તરોતાઝા

સાબુદાણાથી સાવધાન

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતોમાં ફ્ળાહારનું અધિક મહત્ત્વ છે. જેનાથી સાધના, ઉપાસના, યજ્ઞ, અનુષ્ઠાન, દાન, તપથી માનસિક અને શારીરિક સ્તર પર પ્રાકૃતિક ઊર્જાનો સંગ્રહ કરી શકીએ. જે પ્રકારે આપણે જીવન માટે આહારના રૂપમાં ભોજન લઇએ છીએ તેથી શરીરમાં વિદ્યમાન વિદ્યુત શક્તિ એટલે કે મેટાબોલીઝમને રિચાર્જ કરવાની જરૂર પડે છે. ત્યારે આપણે અનાજના રૂપમાં ભોજન લઇએ છીએ તો શરીરનાં રસાયણો એને સુપાચ્ય બનાવવાની જહેમત કરે છે. સમય સમય પર આ પ્રક્રિયાને વિશ્રામ દેવાની આવશ્યકતા પડે છે. એટલે આહારમાં ફળાહારનું સેવન વ્રતોમાં કરવામાં આવે છે. જે સ્વાસ્થ્યને સુગમ બનાવે છે. શરીરમાં માંદગીનું અતિક્રમણ રોકે છે. શરીરમાં નવી શક્તિનું સંચાર કરે છે. ફળાહાર કરવું એટલે તાજા ફળોનું વ્રતોમાં સેવન કરવું. જયાં ફળો ઉપલબ્ધ ન હોય કે તેને ખરીદવા શકય ન હોય ત્યાં ફલાહાર તરીકે કૂટુનો લોટ, સિંઘાડ કે સિંઘાડાનો લોટ, મખાણા, સામો, રાજગરો, સાબુદાણા વગેરે વ્રતોના ભોજનમાં સેવન કરવામાં આવે છે. આ ફલાહાર પ્રાકૃતિક હોવું જરૂરી છે.

મુખ્યત્વે સાબુદાણાની ખીચડી, વડા, ખીરનો ઉપયોગ વધારે થાય છે. સ્વાદિષ્ટ બનતું હોવાથી વ્રતોમાં આનો ઉપયોગ વધુ થઇ રહ્યો છે. સાબુદાણા એક કંદમાંથી બને છે. જેને કસાવા (તાપીયાકા)માંથી બનાવવામાં આવે છે. આ કંદમાંથી પહેલા દૂધ કાઢી, આ દૂધને સૂકવવામાં આવે છે. એટલે સ્ટાર્ચ બનાવવામાં આવે છે. પછી એક લાંબી પ્રોસેસથી તેના દાણા બનાવવામાં આવે છે. જેને સાબુદાણા કહીએ છીએ. સાબુદાણા પ્રાકૃતિક તરીકે બનાવવામાં નથી આવતા ખૂબ જ મોટા પ્રમાણમાં કેમિકલો અને પ્રાણીજન્ય ચરબીના તેલથી બનાવવામાં આવે છે. જેનાથી દાણાને સખત બનાવી શકાય સાબુદાણા પાણીથી સખત થતાં નથી.

સાબુદાણા બનાવવામાં વપરાતા રસાયણો

કેલ્શિયમ હાઇપોકલોરાઇટ-આ રસાયણ એક ઓકિસડાઇઝીગ અને બ્લીચિંગ એજન્ટ છે. તેમ જ નિસ્સંક્રામક બ્લીચિંગ પાડવર છે. જે કોરોસિવ્હ (વિષેલુ) કે (ઝેરી) છે. વાતાવરણ માટે હાનિકારક છે. જે સાબુદાણાને સફેદ બનાવી રાખવા માટે વપરાય છે. ચામડી પર ઘાવ પાડે છે. શરીરની અંદરનાં અવયવોની ચામડીને ઇરીટેડ (બળતરા) કરે છે.

સોડિયમ-હાઇપોકલોરાઇટ આ એક ડાઇલ્યૂટ સોલ્યુશન છે જે મિશ્રણ નરમ અને સફેદ બનાવા માટે વપરાય છે. એટલે આ એક બ્લીચ છે. આની સંજ્ઞા છે. આ રસાયણ ઘાતક છે. જેના કારણે લાલચકમા (રેડનેસ) એડીમાં, અલ્સર, પ્લમોનરી એડીમા, નાક અને અન્નનળીમાં બળતરા કરે છે. કફમાં વધારો કરે છે. ગેસ્ટ્રીક પ્રોબ્લેમ થાય છે. શ્ર્વાસ લેવામાં તકલીફ આપે છે.

