તરોતાઝા

શનિ માર્ગી થયેલ હોવાથી અસાધ્ય કે લાંબા સમયથી પીડિત દર્દીઓ માટે ધીમે ધીમે આરોગ્ય સુધરશે

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળમાં આરોગ્યદાતા
સૂર્ય તુલા રાશિ મંગળ- તુલા રાશિ બુધ – વૃશ્ર્ચિક રાશિ ગુરુ – મેષ વક્રીભ્રમણ શુક્ર – ક્ધયા રાશિ શનિ – કુંભ(સ્વગૃહી) રાશિ રાહુ- મીન વક્રીભ્રમણ કેતુ- ક્ધયા વક્રીભ્રમણ રાશિમાં રહેશે.

શનિ માર્ગી થયેલ હોવાથી અસાધ્ય કેલાંબા સમયથી પીડિત દર્દીઓમાટે ધીમે ધીમે આરોગ્ય સુધરશે તેમના આત્મવિશ્ર્વાસ માં વધારો થશે.તુલા સંક્રાંતિ નો સંયોગ હોવાથી ગુપ્તાંગ રોગો,મહિલાઓનાંદર્દો વકરવાની સવિશેષ સંભાવના રહેલી છે માટે વધારેને વધારે પાણી પીવું,બજારુ નાસ્તો ટાળવો.સમયસર ઊંઘ લેવી આરોગ્ય માટેહિતાવહ રહેશે.યુવાવર્ગ પ્રેમ સંબંધમાં ખટરાગ ના બનાવો બનવાથી માનસિક હતાશા વધી શકે !! દિવાળી શરૂ થવાના ગણતરીના દીહોવાથી અકારણ દોડા-દોડ ન કરવી સમયસર ખાનપાન કરશો.

(૧)મેષ રાશિ (અ,લ,ઇ)
માનસિક મૂંઝવણ વધવાને કારણેસમયસર ઊંઘ ન આવવાથી તબિયત બગડે. સપ્તાહના અંતે ગળામાં બળતરાઓ થવાની શક્યતાઓ. બુધવારનું એકટાણું કરવું.નિત્ય ગાયને લીલુ ઘાસ ખવડાવશો.

(૨)વૃષભ રાશિ (બ,વ,ઉ)
આંખોઆવી શકે. વધુ પડતી ભૂખ લાગવાનેકારણે અપચો સંભવ.આ સપ્તાહમાં શક્ય હોય તો કોટનના કપડાં પહેરશો.ભગવાન સત્યનારાયણની કથા કરાવશો. કુળદેવીનો દીપક અવશ્ય કરશો.

(૩)મિથુન રાશિ (ક,છ,ઘ)
આ સપ્તાહ આરોગ્ય માટે કોઈ જ પ્રકારની ચિંતાઓનું કારણ નથી.ફક્ત મચ્છરોથી કાળજી આવશ્યક.અતિશય તીખું ખાશો નહીં.નિત્ય પૂજા ચાલુ રાખશો.

(૪)કર્ક (ડ, હ )
તાવ,શરદી, કફનીસામાન્ય તકલીફ વર્તાય. ગુદાના ભાગે ચીરા પડવાથી અસહ્ય વેદના થવાની શક્યતાઓ. ફક્ત બેડ રેસ્ટ કરશો.તુલસી ક્યારે પાણી અર્પણ કરીને મનોમન પ્રાર્થના કરશો.

(૫)સિંહ (મ,ટ)
પેટ ના દુખાવામાં રાહત જણાય.કબજિયાત ની તકલીફ વધુ જોર પકડી શકે. આયુર્વેદિક દવાઓ લેવાથી આરોગ્ય સુધરશે.રાંદલ માતા નો દીપ કરીને દર્શન કરશો.

(૬)ક્ધયા (પ,ઠ,ણ)
કમરની તકલીફ યથાવત રહે.જમણા હાથમાં ખાલી ચડી શકે.વધુ પડતા કઠણ તેમજ વાસી ખોરાક ખાશો નહીં તેમજ વધુ પડતી દવાઓ ખાશો નહીં.ઊંઘ આહાર સમયસર કરશો.

(૭)તુલા (ર,ત)
કિડની કે યુરિન સંબંધિત અગાઉ ની બીમારીઓ હોય તો કાળજી રાખવી. બહારનું પાણી ચીજ-વસ્તુ ખાસો નહીં. ઈસ્ટદેવનો મંત્ર કે હનુમાન ચાલીસા ના પાઠ કરશો.

(૮)વૃશ્ર્ચિક (ન,ય)
હરસ,મસાની સમસ્યાઓ વધી શકે. ગુપ્તાંગ ભાગે સૂઝન આવી શકે. ગુપ્ત દાન વધારે કરશો. બટુકભૈરવના દર્શન ઉત્તમ.

(૯)ધન (ભ,ધ,ફ,ઢ)
ડાયાબિટીસમાં મોટો ઉથલો મારે.ડાયાલિસીસના દર્દીઓ માટેઅન્ય બીમારીઓનો સામનો કરવો પડે. કાચી ચણાની દાળ સાથે ગોલગાયને ખવડાવશો.

(૧૦)મકર (ખ,જ)
ગુદાના ભાગે ખંઝવણ વધવાથી વકરે. જૂના હઠીલા રોગો ફરીથી ઊથલો મારે. હનુમાનજીને કાચા તેલનો દીપક સાથે ચાલીસાના પાઠ કરવા.

(૧૧)કુંભ (ગ,શ,સ)
સપ્તાહ ની શરૂઆતથીમરણના સમાચાર મળવાથી મનોસ્થિત બગાડે. મહાદેવજીના દર્શન તેમજ જળાભિષેક કરવો ઉત્તમ બની રહેશે.અનાથ આશ્રમ માં યથા શક્તિ મદદ કરવી.

(૧૨)મીન (દ,ચ,ઝ,થ)
પગના તળિયામા છાલા પડી શકે. હોઠ પર સુઝન આવી શકે. દત્ત બાવનીના પાઠ કરશો. જીવદયા નિયમિત કરશો.

સપ્તાહના અંતે મચ્છરનો ઉપદ્રવ વધવાથી તાવ,શરદી,ઉધરસ, ઝાડા,ઉલ્ટી સાથે ડેન્ગ્યુ ભરડો લઈ શકે માટે યોગ્ય સાફ સફાઈ કરાવવી.નિયમિત તુલસી ક્યારે સંધ્યા સમયે દીપ કરશો.આવનાર દિવાળીના ગણતરી ના દીઆડા હોવાથી ગરીબોને યથાશક્તિ મીઠાઈ કપડા આપશો.નાનાં બાળકો સાથે ભીડ-ભાડ વાળી જગ્યાએ જવું નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?