તરોતાઝા

લોહી શુદ્ધ કરનાર અને વધારનાર વનસ્પતિઓ

કુદરતે આપણને લોહી શુદ્ધ રાખવાના કે લોહી પૂરતા પ્રમાણમાં વધારવા માટે ઘણીય ખાદ્યરૂપી પદાર્થ આપ્યા છે. બજારૂ ખાન-પાન કે રસાયણ યુક્ત દ્રવ્યોનું સેવન બંધ કર્યા સિવાય કોઇ પર્યાય નથી. લોહીને શુદ્ધ રાખનાર અને વધારનાર દ્રવ્યો આપણાં દૈનિક ભોજનમાં વપરાવા જોઇએ.

આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા

લોહી એક આવશ્યક જીવન શક્તિ છે જે સતત વહેતું રહે છે. લોહીમાં કોશિકા અને પ્રોટીન હોય છે જે તેને ઘટ્ટ બનાવે છે. માનવ શરીરમાં પાંચ લિટર જેટલું લોહી હોય છે. લાલ રક્ત કણિકાની આયુ એકસો વીસ દિવસનું છે. લોહી શુદ્ધ હોવું જરૂરી છે. અયોગ્ય જીવન શૈલી ખાન-પાનમાં બગાડ, પ્રદૂષણ, અનિયમિતાને કારણે શરીરમાં ટોકિસન્સ જમા થવા લાગે છે. અશુદ્ધિઓને કારણે ઇમ્યુનિટી નબળી પડવા લાગે છે. બીમારી થવાનું જોખમ વધી જાય છે. ફોડા, ફ્રેસી, ખીલ, ગૂમડા થતાં જ જણાય કે લોહીમાં અશુદ્ધિનું પ્રમાણ વધી જાય છે. લોહી શરીરનાં તમામ અંગો સુધી ઓક્સિજન અને પોષક તત્ત્વો પહોંચાડવાનું કામ કરે છે. લોહી અશુદ્ધતાથી ચામડી પર બગાડ (ફોડા, ખીલ, કાળા ડાઘ) થાય છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે. યુરિક એસિડ અધિક પ્રમાણમાં વધી જાય છે. આ સમસ્યા ગંભીર સ્વરૂપ લે છે.

વિષાકત અને પ્રદૂષણને કારણે લોહીમાં અશુદ્ધિ પેદા થાય ત્યારે શરીર સંચાલન માટે જે પોષણ મળવું જોઇએ તે મળતું નથી, જેના કારણે ઘણાં પ્રકારની ડેફિસિયન્સી ઉતપન્ન થાય છે. ઓક્સિજનનો પૂરતો પુરવઠો આંતરિક અંગોને મળી શકતો નથી, વજન ઘટી જાય છે, થાક લાગવા માંડે છે, પાચનક્રિયા ખોરવાય છે, પેટમાં દુ:ખાવો
રહે છે.

લોહીમાં ગંદકી ભળી જવાને કારણે શરીર બાહ્ય રીતે પણ અસર જણાય છે. કુદરતી રીતે જ આની પર કાબૂ મેળવો પડે છે. બજારૂ સપ્લિમેન્ટ કે દવાઓ બીમારી વધારી દે છે. બ્લ્ડ કલીનર સપ્લિમેન્ટથી બજાર ઊભરાય છે પણ તે નકામા સાબિત થયા છે. ઘણીવાર એવાં પરિણામ જોવાય છે કે બહારની લોહી ચડાવું પડે છે.

કુદરતે આપણને લોહી શુદ્ધ રાખવાના કે લોહી પૂરતા પ્રમાણમાં વધારવા માટે ઘણીય ખાદ્યરૂપી પદાર્થ આપ્યા છે. બજારૂ ખાન-પાન કે રસાયણ યુક્ત દ્રવ્યોનું સેવન બંધ કર્યા સિવાય કોઇ પર્યાય નથી. લોહીને શુદ્ધ રાખનાર અને વધારનાર દ્રવ્યો આપણાં દૈનિક ભોજનમાં વપરાવા જોઇએ.

બીટ
આ એક બીટા-સાયનિન પાવરફૂલ ઓક્સિડેન્ટ છે. જે લોહીને રંગ, શુદ્ધતા અને વધારનાર છે. હિમોગ્લોબીન બનાવનાર છે. આમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન અને વિટામિન સી ઉપલબ્ધ છે. નાઇટ્રિક ઓકસાઇડની ઓછપથી થવાવાળી બીમારી એટલે કે હૃદય અને મગજના વિકારને રોકે છે. સ્ટેમિના વધારી દે છે. ખાવામાં એક અનેરી મીઠાશને કારણે લોકોની પસંદ પણ છે. આનું સૂપ, સલાડ, શાક, હલવો, પછડી (એક પ્રકારનું રાયતું) બનાવી લઇ શકાય. બીટના પાંદડા એ પાવરફૂલ છે તેનો રસ લેવો જોઇએ.