સલ્ફયુરીક એસિડ આ રસાયણ વિશ્ર્વનું સૌથી કારખાનામાં વપરાતું એસિડ છે. જે પેટ્રોલના શુદ્ધીકરણ માટે, મેટલવર્ક, રેયોનના ઉત્પાદન માટે, ડાય, ગ્લુ અને લાકડાને પ્રીઝવ કરવા માટે, ઘણા કામ માટે વપરાય છે. આ એક સ્ટ્રોંગ એસિડ છે. જે ઘાતક છે. ચામડી અને આંખમાં બળતરા કરે છે. તેમ જ અંધાપો કરે છે. લગ્સને ડેમેજ કરે છે.

ધ ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કૅન્સર આ સંસ્થાએ આ સલ્ફયુરિક એસિડને કૅન્સરજન્ય કહ્યું છે. શરીરના સંપર્કમાં આવતા જ બળતરા પેદા કરે છે.

હાઇડ્રોકલોરિક એસિડ (HCL)

આ રસાયણ ઘાતક અને સ્ટ્રોંગ એસિડ છે. જે રબર બનાવવા, ટેકસ્ટાઇલ ઇન્ડસ્ટ્રી અને ફોટોગ્રાફીની ફિલ્મ માટે વપરાય છે. આ પણ એક પ્રકારની બ્લીચ છે જે સાબુદાણાને સફેદ કરવા વપરાય છે. આંખોનું સત્યનાશ કરી નાખે છે. અંધાપો, આંખોમાં જખમ, મોઢામાં છાલા, ઇસોફેગસ અને સ્ટમકમાં ઘાવ કરે છે. ચામડી ઉખેડી નાખે છે.

ફોસ્ફરીક એસિડ

આ રસાયણ સાબુ, ફર્ટીલાઇઝર, પોલિસ બનાવવા ડિટર્જન્ટ બનાવવા વપરાય છે. એલ્યુમિનિયમને પોલીસ કરવા ફોસ્ફેટ સોલ્ટ બનાવવા વપરાય છે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ચીઝ બનાવવા, સોફટડ્રિન્ક બનાવવામાં પણ વપરાય છે. પી.એચ.જાળવી રાખવા માટે સાબુદાણામાં વપરાય છે. આ રસાયણ હાર્ટડેમેજ, હાડકામાં કાણા અને કિડનીને ડેમેજ અને સ્ટમક અપસેટ કરે છે.

ટીના પોલ

સાબુદાણાને હાઇલેવલની ચમક આપવા માટે નખાય છે. આ બ્રાઇટનેસ એજન્ટ છે. આને ફલોરોસન્ટ બ્રાઇટ ૫૩૫ પણ કહેવાય છે. આ કૅન્સરકારક છે. કપડાની બ્રાઇટનેસ માટે ડિટર્જન્ટમાં વપરાય છે. આ આંખો માટે ખૂબ જ ઘાતક છે.

આ પ્રોસેસ્ડ ફૂડ છે. લાંબો સમય સુધી ટકાવવા માટે આ રસાયણોનો ઉપયોગ થાય છે. પ્રાકૃતિક સમજી લેવાની ભૂલ ન કરતાં. કેમિકલથી ભરપૂર આવી ખાદ્ય સામ્રગીથી બચાવ જરૂરી છે. સાબુદાણા પ્રાકૃતિક રૂપથી બની શકે છે. પૈસા કમાવાના હેતુથી જ આવી સામગ્રી બનાવાય છે. લોકોના સ્વાસ્થ્યનો કોઇ ખ્યાલ નથી કરતું.

આ સંદર્ભમાં ચેન્નઇ હાઇ કોર્ટમાં નવી ઇમ્પલેડ પિટિશન દાખલ કરી જેમાં જણાવવામાં આવ્યું કે અખિલ ભારતીય સ્તરે સાબુદાણાની નિરીક્ષણની માગણી કરવામાં આવી. કેમિકલના ઉપયોગ અંગેની અસ્પષ્ટ વિગતો ખુલ્લેઆમ બહાર આવી ત્યારથી મહારાષ્ટ્ર રાજ્યમાં સાબુદાણા ખાનારની રાજ્યમાં માંગ ઘટવાના કારણે ભારે નુકસાન સહન કરી રહેલા ખેડૂતો દ્વારા ચેન્નઇ હાઇ કોર્ટમાં અગાઉની પી.આઇ.એલ. પર કાર્યવાહીની વધુ માંગ કરી. અગાઉ તામિલનાડુ સેફટી એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ એ રાજ્યમાં અનેક ઠેકાણે દરોડા પાડયા છે.

સાબુદાણા એ પેકેટમાં નથી આવતા ખુલ્લા ગુણામાં ભરી વેચાય છે. તેથી એના ઉપર લેબલ નથી અને તેમા કયા કેમિકલ કલરો કે ચરબીના તેલની માહિતી મળતી નથી.
આપણી જાગૃતતા હોવી જરૂરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા