તરોતાઝા

આ સપ્તાહમા શનિ માર્ગી થયેલ હોવાથી અસાધ્ય કે લાંબા સમય થી પીડિત દર્દીઓનું આરોગ્ય સુધરશે

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

રાજાદી ગ્રહ સૂય-વૃશ્ર્ચિક રાશિ, મંગળ-વૃશ્ર્ચિક રાશિ, બુધ- ધન રાશિ, ગુરુ-મેષ રાશિ વક્રીભ્રમણ, શુક્ર-તુલા રાશિ, શનિ-કુંભ(સ્વગૃહી) રાશિ, રાહ-મીન રાશિ વક્રીભ્રમણ, કેત-ક્ધયા રાશિ વક્રીભ્રમણ, રાશિ માં રહેશે.

શુક્રવારથી શરુ થયેલ ‘એન્ડ ઓફ ઇયર ઓફ મંથ’ ડિસેમ્બર મહિનાની હાર્દિક શુભેચ્છાઓ…

આ સપ્તાહમાં તાવ,ઉધરસ,કળતર સાથે કફની સમસ્યાઓ વર્તાય. ‘વૃશ્ર્ચિક સંક્રાંતિ’ માં સૂર્ય-મંગળ નૈસર્ગિક કુંડળીથી અષ્ટમભાવે જવાથી દાઝવાના તેમ જ મોં સંબંધિત રોગો વકરે.યોગ્ય દાક્તર ને બતાવી દવા લેવી. શનિ માર્ગી થયેલ હોવાથી અસાધ્ય કે લાંબા સમય થી પીડિત દર્દીઓનું આરોગ્ય સુધરશે. સિનિયર સીટીઝન તથા યુવાવર્ગ પ્રવાસ-પર્યટન કે લાંબી મુસાફરીમાં ઘરનો નાસ્તો સાથે રાખવાથી
આરોગ્ય માટે હિતાવહ રહેશે.

(૧)મેષ રાશિ (અ,લ,ઇ):-

આ સપ્તાહ આરોગ્ય માટે મધ્યમ રહેશે. સપ્તાહના અંતે યુરિનમાં બળતરાઓ થવાની સંભાવના. સવારે પૂજામાં ગાયત્રીમંત્ર સાથે ઇષ્ટ સ્મરણ અવશ્ય કરશો. મંગળવારે ૪૦૦ ગ્રામ મસુરની દાળ ગરીબને દાન આપશો.

(૩)વૃષભ રાશિ (બ,વ,ઉ):-

આ સપ્તાહ માનસિક ઉદ્વેગ, અશાંતિ, અજંપો વર્તાશે. ગળાને લગતી તકલીફો હોય તો વધી શકે. નિત્ય કુળદેવીની પૂજા સાથે ગ્રામ્યદેવી ની ઉપાસના આરાધના કરવી તેમ જ શિવજીના દર્શન આરોગ્યની વધુ સુખાકારી માટે ઉત્તમ બની રહેશે.

(૩) મિથુન રાશિ (ક,છ,ધ):-

શ્ર્વાસમાં તકલીફ પડી શકે તેમ જ ગળામાં ચાંદા પડવાની સંભાવના. મહાદેવજીને નિત્ય જળાભિષેક કરશો તેમ જ રુદ્રી પઠન કરશો. સમય મુજબ બુધ ગ્રહના જાપ કરશો.

(૪)કર્ક (હ,ડ):-

સપ્તાહના શરૂઆતથી સમયસર ઊંઘ ન આવવાની સમસ્યાઓ રહે. સપ્તાહના આરોગ્યમાં તાવ, ઉધરસ આવી શકે. નિત્ય તુલસીના પાન ખાશો. દુર્ગા માતાજીની પૂજા ઉત્તમ.

(૫)સિંહ (મ,ટ):-

ગેસ, કબજિયાતની તકલીફ વર્તાય. નેત્રપીડા થવાની સંભાવના રહેલી છે. સૂર્યોદય પહેલા ઊઠશો. સૂર્યને શુદ્ધ જળમાં કંકુ નાખીને અર્ગ આપશો. આદિત્ય કવચનું પઠન કરશો.

(૬)ક્ધયા (પ,ઠ,ણ):-

કમર કે કબજિયાતની સમસ્યાઓ છાલ છોડે નહીં. આકસ્મિક ઉલ્ટી થવાની શક્યતાઓ.વધુ પડતું ખાવું નહીં. વાસી તેમજ બજારુ ચીજવસ્તુઓ ખાશો નહીં. વહેલી સવારે ખુલ્લા બગીચામાં ચાલશો. અનુકૂળતાએ સત્યનારાયણ ભગવાનની કથા કરાવશો.

(૭) તુલા (ર,ત):-

પગના તળિયામાં ચીરા પડી જાય.વજન ઘટવાથી શારીરિક અશકિત જણાય.ગાયત્રીમંત્ર કરશો તેમ જ કુળદેવી ઉપાસના ઉતમ.ઘરનું ભોજન ફક્ત સાદુ જ કરશો.

(૮) વૃશ્ર્ચિક (ન,ય):-
મનોઇચ્છિત કામો ન થવાને કારણે માનસિક સ્થિતિ બગડે જેને કારણે તબિયત પર અસર પડે.આંખોમાં ઓપરેશન આવી શકે. હિત શત્રુથી ચેતવું નહીંતર તબિયત બગાડે. રાત્રિના સમયે શક્ય હોય તો એક કલાક મૌન પાળશો.

(૯)ધન (ભ,ધ,ફ,ઢ):-

આરોગ્ય માટે ખૂબ જ સાનુકૂળ રહેશે જૂની બીમારી હશે તો મટી જશે.
નિત્ય ગુરુ મંત્રની ૧૧ માળા કરશો તેમ જ પૂર્ણ વિશ્ર્વાસ ગુરુદેવ પર રાખશો.

(૧૦) મકર (ખ,જ):-

ચામડીના દર્દો આવી શકે. સપ્તાહના અંતે દંત પીડા થઈ શકે. ડેન્ગ્યુ થવાનો સતત ભ્રમ
રહ્યા કરે. નિત્ય પૂજા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરશો. ગરીબોને યથાશકિત મદદ કરશો.

(૧૧) કુંભ રાશિ (ગ,શ,સ):-

વાયુ ચડવાની સમસ્યાઓ વકરે. કબજિયાતની સમસ્યાઓ પણ વધી શકે. વાહન અકસ્માત સંભવ. હનુમાનજી ચાલીસાના પાઠ અવશ્ય કરશો.પશુ-પંખીની જીવદયા ચાલુ રાખશો.ગરીબોને ગરમ કપડાનું દાન આપશો.

(૧૨) મીન (દ,ચ,ઝ,થ):-

પગના તળિયામાં બળતરાઓ વધી શકે. અપચો,અજીર્ણ ની ફરીયાદ રહે. સૂર્યોદય સમયે શુદ્ધ જળનો અર્ગ અવશ્ય આપશો અને સૂર્ય નમસ્કાર કરશો.આદિત્ય નારાયણ સ્તોત્ર કરશો.હાલમાં કારતક વદ પક્ષ ચાલતો હોવાથી નિત્ય શિવલિંગ પર જળાભિષેક કરશો.સમય મુજબ “ઓમ નમ: શિવાયના મંત્ર જાપ કરશો તેનાથી શારીરિક કષ્ટ દૂર થશે. દેવાધિદેવ મહાદેવનો અતિપ્રિય સોમવારનો ઉપવાસ અવશ્ય કરશો. ઉચિત બ્રાહ્મણને સફેદ ચીજ વસ્તુઓનું દાન આપશો. લાંબા ગાળાથી પીડિત દર્દીઓ માટે તેમ જ અસાધ્ય બીમારીઓથી પીડિત દર્દીઓએ ખાનપાનની પરેજી પાળજો. સપ્તાહના અંતે ગરીબોમાં ફરસાણ વહેચવાથી શનિ ગ્રહ સંતુષ્ટ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button