કોથમીર:
દરેક ઘરમાં રોજ વપરાય છે. પાંચનતંત્રનો સુધાર કરે છે. તેથી થાઇરોઇડની સમસ્યા રહેતી નથી. થાઇરોઇડની બીમારીમાં થતી હિમોગ્લોબીનની સમસ્યા દૂર કરે છે. વિટામિન એથી ભરપૂર છે. જે એનિમિયા જેવી કે લોહીની ઓછપની બીમારી માટે કારગર સાબિત થઇ છે. આંખોના પાણીને સ્વચ્છ રાખે છે. બ્લડ સરકયુલેશન વધારે છે. કોલાઇટીસની બીમારમાં લોહીની ઓછપ દૂર કરે છે.

હળદર:
હળદર ઘણા પ્રકારની છે. મલબારી હળદર, કાળી હળદર, દારૂ હળદર, આંબા હળદર, સેલમ હળદર, સફેદ હળદર, લાકાડોંગ હળદર, અલેપ્પી હળદર, ઇરોડ હળદર આવી હજુ ઘણાં પ્રકારની હળદર આપણી પાસે ઉપલબ્ધ છે. લાકાડોંગ હળદર મેઘાલયમાં ઉગાડવામાં આવે છે. સૌથી સારી હળદર આનો કરકયૂમિન સાતથી બાર ટકાનો છે જે સૌથી ઊંચો છે. ઇરોડ હળદર તામિલનાડુ રાજયમાં થાય છે. આનો કરકયૂમિન ત્રણથી ચાર ટકાનો છે.

કાળી હળદર સૌથી પાવર ફૂલ હળદર છે. આ ખૂબ જ મોંઘી છે. ઉપરનું પડ કાળું અને અંદર બ્લુ કે પરપલ રંગની હોય છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં અમુક જગ્યાએ થાય છે. રોગ ઉદ્ભવનારા દરેક બેકટેરિયાનો નાશ કરે છે. કોઇપણ પ્રકારની હળદર વાપરી શકાય છે. લીવરને ઉત્તેજીત કરી લોહીને શુદ્ધ અને વધારવાનું કામ કરે છે. દરેક ઘરમાં રોજબરોજ વપરાય છે. હળદરની ચટણી બનાવી વાપરવી જોઇએ.

ગોળ કે શેરડીનો રસ
પાચન સુધારનાર, રક્ત શુદ્ધિ કરનાર, ઊર્જાસ્ત્રોત વધારનાર, શરીરનું પોષણ કરનાર છે. હિમોગ્લોબીન વધારનાર છે. ગોળનો મોલાસીસ તત્વરિત કામ કરે છે. બીજા અન્ય ગોળ ખજૂર ગોળ, નાળિયેર ગોળ, તાડગોળ જેવા ગોળ વાપરી શકાય. તેમ જ તેના મોલાસીસ વાપરી શકાય. કોઇપણ ગોળનો ઉપયોગ એક હદ સુધી કરવો, કારણ શરીરમાં ગ્લુકોઝ અત્યાધિક વધવું ન જોઇએ. અન્ય રક્ત શુદ્ધ કરનાર અને વધારનાર પદાર્થો જેવા કે ભીંડી, તુલસી, ફલાવર, લીંબુ, ફૂદીનો, દાડમ, લસણ બધી જાતની બેરી (શેતૂર, બ્લૂબેરી, સ્ટ્રોબેરી, યલોબેરી), આમળાં રક્તશોધન માટે જબરજસ્ત કામ કરે છે. કડવો લીમડો નહાવા માટે વાપરવો. ત્રિફલા ચૂર્ણ સૌથી સારી ઔષધિ છે. ચરકઋષિએ ત્રિફલા ચૂર્ણ માટે કહ્યું છે કે આને ઘડામાં ભરી આનો વરઘોડો કાઢીને લોકોને સમજાવું જોઇએ કે આ ઔષધિ મહામૂલ્યવાન છે.
રક્ત અશુદ્ધિ બધી જ બીમારીનું કારણ છે. દવાનો આધાર ન લેવો જોઇએ. આપણી બધી જ વનસ્પતિ મૂલ્યવાન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button