શનિ કુંભ રાશિમાં વક્રીભ્રમણ હોવાથી અસાધ્ય બીમારીઓ વધી શકે
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતા
સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશમિત્ર
મંગળ વૃષભ રાશિ (અનુકૂળ રાશિ)
બુધ કર્ક રાશિ(શત્રુ રાશિ)તા.૧૯ સિંહ રાશિમાં પ્રવેશ
ગુરુ વૃષભ રાશિમાં(શત્રુ ઘર)
શુક્ર મિથુન રાશિ (સમ મિત્ર ઘર)
શનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્ધયા રાશિ વક્રીભ્રમણ
તા.૧૭ “કર્ક સંક્રાંતિ પ્રારંભ ચાલતી હોવાથી કફ, શરદી, ઊલ્ટી, ઊબકા, નાકમાંથી પાણી પડવું, બી.પી. માં વધઘટ,હૃદય સંબંધિત તકલીફો વધે. પાણીજન્ય રોગો,બાળ રોગો સાથે મલેરિયા, કમળો, ટાઇફોઇડના દર્દીઓએ વધી શકે. ઉંમરલાયક જાતકોને અશકિત જણાય. શનિ કુંભ રાશિમાં વક્રીભ્રમણ હોવાથી અસાધ્ય બીમારીઓ વધી શકે.શિસ્તપાલન સાથે સત્ય વચન સાથે નિષ્ઠાપૂર્વક નોકરી-ધંધો કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં રાહત આપશે. વરસાદી વાતાવરણમાં જીવ- જંતુઓનો ઉપદ્રવ વધશે,સૂર્ય નારાયણ દર્શન સમયસર ન આપે માટે રોગ પ્રગતિકારક શકિત વધારવા તાજા લીલા શાકભાજી ખાશો. તુલસી પાન ચાવશો સાથો-સાથ હૂંફાળા પાણીના કોગળા કરશો.
(૧) મેષ રાશિ (અ,લ ઇ) :- સપ્તાહ શરૂઆતથી ઊલ્ટી કે ઊબકા આવવાની ફરિયાદ રહે. માથામાં સતત દુખાવો લાગે. નિત્ય શિવલિંગ પર જળાભિષેક કરશો તથા મંગળવારે મસુર દાલ ગરીબોમાં વહેંચશો.
(૨) વૃષભ રાશિ (બ,વ, ઉ):- સપ્તાહના અંતે પાતળા ઝાડા થાય. ગળામાં બળતરાઓ અનુભવાય. ઘરગથ્થુ દવાઓના લેશો. નિત્ય ઉપાસના સાથો-સાથ સૂર્ય ગ્રહના જાપ કરશો.
(૩) મિથુન રાશિ(ક,છ,ઘ):- આ સપ્તાહ આરોગ્ય માટે માનસિક ફોબિયાથી સતાવે. મચ્છરના ઉપદ્રવથી કાળજી રાખશો. દિવસમાં બે વખત સ્નાન કરશો. જૂનાં કપડાં દાન કરશો.
(૪)કર્ક (હ,ડ):- અકારણ પેટમાં દુખે. ઇલેક્ટ્રોનિક કરંટ લાગી શકે. દરરોજ હનુમાનજીના મંદિરમાં જઈ દર્શન કરશો. અતિશય ગળ્યા પદાર્થો ખાવા નહીં.
(૫) સિંહ (મ,ટ):- સરકારી બાકી વેરા, દંડ નોટિસો અંગેનો ભય સતત રહેવાથી ઊંઘ હરામ કરાવે. દાઢી પર મચ્છર કરડવાથી તાવ ચડી શકે. મહાકાલી માતાજીના દર્શન સાથે મંત્ર જાપ કરશો.
(૬)ક્ધયા (પ, ઠ, ણ):- દાંતમાં સડો થવાની શક્યતાઓ. હરસ,મસા થઈ પીડિત દર્દીઓએ કાળજી આવશ્યક. વ્યસન હોય તો બંધ કરશો.ગરમા-ગરમ નાસ્તો કે ભોજન કરશો.
(૭)તુલા રાશિ (ર,ત):- હાલતા ચાલતા પડવાના આખડવાના યોગ બને. યુરિન ઇન્ફેક્શન સંભવ. બજારુ પાણી તેમજ નાસ્તો કરશો નહીં. ગાયત્રીચાલીસા પઠન કરશો.
(૮)વૃશ્ર્ચિક રાશિ (ન,ય):- વરસાદી માહોલમાં વાહન-અકસ્માત સંભવ. સપ્તાહના અંતે ડાયેરિયા થવાની સંભાવના. કબજિયાતની કાળજી રાખવી. અજાણી જગ્યાએ પાણી પીશો નહીં. કુળદેવી સ્મરણ ઉત્તમ.
(૯)ધન રાશિ(ભ,ધ,ફ,ઢ):- ઓચિંતા એડકી આવી શકે. ડાયાબિટીસના દર્દીઓએ સમયાંતરે બ્લડ રિપોર્ટ કઢાવશો. દત્ત બાવની પાઠ કરશો.ગુરુદેવ નામ-સ્મરણ કરશો.
(૧૦) મકર રાશિ (ખ,જ):- ઘૂંટણની તકલીફ આવી શકે. પગની ચામડીમાં બળતરા થાય. શનિવારે બજરંગબાણ પઠન આરોગ્ય માટે પ્રાર્થના કરશો.
(૧૧)કુંભ રિાશ (ગ,સ,શ):- પિંડીનો દુખાવો રાત્રિએ વધે. કબજિયાતની સમસ્યાઓ વધે. ગાયને ઘાસ તથા પંખીઓને નિત્ય ચણ નાંખવુ.
(૧૨) મીન રાશિ(દ,ચ,ઝ,થ):- સપ્તાહના મધ્યાહને ચક્કર આવી શકે. પગમાં ચીરા પડી શકે. ફક્ત આયુર્વેદિક દવાઓ કરશો. નિત્ય શિવલિંગ પર જળાભિષેક કરશો.
વરસાદી વાતાવરણ હોવાથી સાધારણ તાવ સાથે શરીર ઝકડાઇ જવાની ફરિયાદ વ્યાપક રીતે સાંભળવા મળશે.વાસી,આથેલુ તેમજ અતિ કઠણ પદાર્થો ખાવાનું ના રાખશો નહીંતર બીમારીઓ નોંતરશો. દરેક રાશિના જાતકોએ આરોગ્ય દાતા સૂર્યને શુદ્ધ જળનો અર્ગ અવશ્ય આપશો. તુલસી ક્યારે ધૂપ-દીપ કરશો.