તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

ફોકસ ઃ કૅવિટી પણ બની શકે છે કૅન્સરનું કારણ

પ્રથમેશ મહેતા

મિશિગનમાં રહેતા ચાળીસ વર્ષના ટ્રાયથલિટ ક્રિસ કૂકને 2022માં મોંમાં વિચિત્ર સ્વાદ આવવા માંડ્યો હતો. એ વખતે તેણે દોડવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. એ દરમિયાન તેને લાગ્યું કે આ કદાચ એની કેવિટીને કારણે હશે. ક્રિસ પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ સજાગ રહે છે.

જોકે વધુ તપાસ કર્યા બાદ જાણ થઈ કે તેને ગ્લિયોબ્લાસ્ટોમા નામનું બ્રેન ટ્યૂમર છે. એના માટે તેણે છ અઠવાડિયાં સુધી રેડિએશન, 42 દિવસ સુધી કિમોથેરાપી અને એક વર્ષ સુધી દર 28 દિવસે કિમોથેરાપી કરાવ્યા બાદ છેવટે 2024ની મેમાં ક્રિસ કેન્સર મુક્ત બન્યો છે. પોતાની આ જર્ની માટે તે એમ.ડી. એન્ડરસન કૅન્સર સેન્ટરના ડૉક્ટરોની સાથે પોતાના પરિવારનો આભાર માને છે કે જેમણે તેને સકારાત્મક અભિગમ અને દૃઢ વિશ્વાસ અપાવ્યો હતો.

તાજેતરમાં જ પોતાના અનુભવ વિશે ક્રિસે કહ્યું કે, ‘મને 2022મી ડિસેમ્બરે દોડતી વખતે મોંમાં કાંઈક અજીબ સ્વાદ આવ્યો. થોડું આગળ વધ્યા બાદ મને ગભરામણ થવા લાગી અને હું બેભાન થઈ ગયો હતો.’
ઇમરજન્સી વૉર્ડમાં તેને ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. તેની બોલવાની ક્ષમતા પણ જતી રહી હતી. બાદમાં હૉસ્પિટલમાંથી તેમને સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

ડૉક્ટરો મુજબ તેને અટૅક આવ્યો હતો અને એમઆરઆઈ કરાવવાથી જાણ થઈ કે તેને માથામાં ગાંઠ છે. તેને ગ્લિયોમા નામનું એક પ્રકારનું કૅન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યું.
ડૉક્ટરોને લાગ્યું કે તે માત્ર એક વર્ષ જ જીવિત રહી શકશે. એથી ક્રિસે યુનિવર્સિટી ઑફ ટેક્સાસ એમ.ડી. એન્ડરસન કૅન્સર સેન્ટરનો ઓપિનિયન લેવાનું વિચાર્યું. બે મહિના બાદ તેના માથામાંથી 1.54 સેન્ટિમીટરના ટ્યૂમરને લાંબી સર્જરી બાદ કાઢવામાં આવ્યો. રેડિએશન અને કિમોથેરાપીની સારવાર બાદ આજે પણ તે દર બે મહિને સ્કેન કરાવે છે.
શું છે આ ગ્લિયોમા?

ગ્લિયોમા એક પ્રકારનું કૅન્સર છે. એ ઝડપથી વધે છે અને એ મુખ્યત્વે માથામાં જ થાય છે. એથી એની સર્જરી પણ વહેલાસર કરાવવી જરૂરી છે. ડૉક્ટરો એને ગ્રેડ 4નું કૅન્સર ગણાવે છે. એનો અર્થ એ થાય છે કે આ ટ્યૂમર હટાવ્યા બાદ પણ એ તેજીથી વધવા લાગે છે અને આક્રમક રૂપ લઈ શકે છે. આવા પ્રકારનું કૅન્સર માથામાં અને હાડકાઓમાં વધુ ફેલાય છે.

Also Read – વિશેષ ઃ યુવકોમાં ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે જાતીય આકર્ષણ

લક્ષણ

  • વાતચીત કરવામાં તકલીફ
  • દ્રષ્ટિહીન
    વિચારવાની અને નવું સમજવાની શક્તિમાં મુશ્કેલી
  • ચાલવામાં અને સંતુલન ન જાળવી શકવું
  • ચક્કર આવવા
  • માથામાં દુ:ખાવો
  • શરીરના એક ભાગમાં નબળાઈ
  • ઊલટી આવવી
  • વર્તનમાં પરિવર્તન
    આવી રીતે ગ્લિયોમા કૅન્સરમાં મુખ્યત્વે સારવાર સર્જરી છે. એક સર્જન દરેક પ્રકારના ટ્યૂમરને હટાવવામાં સક્ષમ હોય છે, જ્યાં સરળતાથી તે પહોંચી શકે. જોકે દિમાગના કેટલાક નાજુક ભાગોમાં ફેલાયેલા કૅન્સર સુધી તે પહોંચી નથી શકતા.
    કિમોથેરાપી, રેડિએશન અને સર્જરી કરવી પડે છે. જેથી કરીને સર્જરી બાદ બાકી રહેલા કોષોને પણ નષ્ટ કરી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button