તરોતાઝા

યોગ મટાડે મનના રોગ: હવે યોગવિદ્યા ચિકિત્સા માટે પણ પ્રયોજાય છે

કવર સ્ટોરી – ભાણદેવ

પ્રસ્તાવના
વર્તમાનકાળમાં યોગનો વ્યાપ વધતો જાય છે અને સાથે સાથે માનસિક રોગનો વ્યાપ પણ વધતો જાય છે. `યોગ મટાડે રોગ’ અનુસાર યોગ અને રોગ પરસ્પર વિરોધી ઘટનાઓ છે. યોગ દ્વારા રોગનું નિવારણ થાય છે અને છતાં અન્ય કારણોસર યોગનો વ્યાપ વધ્યો હોવા છતાં રોગનો વ્યાપ પણ વધ્યો છે.

સ્વરૂપત: યોગ શારીરિક શિક્ષણની પદ્ધતિ કે ચિકિત્સા પદ્ધતિ નથી, તદનુસાર યોગ કોઈ માનસચિકિત્સા પદ્ધતિ પણ નથી. તો યોગ શું છે? યોગ સ્વરૂપત: અધ્યાત્મવિદ્યા છે. અધ્યાત્મ જીવનનું કેન્દ્રસ્થ તત્ત્વ છે અને કેન્દ્રની અસર પરિઘ પર થાય જ છે. તદનુસાર અધ્યાત્મવિદ્યા તરીકે યોગ આત્માનું વિજ્ઞાન હોવા છતાં તેનો સંસ્પર્શ મન, પ્રાણ, શરીર સુધી પહોંચે જ છે. વળી યોગમાં ધ્યાન આદિ અંતરંગ સાધના સાથે યોગાસન-પ્રાણાયામ આદિ બહિરંગ સાધના પણ છે, જે સાધના શરીરથી પ્રારંભ કરે છે. યોગનું આવું સ્વરૂપ હોવાથી યોગનાં પરિણામો શરીર, પ્રાણ અને મન સુધી પહોંચે છે. આમ હોવાથી યોગ શારીરિક શિક્ષણની પદ્ધતિ, શારીરિક ચિકિત્સા પદ્ધતિ અને માનસચિકિત્સા પદ્ધતિ પણ બની શકે એવું યોગનું સ્વરૂપ છે – એવું યોગનું પોત છે.

શારીરિક શિક્ષણની પદ્ધતિ તરીકે યોગનો ઠીકઠાક વિચાર અને વિનિયોગ થયો છે અને થઈ રહ્યો છે. શારિરીક ચિકિત્સા પદ્ધતિ તરીકે પણ યોગનો વિચાર અને વિનિયોગ બંને થાય છે અને થઈ રહ્યો છે. એક માનસચિકિત્સા પદ્ધતિ તરીકે યોગનો વિચાર અને વિનિયોગ અલ્પ પ્રમાણમાં કે નહીંવત્‌‍ થયો છે. ચાલો, આપણે પ્રારંભ કરીએ.

યાદ રહે – યોગ મૂલત: અધ્યાત્મવિદ્યા છે. યોગ પોતાનું આ મૂળભૂત સ્વરૂપ જાળવી રાખે, ગુમાવી ન બેસે – આ સિદ્ધાંત સતત નજર સમક્ષ રાખીને આપણે માનસિક રોગોની ચિકિત્સા માટે યોગનો વિચાર અને વિનિયોગ કરવાનો છે.

