કોર્ન સિરપ ઘાતક છે
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
ભારતીય ખાન-પાનની સદીઓ જૂની સમૃદ્ધ પરંપરા રહી છે. ભારતમાં ખાન-પાનની વાનગીઓ જેટલી બને છે. તેટલી પૂરા વિશ્ર્વના બીજા દેશોમાં કયાંય બનતી નથી. ભારતીય ભોજન સ્વાસ્થ્યના માપદંડથી બનતાં વ્યજનો છે. જે સ્વાદ અને સ્વાસ્થ્ય અનોખો સુમેળ છે. ઘણાં વર્ષોથી ગુલામી તેમ જ બાહ્ય દેશોના આક્રમણ ભારતીય ભોજન પર ઘણાં પ્રકારે આક્રમણ કર્યું છે. પ્રાકૃતિક રીતે બનતા ભોજનમાં ભારત સર્વશ્રેષ્ઠ છે. બહારના દેશોના કેમિકલયુક્ત આહારે આપણા ભોજન પર પ્રહાર કર્યા છે. આ આક્રમણકારીઓના આવવાથી ખાન-પાનની વિભિન્ન શૈલી વિકસિત થઇ. ભારતીય સભ્યતા નિરંતર વિકાસ પથ પર અગ્રેસર હતી. આક્રમણકારીઓની ખાન-પાનની વ્યવસ્થામાં કોઇ તાલમેલ નથી. નીચે બેસીને ખાવાની પરંપરામાં સભ્યતા હતી. આ સભ્યતા તેમ જ ખાન-પાનમાં વિકૃત્તી થઇ ગઇ હોય એવું જણાય છે.
ભારતીય મિઠાઇઓ પોતાની સમૃદ્ધતા અને વિવિધ વિરાસ્ત માટે પ્રખ્યાત હતી. પ્રાકૃતિક સામગ્રીથી વિભિન્ન ક્ષેત્રોમાં, સંસ્કૃતિમાં અને પરંપરાઓથી પ્રભાવિત હતી. જયારે મોટા તહેવારો આવે અને ઋતુઓની અનુકૂળતા અનુસાર મીઠાઇઓ બનતી હતી. ભારતીય મીઠાઇઓ બનાવવામાં સરળ હતી. જે ફળો સૂકામેવા અને પ્રાકૃતિક મીઠાશથી બનતી હતી. હવે આ પ્રક્રિયાને ઘણી જટીલ અપ્રાકૃતિક અને હાનિકારક બનાવી દીધી છે. દિવાળી જેવા તહેવારોમાં પણ પારંપારિક મીઠાઇ ભુલાતી જાય છે. વધુ સાકર તેમ જ આર્ટિફિશિય સાકર, હાનિકારક રંગો, રસાયણો યુકત બની ગઇ જે ફકત આંખોને લોભાવે છે. આ સાથે-સાથે રિફાઇન્ડ તેલમાં તળીને બનાવતા ફરસાણ, મીઠાઇ અને ફરસાણનો ઉપયોગ આડેધડ વધ્યો છે. જેથી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કફ, શરદી, ડાયાબિટીસનું વધી જવું, હાર્ટએટેક, પેરાલિસિસના દર્દીઓ વધુ જોવા મળે છે.
સાકરના ઉપયોગની જગ્યા એ હવે પ્રમાણમાં સિરપનો ઉપયોગ વધ્યો છે. સફેદ સાકર તો ઘાતક છે. આ સિરપનો ઉપયોગ તેથી વધુ ઘાતક છે. સુગર ફ્રીના નામે આ સિરપ વપરાય છે. આ સિરપ છે કોર્ન સીરપ. આ હાઇફ્રકટોસ સિરપ (એચ.એફ.સી.એસ.) જે કોર્ન સ્ટાર્ચથી તૈયાર થાય છે. આ હાઇફ્રકટોસ સિરપમાં કેલરીની માત્રા ખૂબ જ વધારે છે. ગ્રેડના આધારે ગ્લુકોઝ, માલ્ટોઝ અને ઉચ્ચ ઓલિગો સેક્રેરાઇડ વધુ માત્રામાં છે. ફકત ખાદ્ય-પદાર્થોને નરમ રાખવા માટે આ નુકસાનકારક સિરપનો ઉપયોગ થાય છે. માત્રા વધારવા, સાકરના ક્રિસ્ટલીકરણને રોકવા, સ્વાદ વધારવા માટે ઉપયોગ થાય છે. સાકરની જેમ આને પણ રિફાઇન્ડ કરવામાં આવે છે. તેમ જ પ્રીઝવેટીવ સોડિયમ બેન્ઝોડોઇટ નાખવામાં આવે છે. ડાર્ક કરવા માટે આર્ટિફિશિયલ કલર નાખવામાં આવે છે.
૨૧ માર્ચ ૨૦૦૯ના ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખ આ ઉચ્ચ ફૂકટોઝડ કોર્ન સિરપના નુકસાન વિશે જણાવ્યું છે. અમેરિકા દેશમાં આ કોર્ન સિરપ ઉપયોગ કેક, બિસ્કિટ બેવરેઝ, આઇસક્રીમ, ઠંડાપીણામાં, કેન્ડી, કેરેમલ ચોકલેટ બેકરી, પ્રોડક્ટસ જેવા ખાદ્ય પદાર્થમાં ઉપયોગ થાય છે.
પોષણ વિશેષજ્ઞો દ્વારા અમેરિકામાં આની વિરુદ્ધ અભિયાન ચલાવ્યું કે કોર્ન સિરપને કારણે સ્વાસ્થ્ય પર હાનિકારક પ્રભાવ પાડે છે જેના કારણે ટાઇપ-૨, ડાયાબિટીસ, હૃદયરોગ વજન વધવું કોલેસ્ટ્રોલનું સ્તર વધવું, લીવર પર અસર થાય છે. આપણે જાણીએ છીએ કે અમેરિકા જેવા દેશમાં વજન વધારે હોય એવી જનસંખ્યાનું પ્રમાણ ઊંચું છે. હૃદયરોગનું પ્રમાણ પણ અધિક છે. હાલમાં આપણાં દેશમાં વિદેશી કંપનીઓનું પ્રમાણ વધ્યું છે. ખાદ્ય-પદાર્થની રેસ્ટોરેન્ટમાં વિદેશી વ્યજંનોનું પ્રમાણ વધ્યું છે. જે લોકોને આકર્ષિત કરી રહી છે. લોકો પણ આવી રેસ્ટોરેન્ટમાં જવાનું વધુ પસંદ કરે છે. તેથી ભારતમાં પણ બાળકોમાં મોટાપો વધ્યો છે. યુવાનોમાં હૃદયરોગનું પ્રમાણ વધ્યું છે. સ્ત્રીઓ પણ વધુ પ્રમાણ ઓબેસ થાય છે. આ સિરપ ભારતમાં પણ વાપરવાનું પ્રમાણ વધ્યું છે. પણ આ આપણા માટે ઘાતક છે.
સિરપમાં હજુ એક સિરપ છે. રાઇસ સિરપ આનો ઉપયોગ પણ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં વધુ થઇ રહ્યો છે. આમાં પણ પોટેશિયમ સોરબેટ, સોડિયમ એસિડ ફોસ્ફેટ, કેરેમલ કલર, ડીકેલ્શિયમ ફોસ્ફેટ, લિકિવડ ગ્લુકોઝ, સોડિયમ અને અમોનિયમ બાય-કાર્બોનેટ સોડિયમ સીટ્રેક, અલ્જીનેટ ફૂડ કેમિકલ જેવા અનેક રસાયણો આ સિરપોમાં વપરાય છે. આ સિરપો નેચરલ છે. એવી ભ્રામક જાહેરાતોથી બચવું જરૂરી છે. સફેદ સાકર તો ઘાતક છે. સાથે આ પણ એનાથી વધુ ઘાતક છે. વાચકો આનું ધ્યાન જરૂર રાખે છે. ઘણાં ખાદ્ય પદાર્થોમાં આ વપરાય છે. તેના લેબલ પર વાચવું જરૂરી છે. ડૉક્ટરો, વિશેષજ્ઞો અને રાજકારણી બોલતા રહેશે કે જીવનશૈલમાં સુધાર કરો, પણ આ બીમારીઓનું મૂળ કારણ જણાવતા નથી. આપણે સાવધાન રહેવું જરૂરી છે.
આ સિરપો અને સુગર કેટલી ઘાતક છે. તેની માટે ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયામાં એક ડોકયુમેન્રી ફિલ્મ ‘ધેટ સુગર’ બનાવામાં આવી છે. આના નિર્દેશક અને અભિનય ડેમન ગેમ્યુએ કર્યું છે. આ ફિલ્મ ખાદ્ય પદાર્થમાં છુપાયેલી સાકર અને માનવ શરીર પર આનો શું પ્રભાવ પડે છે એ દેખાડે છે. આ ફિલ્મમાં ગેમ્યુ પર પ્રયોગનું અનુસરણ કરતી વાત મૂકવામાં આવી છે. સાકર વાપરવાને કારણે ગેમ્યુનું વજન વધી ગયું, સુસ્તી વધી ગઇ, અને ફેટી લીવરનો રોગ થયો. આ ફિલ્મની સમીક્ષા અમેરિકામાં કરવામાં આવી, કેટલી ઘાતક છે તે જણાયું. આ ફિલ્મ આપના વિચારો બદલી નાખશે. સ્વસ્થ ભોજન તરફ વાળશે.
આ સિરપોનો પાચન શક્તિ નબળી કરી ઘણાં રોગને નિમંત્રણ આપે છે. આ સિરપો બનાવતી કંપનીઓની ભરમાર છે. એક બ્રિટિશ બ્રાંડની કંપની ૬૮ સ્વાદમાં સિરપ બનાવે છે. ફેંચ બ્રાંડની કંપની ૧૨૩ સ્વાદમાં સિરપ બનાવે છે. આવી લગભગ ૨૦થી ૨૨ કંપની છે. જે અલગ અલગ સ્વાદવાળા સિરપ બનાવે છે.
બીજા સિરપ જેવા કે ઉલ્ટાચીની સિરપ, મેડનહેયર સિરપ, પામસિરપ, મેપલ સિરપ, મિજુઆમે સિરપ જે જાપાનમાં બને છે. પેકમેજ સિરપ જે દ્રાક્ષમાંથી બને છે. આ સિરપોનું લિસ્ટ બહુ લાબું છે.