‘પિતૃભ્ય: નમ:’ પિતૃઓનાં સર્વસુખ માટે જાપ કરવો

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહમાં આરોગ્યદાતા સૂર્ય ક્ધયા રાશિ (મિત્ર રાશિ), મંગળ- તુલા રાશિ, બુધ-ક્ધયા રાશિ, ગુરુ-મેષ વક્રીભ્રમણ, શુક્ર-સિંહ રાશિ, શનિ-કુંભ(સ્વગૃહી)વક્રીભ્રમણ, રાહુ-મેષ વક્રીભ્રમણ, કેતુ-તુલા વક્રીભ્રમણ રાશિમાં રહેશે.
આ સપ્તાહમાં ગોચર પરિભ્રમણમાં ચંદ્ર સિવાયના કોઈ જ ગ્રહો રાશિ પરિવર્તન કરતા નથી સાથો-સાથ શ્રાદ્ધ પક્ષ તા.૧૪ના રોજ સર્વપિતૃ અમાસ, તા.૧૫ રવિવારથી શારદીય નવરાત્રી પ્રારંભ થશે. મેલેરિયા, ડેન્ગ્યૂ, વાયરલ ફિવરનો વાવર અને જાડા ઊલટીના કેસો માઝા મૂકશે. બજારુ પાણી તેમ જ ચા પાણી-નાસ્તો કરશો નહીં. નિત્ય સવારે માટલાનું ઠંડું પાણી સાથે તુલસી પતા ખાશો. આરોગ્ય માટે હિતાવહ રહેશે. યુવાવર્ગ તેમ જ ગૃહિણી મહિલાઓને મન ભાવતી પાણીપુરી ઘરે બનાવીને ખાશો. તા.૧૪ના સર્વપિતૃ શનિવારી અમાસ હોવાથી અસાધ્ય રોગો તેમ જ વારસાગત રોગોથી પીડિત જાતકો માટે કાચું દૂધ, કાળા તલ સાથે શુદ્ધ જળ દેવાધિદેવ મહાદેવજીને જળાભિષેક કરવાથી આરોગ્ય સંબંધિત રાહત મળશે. લાંબા સમયથી રોગ, માંદગીથી પીડિત દર્દીઓ માટે આવા દિવસે પીપળના ઝાડ નીચે ૨, ૫, ૧૧ અથવા ૧૬ દીપક પ્રગટાવવા જોઈએ. તુલસી અને પીપળાના ઝાડને જળ ચડાવવું પણ ઉત્તમ માનવામાં આવે છે, સાથો-સાથ ‘પિતૃભ્ય: નમ:’ પિતૃઓનાં સર્વસુખ માટે આ મંત્રનો જાપ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરતા રહીને તાંબાના કળશ વડે પિતૃઓનો શુદ્ધ જળ સાથે અભિષેક કરવો. યથાશક્તિ મુજબ ગાયને રોટલો આપો, શ્ર્વાનને ખાવાનું આપો, કિડિયારું પૂરો અને કાગડાને ખીરપૂરી અવશ્ય
નાખવી.
મેષ (અ, લ, ઇ) શિર દર્દ સતાવે,સમય સર ઊંઘ ન આવવાથી આરોગ્ય બગાડે. એસિડિટીની સાધારણ સમસ્યા લાગે. નિત્ય પૂજામાં અલગથી કાચા તેલનો દીપક હનુમાનજીને કરવાથી એકંદરે તબિયતમાં સુધારો જોવા મળે.
વૃષભ (બ, વ, ઉ) ખભામાં દુખાવો જણાય. યુરિનમાં અટકાયેત લાગે. તાત્કાલિક યોગ્ય ડૉક્ટરને બતાવી નિદાન કરાવવું.
બાહ્મણને સફેદ ચીજવસ્તુઓનું દાન સાથે દૈવીકવચનો પાઠ કરશો.
મિથુન (ક, છ, ધ) માથામાં ખોડો થવાથી ઊંઘ ન આવવાની શિકાયત બને. પેટમાં સતત દુખાવો રહ્યા કરે. દેવાધિદેવ મહાદેવના દર્શન સાથે રુદ્રાભિષેક કરશો.
કર્ક (હ, ડ) અકારણ માનસિક ભય ચિંતાઓ રહે, પરંતુ વાસ્તવિકતા અલગ જ હોય. ચંદ્ર ગ્રહના જાપ સાથે તેનો પાઠ કરવો.
સિંહ (મ, ટ) કબજિયાતની તકલીફ હજુ યથાવત્ રહેશે. વાદ-વિવાદને કારણે સંબંધો બગડવાથી તબિયત પર ગંભીર અસર પડી શકે. વહેલી સવારે શુદ્ધ જળમાં કંકુ નાખીને સૂર્યને અર્ઘ્ય આપશો. આદિત્ય કવચનો પાઠ કરશો.
ક્ધયા (પ, ઠ, ણ) આ સપ્તાહમાં આરોગ્ય માટે કોઇ જ ચિંતાનું કારણ રહેશે નહીં. હાથમાં સાધારણ ખાલી ચડવાની તકલીફ જણાય. જૂનાં કપડાં, વાસણ તથા નકામી ચીજવસ્તુઓ જરૂરિયાતવાળાને આપવી. બજારુ ચીજવસ્તુઓ ખાવી નહીં. કુળદેવી ઉપાસના અવિરત કરવી.
તુલા (ર, ત) આ સપ્તાહના અંતે ઝઘડો કે મારામારી થવાથી ઈજાઓ થઈ શકે. યુરિન સંબંધિત તકલીફ આવી શકે. ભદ્રકાળી માતાજીને સંધ્યા સમયે દીપ કરશો તેમ જ મંત્રજાપ કરશો.
વૃશ્ર્ચિક (ન, ય) મસાની સમસ્યા જણાય. પાણીજન્ય રોગ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. બજરંગ બાણ તેમ જ હનુમાન ચાલીસાનું પઠન કરવું.
ધન (ભ, ધ, ફ, ઢ) બગડેલ આરોગ્ય શીઘ્ર સુધરતી જણાશે. ગુરુમંત્ર જાપ ઉત્તમ સાથે પોતાના માનેલા ગુરુદેવનો શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવશો.
મકર (ખ, જ) સપ્તાહના અંતે કબજિયાતની બીમારી વધુ સતાવશે. હનુમાન ચાલીસા પઠન સાથે ગાય માતાને લીલું ઘાસ ખવડાવશો.
કુંભ (ગ, શ, સ) સપ્તાહના શરૂઆતથી શારીરિકરીતે કોઈપણ પ્રકારની ફરિયાદ રહેશે નહીં, પરંતુ સપ્તાહના છેલ્લા દિવસે ઢીંચણમાં મચકોડ આવી શકે. ગરીબોને ખાવાની ચીજવસ્તુઓ ગરમાગરમ વહેંચશો.
મીન રાશિ યુવાવર્ગમાં કોરોનાની બીમારી માટેનો માનસિક ભય કંઈક અંશે સતાવે. ડેન્ગ્યૂ થવાની સંભાવના રહેલી છે. ગુરુ ઉપાસના સાથે દેવાધિદેવ મહાદેવને નિત્ય જળાભિષેક કરશો.
અગામી તા.૧૪ ભાદરવા વદી-શનિવારી અમાસના દિવસે કંકણા કૃતિ સૂર્યગ્રહણ ક્ધયા રાશિમાં ચિત્રા નક્ષત્રમાં કંકણા આવૃત્તિ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ઉત્તર, મધ્ય, દક્ષિણ અમેરિકામાં દેખાશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. જેથી ધાર્મિક રીતે પાળવાનું નથી, પરંતુ ટૂંકી કે લાંબી મુસાફરી ટાળવી આરોગ્ય માટે હિતાવહ રહેશે.