પ્રતિદિન ગરમી વધશે માટે પાણીજન્ય રોગો વિશે કાળજી રાખજો
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહમાં ગ્રહમંડળના આરોગ્યદાતા
સૂર્ય મીન રાશિ
મંગળ કુંભ રાશિ
બુધ – મેષ રાશિમાં પ્રવેશ
ગુરુ – મેષ રાશિ
શુક્ર – કુંભ રાશિ તા.૩૧ મીન રાશિ
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ
રાહુ – મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ – ક્ધયા રાશિ વક્રીભ્રમણ
હોળાષ્ટક પૂરા થતા તમામ શુભ માંગલિક કાર્યો આદરી શકાશે. આ સપ્તાહમાં ફક્ત શુક્ર ગ્રહ તા.૩૧ કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ગરમી દિનપ્રતિદિન વધવાથી પાણીજન્ય રોગો વિશે કાળજી રાખવી. યુવાવર્ગમાં ચામડીને લગતા દર્દો વકરી શકે. વિદ્યાર્થીવર્ગને લૂ લાગી શકે માટે અકારણ બહાર ધક્કા ખાવા નહીં. વિપરીત આહાર કરવો નહીં. નવજાત શીશુને ગાલ પચોલીયુ થવાની સંભાવના નકારી શકાય નહીં.
(૧)મેષ (અ,લ,ઇ):-સપ્તાહની શરૂઆતમાં દાઝવાના કિસ્સાઓ બની શકે. આંખોમાં પાણી નીકળવાની સંભાવના. વધુ પાણી પીશો.વાહન ચલાવતી વખતે ગોગલ્સ ચશ્મા પહેરશો. નિત્ય ગાયત્રીમંત્રની એક માળા અવશ્ય કરશો. ગરીબોને છાશ પીવડાવશો.
(૨)વૃષભ (બ,વ,ઉ):- આ સપ્તાહ આરોગ્ય માટે કોઈ જ ચિંતાઓ નહીં.ખાટા તેમજ વાસી ખોરાક ખાશો નહીંતર તબિયત બગાડે.નિત્ય ઇષ્ટદેવ ઉપાસના સાથે અજંપા જાપ કરશો.
(૩) મિથુન (ક,છ,ધ):- પગના ભાગે ખરઝવું આવી શકે. મોં માં છાલા પડવાની શક્યતાઓ.
નિત્ય દેવાધિદેવ મહાદેવના દર્શન ઉત્તમ સાથે જળાભિષેક કરશો.
(૪)કર્ક (હ,ડ):- છાતી માં કફ ભરાઇ શકે. સપ્તાહ ના અંતે તાવ ચડી શકે. ‘શ્રી કૃષ્ણ શરણં મમ્’ જાપ કરવો. નવગ્રહના જાપ કે સૂર્ય, ચંદ્ર ગ્રહના જાપ કરવા.
(૫)સિંહ (મ,ટ):- જમણા હાથે કંમ્પન જણાય. નાની -મોટી શારીરિક અશકિત લાગે. વાહન-અકસ્માત સંભવ. સૂર્યગ્રહ ને શુદ્ધ જળનો અર્ગ આપશો. ગાયત્રીમંત્ર જાપ નિત્ય કરશો. વડીલોને માન-સન્માન આપશો.
(૬)ક્ધયા (પ,ઠ,ણ):- કમરના ભાગે મચ્છર કરડવાની શક્યતાઓ. વજન વધવાથી બી.પી.સમસ્યાઓ આવી શકે. ગાયને લીલુ ઘાસ ખવડાવશો. શિવલિંગ પર કાચું દૂધ ચડાવશો.
(૭) તુલા (ર,ત): આ સપ્તાહ આરોગ્ય માટે સાનુકૂળ રહેશે. સમયસર ઊંઘની આદત જાળવી રાખશો. અકારણ વાદ-વિવાદમાં પડશો નહીં. નિત્ય શુદ્ધ ઘીનો દીપક કરશો.
(૮) વૃશ્ર્ચિક (ન,ય):- પથરી પીડિત દર્દીઓ કાળજી આવશ્યક. પાણી વધારે પીવું. નિત્ય પૂજામાં મા ઉગ્ર દૈવી ઉપાસના કરશો. યથાશકિત જરૂરિયાત મંદને મદદ કરશો.
(૯) ધન (ભ,ધ,ફ,ઢ):-ડાયાબિટીસ તથા “હેવી વેઇટ ના દર્દીઓએ આરોગ્ય માટે સંભાળવું. ગુરુવારે ગાયને ચણાની દાળ સાથે ગોળ ખવડાવશો. ગુરુ મંત્ર જાપ કરશો
(૧૦)મકર (ખ,જ):- ઓચિંતા તાવ ચક્કર ચડી શકે. ઠંડી લાગી શકે.ગરીબો વચ્ચે જૂના કપડા વહેંચશો. હનુમાનજી મંદિર દર્શન સંધ્યા સમયે કરશો.
(૧૧) કુંભ (ગ,શ,સ):-અસાધ્ય બીમારીઓ યથાવત રહે. ચિકન ગુનિયા આવી શકે. ગુરુ,
શનિ ગ્રહનો મંત્ર જાપ નિત્ય કરશો.
(૧૨) મીન (દ,ચ,ઝ,થ): સપ્તાહના અંતે ઝાડા ઉલ્ટી આવવાની શિકાયત જણાય. નિત્ય પૂજા સાથે ગુરુદેવ સ્મરણ પૂજન અર્ચન કરશો.
આ સપ્તાહમાં ‘યર એન્ડિંગ’ હોવાથી નાણાકીય ખેંચ વર્તાય પરંતુ તબિયત તંદુરસ્તી માટે યોગ્ય કાળજી રાખશો. શેરમાર્કેટમાં રોકાણકારોને નુકસાની આવવાથી ઊંઘ હરામ થાય. ગૃહિણી મહિલા વર્ગ એ નાભીની આસપાસ ખંઝવણ વક્રી શકે. યથાશકિત જરૂરિયાત મંદને મદદ સાથે શુદ્ધ ઘીનો દીપક સવાર-સાંજ અવશ્ય કરશો….