આધુનિક મનોરોગવિજ્ઞાન, આધુનિક માનસચિકિત્સા વિજ્ઞાન અને યોગવિદ્યા – આ ત્રણેય વિદ્યાઓના પર્યાપ્ત જ્ઞાનપૂર્વક જ યૌગિક માનસચિકિત્સા શાસ્ત્રનું નિર્માણ અને વિકાસ થઈ શકે છે. યથાશક્ય પૂર્વતૈયારીપૂર્વક આવો એક પ્રયત્ન અહીં આ પુસ્તક દ્વારા થાય છે.
આ પુસ્તક યૌગિક માનસચિકિત્સાનો સાંગોપાંગ કે પરિપૂર્ણ ગ્રંથ નથી. યૌગિક માનસચિકિત્સા-વિષયક યથાશક્ય શાસ્ત્રીય ગ્રંથના નિર્માણનો એક પ્રયત્ન છે. આ પ્રયત્ન કેટલે અંશે સફળ થયો છે તે તો આ વિષયના નિષ્ણાત મહાનુભાવો જ નક્કી કરી શકે છે. એમ તો આ એક પ્રભુપ્રદત્ત કાર્ય ઉપાસનાભાવે આચરીને તેમનાં ચરણોમાં અર્પણ કરીએ છીએ.
કોઈ મનોરોગી આ પુસ્તક વાંચીને પોતાની જાતે જ પોતાની માનસચિકિત્સા કરવાનો પ્રયત્ન ન જ કરે, એવી અમારી ખાસ ભલામણ છે. તે કાર્ય રોગીઓનું નથી, ચિકિત્સકોનું – તજ્જ્ઞોનું છે.

આ દિશામાં આ તો પ્રારંભનો પ્રયત્ન છે. આ દિશામાં ઘણા સંશોધનને – ઘણા અભ્યાસને અવકાશ છે. ભગવાન કરે ને આ દિશામાં એટલા અને એવા પ્રયત્નો થાય કે અમારો પ્રારંભિક પ્રયત્ન તો તેમની નીચે દબાઈ જાય.
નવાં સંશોધનો, નવા વિચારો અને નવા પ્રયોગોનો આ યુગ છે. આજ સુધી યોગવિદ્યા માત્ર અધ્યાત્મવિદ્યા જ રહી છે. હવે યોગવિદ્યા ચિકિત્સા માટે પણ પ્રયોજાય છે. યોગવિદ્યા માનસચિકિત્સા માટે પણ પ્રયોજાય તે ઈષ્ટ છે. તેનાથી માનસિક રોગોની સારવારના ક્ષેત્રમાં એક નવા આયામનો ઉઘાડ થઈ શકે તેમ છે.
વસ્તુત: આ કોઈ એકલદોકલ વ્યક્તિનું કાર્ય નથી. આ કાર્યમાં ઘણા હાથ, ઘણાં હૈયાં અને ઘણાં મસ્તક એક સાથે કામે લાગી જાય તેવી અપેક્ષા છે.
આ પહેલાં `ભારતીય મનોવિજ્ઞાન’ નામનું મારું એક પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે અને આ વિષયના નિષ્ણાતોમાં આદર પામ્યું છે. આ દિશાનો મારો આ બીજો પ્રયત્ન છે. આ પ્રયત્ન કેવો થયો છે તે તો તે વિષયના નિષ્ણાતો જ નક્કી કરશે. અમે તો…

ટ્ટમડર્ૈ્રૂિ મશ્નટૂ ઉંળજ્ઞર્મૈડ ટૂફ્ર્રૂપજ્ઞમ લપક્ષૃ્રૂજ્ઞ ।
આમ અનુભવીને – આમ કહીને મુક્ત થયા.
આવાં પુસ્તકો સામાન્ય રીતે પ્રકાશિત કરવાનું કાર્ય મુશ્કેલ હોય છે, પરંતુ અમારા સાહસિક અને સમર્થ પ્રકાશક પ્રવીણ પ્રકાશનના શ્રી ગોપાલભાઈ મુશ્કેલ કાર્યને પણ સરળ બનાવી દે તેવા છે. આ પુસ્તક `યૌગિક માનસચિકિત્સા’ પ્રકાશિત કરવા માટે હું શ્રી ગોપાલભાઈનો ખાસ આભાર માનું છું.

