને ચિન્હિત કરવા માટે એક નિશ્ચિત વિષયને પસંદ કરવામાં આવે છે. વિષયની પસંદગી પરથી એવું કહી શકાય કે આરોગ્યના મૂળ વ્યવસાયમાં પોતાના સંકટ શું છે? અને તેમને કેવી રીતે દૂર કરી શકાય છે?
ઉદાહરણ તરીકે 2024માં ઈંટરનેશલન નર્સ ડેની થીમ છે નર્સોને સશક્ત બનાવવાનો અર્થ છે કે આરોગ્ય સંભાળ પ્રણાલીને મજબૂત બનાવવી. આ થીમ પરથી જાણી શકાય છે કે આધુનિક સ્વાસ્થ્ય વ્યવસ્થામાં નર્સની ભૂમિકા કેટલી મહત્ત્વપૂર્ણ છે?
બે વર્ષ પહેલા દુનિયાને પોતાના સંકજામાં લેનારી કોરોના મહામારીના સમયમાં નર્સનું મહત્ત્વ પૂરા વિશ્વએ અનુભવ્યું હતું. તેમના હાથમાં જ મનુષ્યનું જીવન આવીને થોભી ગયું હતું અને આ કંઈ પહેલી વખત નથી થયું. હંમેશાંથી આરોગ્ય દેખરેખની દુનિયા નર્સ પર જ ટકેલી રહી છે. તેથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હુ)નું માનવું છે કે જો દુનિયામાં આરોગ્યને સુરક્ષિત અને મજબૂત બનાવવું છે તો જરૂરી છે કે આપણી નર્સિંગ જેવી સંસ્થાને મજબૂત બનાવવામાં આવે.
ફ્લોરેંસ નાઈટેંગલ જેના નામ પર આજે પૂરી દુનિયામાં નર્સ જે ઊજવવામાં આવે છે અને જે આધુનિક નર્સના વ્યવસાય પર આધાર છે. તેમની અથાગ મહેનત અને મનુષ્ય પ્રતિ સમર્પણ ભાવના જ હકીકતમાં નર્સિંગ વ્યવસાયની આત્મા છે.
ફ્લોરેંસ નાઈટેંગલ ફક્ત નર્સ જ નહોતી પરંતુ તે પોતાના જમાનાની નર્સ, સમાજ સુધારક અને આધુનિક નર્સિંગ વ્યવસાયની સંસ્થાપક અને ફિલોસોફર હતી.
ક્રીમિયા યુદ્ધ દરમિયાન 1853માં નાઈટેંગલને બ્રિટન અને સહયોગી દેશના સૈનિકોની દેખરેખ માટે તુર્કીમાં તહેનાત કરવામાં આવી હતી. તે જખમી સૈનિકોની દિવસ-રાત સેવા કરતા રહેતાં હતાં અને મોડી રાત સુધી લાલટેન લઈને હૉસ્પિટલોના ચક્કર મારતી હતી. તેથી તેનું નામ `લેડી વિથ ધ લેમ્પ’ પડી ગયું હતું.
વર્ષ 1887માં તેમની સૈનિકો માટે કરવામાં આવેલી મહાન સેવાની નોંધ બ્રિટનની રાણી વિક્ટોરિયા અને રાજકુમાર આલબર્ટે પણ લીધી હતી. તેમણે યુદ્ધમાં જખમી સૈનિકોની દેખરેખમાં અથાગ સમર્પણ તો દેખાડયું હતું પણ સાથે જ જખમી સૈનિકો, દર્દીઓ અને અસ્વસ્થ લોકોની આરોગ્ય સંબંધી દેખરેખ માટે લગભગ 200 પુસ્તકો, પ્રિસ્ક્રિપ્શન અને ઓબ્ઝર્વેશના આધાર પર અગણિત રિપોર્ટ પણ લખ્યા હતા. તેના પર અમલ કરીને લાખો લોકોને મૃત્યુના મુખે જતા બચાવવામાં આવ્યા . આજે પણ તેમના આરોગ્ય સંબંધી લખેલાં સૂચનોને કારણે લાખો લોકોને મોતના મુખેથી જતા બચાવવામાં આવ્યા છે.
બીમાર લોકોની દેખરેક માટે તેમણે એક પ્રક્રિયા નક્કી કરી, જેને રોજ ડાયગ્રામ પણ કહેવામાં આવે છે. આજે પૂરી દુનિયામાં તેમના આ સમર્પણથી નિર્માણ થયેલા નર્સિંગ વ્યવસાયમાં ત્રણ કરોડથી પણ વધુ નર્સ પૂરી દુનિયાની સંભાળ લઈ રહી છે અને તેમના 130થી વધુ રાષ્ટ્રીય સંગઠન મળીને દર વર્ષે 12 મેના આ વિશેષ દિવસ ઉજવે છે અને દુનિયાના સારા આરોગ્ય માટે દર વર્ષે ઊંડી શોધ અને નિરીક્ષણથી દર વર્ષે એક નવો વિષય પસંદ કરે છે, જેના પર અમલ કરવાથી દર વર્ષે લાખો લોકો મોતના મુખે જતા બચી
જાય છે.