ડળ્ઘૃણ: લગ્ઘણળજ્ઞ ધુ્રૂળટ્ર લગ્ઘણળ: યળાધ્ટપળન્નણૂ્રૂળટ્ર ।
યળધ્ટળજ્ઞ પૂખ્ર્રૂટજ્ઞ ધ્ઢજ્ઞફ્ર્રૂ : પૂુશ્નટ્ટમધ્્રૂળણ્ર મપળજ્ઞખ્રૂજ્ઞટ્ર ॥
“દુર્જનો સજ્જનો બને, સજ્જનો શાંતિ પામે, શાંત બંધનમાંથી મુક્ત થાય અને મુક્ત અન્યને મુક્ત કરે.”
પરમકૃપાળુ પરમાત્મા સૌને સ્વસ્થ રાખે – સૌનું કલ્યાણ કરે!

-ભાણદેવ

  1. યોગ એટલે શું ?
    આપણી ચારેબાજુ વિસ્તરેલું ભૌતિક જગત જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રતીત થાય છે, તેથી આપણે તેનો નિ:શંક સ્વીકાર કરીએ છીખે. આ દૃશ્યમાન જગતમાં જ અસ્તિત્વની ઈતિશ્રી નથી. આ ભૌતિક જગતથી પર ચેતનાના અનેક સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્તરો સુધી અસ્તિત્વ પ્રસરેલું છે – વિસ્તરેલું છે. સમગ્ર સૃષ્ટિને સ્થૂળ, સૂક્ષ્મ અને અવ્યક્ત – એમ ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે.

સૃષ્ટિનાં આ બધાં સ્વરૂપો પર અને તે બધાંમાં ઓતપ્રોત એક ચૈતન્યતત્ત્વ છે. આ ચૈતન્યનો સંપર્ક, તેની સાથે તાદાત્મ્ય, તેની સંપ્રાપ્તિમાં જીવનની કૃતાર્થતા છે. આ પરમ ચૈતન્ય – પરમ સત્યની પ્રાપ્તિ જીવનનું સર્વોત્તમ અને સવોચ્ચ ધ્યેય છે. પરમ સત્યની પ્રાપ્તિની આ મહાન ઘટનાને જ ભગવત્પ્રાપ્તિ, આત્મપ્રાપ્તિ બ્રહ્મપ્રાપ્તિ, જીવનમુક્તિ, નિર્વાણ આદિ શબ્દો દ્વારા સૂચિત કરાય છે.
જેમ ભૌતિક જગતના અભ્યાસ માટે અનેક વિજ્ઞાનશાખાઓનું નિર્માણ થયું છે, તેમ પરમ ચૈતન્યની સંપ્રાપ્તિ માટે કોઈ સાધનમાર્ગ છે? હા, તે લક્ષ્ય સધી પહોંચાડનાર સાધનપથને યોગ' એવું નામ આપવામાં આવે છે. આમ યોગ એટલે પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધનપદ્ધતિ. યોગ એટલે અધ્યાત્મનું વિજ્ઞાન. યોગસૂત્ર’ના પ્રારંભમાં ભગવાન પતંજલિ યોગની વ્યાખ્યા આપે છે :
્રૂળજ્ઞઉંહ્યણ્ળમૈણ્ળણફળજ્ઞઢ: ।
– ્રૂળજ્ઞ.લુ. : 1-2
“યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ.”
અહીં નિરોધનો અર્થ દમન નહીં, પણ શમન છે. અંતરંગ અને બહિરંગ યોગના અભ્યાસથી ચિત્તની વૃત્તિઓ શાંત થવા માંડે છે અને આખરે ચિત્ત વૃત્તિઓથી મુક્ત બને છે. આ વૃત્તિમુક્ત અવસ્થાને નિરોધાવસ્થા કહે છે.
આ નિરોધાવસ્થા દ્વારા શું સિદ્ધ થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર ભગવાન પતંજલિ પછીના સૂત્રમાં આપે છે :
ટડળ ત્શ્ૂ : શ્નમ્યક્ષજ્ઞજમશ્નઠળણપ્ર ।
– ્રૂળજ્ઞ.લુ. : 1-3
“તે અવસ્થામાં (ચિત્ત વૃત્તિઓના નિરોધની અવસ્થામાં) દ્રષ્ટા (પુરુષ કે પ્રત્યગાત્મા) પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે.”
આમ ચિત્તવૃત્તિઓના નિરોધ દ્વારા આત્મસ્થિતિ સુધી પહોંચાય છે, જે યોગનું
લક્ષ્ય છે. ભગવાન વ્યાસ `યોગસૂત્ર’ પરના પોતાના ભાષ્યમાં યોગની વ્યાખ્યા આપતાં
કહે છે :
્રૂળજ્ઞઉં : લપળઢ : ।
“યોગ એટલે સમાધિ-અવસ્થા.”
ચિત્તની વૃત્તિઓના નિરોધની અવસ્થાને જ સમાધિ પણ કહે છે. સમાધિનાં પણ અનેક સ્વરૂપો છે. સાધક વિકસતાં-વિકસતાં આખરે કૈવલ્યાવસ્થા સુધી પહોંચે છે. તેને જ આત્મસ્થિતિ કહેવામાં આવે છે. આ અવસ્થાને જ યોગ અર્થાત્‌‍ અધ્યાત્મનું લક્ષ્ય ગણવામાં
આવે છે.
જીવનનું સ્વરૂપ ઘણું વ્યાપક અને રહસ્યપૂર્ણ છે અને તેથી અધ્યાત્મનું ક્ષેત્ર ઘણું વિશાળ, સૂક્ષ્મ અને શબ્દાતીત છે. આમ હોવાથી યોગની વ્યાખ્યા આપવાનું કાર્ય ઘણું કઠિન છે. યોગની વ્યાખ્યા નિશ્ચિત કરીએ તે પહેલાં યોગના સ્વરૂપ અંગે કેટલીક મૂળભૂત હકીકત સમજી
લઈએ.
(1) યોગનું લક્ષ્ય આધ્યાત્મિક પરિપૂર્ણતા છે. આધ્યાત્મિક પરિપૂર્ણતાના સ્વરૂપ વિશે ભિન્નભિન્ન ધારણાઓ છે. આ દરેક ધારણા પરમ સત્યના કોઈ એક કે વધુ પાસાંને વિશેષ મહત્ત્વ આપે છે.
(2) યોગના આ લક્ષ્ય સુધી પહોંચવાનો સાધનમાર્ગ આપે છે. સાધ્યના સ્વરૂપ વિશેની કંઈક અંશે ભિન્નભિન્ન ધારણાઓને અનુરૂપ ભિન્નભિન્ન સાધનમાર્ગો છે. દરેક સાધનમાર્ગ પરમતત્ત્વના કોઈ એક કે વધુ પાસાંને તથા સાધકના વ્યક્તિત્વનાં કોઈ એક કે વધુ પાસાંને તથા સાધકના વ્યક્તિત્વનાં કોઈ એક કે વધુ પાસાંને કેન્દ્રમાં રાખીને રચાયાં છે. દા. ત. જ્ઞાનયોગ વિશુદ્ધ બુદ્ધિને, હઠયોગ પ્રાણને અને ભક્તિયોગ ભાવને કેન્દ્રમાં રાખે છે.
(3) દરેક સાધનમાર્ગને પોતાનાં દર્શન, મનોવિજ્ઞાન અને સાધનપદ્ધતિ હોય છે. દરેક સાધનમાર્ગ એક વિશિષ્ટ યોગપદ્ધતિ છે.
(4) આ ભિન્નભિન્ન સાધનમાર્ગ અર્થાત્‌‍ યોગપદ્ધતિઓ વચ્ચે પરસ્પર વિરોધ નથી, કારણ કે બધા એક જ પરમ સત્ય તરફ દોરી જતા સાધનપથ છે.
(પ) ભિન્નભિન્ન યોગપદ્ધતિઓનો સમન્વય પણ શક્ય છે.
આપણે જોઈ ગયા તે પ્રમાણે યોગ અર્થાત્‌‍ અધ્યાત્મપથનાં સ્વરૂપો વિશે ઉપરોક્ત હકીકતોને દૃષ્ટિ સમક્ષ રાખીને યોગની એક વ્યાપક વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ :
“યોગ એટલે પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધનાપદ્ધતિ.”
અથવા
“યોગ એટલે અધ્યાત્મનું દર્શન, વિજ્ઞાન અને કળા.” ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો