તરોતાઝા

મોજની ખોજ : એપ્રિલફુલ… એપ્રિલફુલ… હું મર્યો જ નથી!

  • સુભાષ ઠાકર

`અલ્યા ટોપા, કેમ આમ પાંજરાપોળની ગાય જેવું મોઢું કરીને બેઠો છે? શું થયું?’ મેં ચંબુને પૂછ્યું

`અરે, માત્ર મોઢું નઇ હું આખો પાંજરાપોળની ગાય બની ગયો છું, આખી માનવજાત ઉપર એવી તો ચાટી ગઈ છે’ ચંબુ થોડો ઉકળ્યો

`કેમ?’

કેમ શું વળી? સાલું આ બેન્કવાળા પેન બાંધીને રાખે, મેડિકલવાળા કાતર બાંધીને રાખે, ઝેરોક્ષ વાળા સ્ટેપલર બાંધીને રાખે, પરબવાળા ગ્લાસ બાંધીને રાખે, મોટા ઘરવાળા શ્વાન બાંધીને રાખે સાલું, લખવા માટે પેન માગીએ તો ઢાંકણું પોતાની પાસે રાખી પેન આપે. એમાં આજે ઢાંકણા વગરની 117 પેન મારી પાસે પડી છે એનું શું કરવાનું ? અરે, પેલા પૂજારી ભગવાનને બાંધી રાખે છે, ભક્તો ઈશ્વરને મેળવવા ઘંટ બાંધી રાખે છે, સાલું ટે્રનવાળા ટોઈલેટમાં ડબલું બાંધી રાખે છે… કેટલા ગણાવું? સાલું, કોઈને કોઈ પર ભરોસો જ નથી… અરે, યુ બિલિવ? હમણાં આસ્થા હોસ્પિટલ ઉપર ભરોસો મૂકી લાસ્ટ સ્ટેજ પર પહોંચેલા મારા દાદાને આઈસીયુમાં રાખેલા, ચાર દિવસ પછી ડોક્ટરે ડિકલેર કર્યું.મિસ્ટર ચંબુ , સોરી યોર દાદા ઈઝ નો મોર.’

મેં ડોકટરને જવાબ આપ્યો : `આઈ નો સર, એ મોર પણ નથી ને ઢેલ પણ નથી, કાગડો કે કોયલ પણ નથી.. એ મારા દાદા છે.’

`અરે, નો મોર એટલે છેમાંથી હતા થઈ ગયા, એ હવે દુનિયામાં રહ્યા નથી. સમજયો?’

આ પણ વાંચો: મોજની ખોજ : સ્પર્ધા એ તો ઈર્ષાનું રૂપાળું નામ છે

આટલું ડોક્ટર બોલ્યા ત્યાં તો દાદા ઢેન્ટેણંન કરતાંએપ્રિલ ફુલ… એપ્રિલફુલ’ બોલતા આળસ મરડી બેઠા થયા ને બોમ્બ ફોડ્યો હું મર્યો જ નથી હજી જીવું છું' ત્યાં તો મને 440 વોલ્ટેજનો ઝાટકો લાગ્યો ને મારી છાતીના જ નઇ પણ પેટના પણ પાટિયા બેસી ગયા. મેં દાદાજીને ધમકાવ્યા :દાદુ, આવું સરપ્રાઇસ? આવું એપ્રિલફુલ? તમે ડોક્ટરને ખોટા પાડો છો? તમને આઈસીયુમાં રાખ્યા પછી પણ જીવવાની જિજીવિષા કેમ છૂટતી નથી, બાકી અહીં ઈશ્વર જ કહે છે : આઈ સી યુ ..એટલે હું જોઈ લઇશ..સમજ્યા?’

`અરે ગગા, તું સમજ ડોક્ટર તો કહે પણ ઉપરવાળાની ઈચ્છા વગર કોઈ નીચેવાળા ઉપર જઈ શકતા નથી’ દાદા બોલ્યા

`પણ દાદા, ખોટું ન લગાડતા પણ તમે સ્વર્ગે સિધાવો તો હમણાં નવા સ્મશાનમાં દાન આપી ચિતા ઉપર સૂવાડી તમારાથી જ ઉદઘાટન કરું એવી મારી પ્રબળ ઈચ્છા હતી, પણ તમે અચાનક ટી-20 ના બદલે વન ડે કે ટેસ્ટ મેચ ખેંચી કાઢો તો માં તો ડોનેશન માથે જ પડે ને?’ પછી મેં ડોક્ટરને પણ ધમકાવ્યા :

`આ શું મરણનુ આવું ખોટું ડિક્લેરંશન?, શ્વાસ ચાલે છે કે નઇ એટલી જો ખબર ન પડતી હોય તો તમારા પર વિશ્વાસ કોણ મૂકે? ડોક્ટર તરીકે રાજીનામું આપી દો ને વડાપાંઉની લારી ચાલુ કરો’

`સોરી ટુ સે’ ડોક્ટર બોલ્યા :

`એમના હૃદયના ધબકારા સંભળાતા બંધ થઈ ગયેલા પણ પછી ખબર પડી કે હું સ્ટેથોસ્કોપ કાનમાં ભરાવવાનું ભૂલી ગયેલો, વેરી સોરી’

વીસ મિનિટ પછી બીજા ડોક્ટરે આવી કીધું:

`દાદાજીને ઘરે લઈ જઈ શકો છો’ ત્યારે ફરી પેટમાં ફાળ પડી પણ પછી દાદાજીને નઇ પણ એમના પાર્થિવ દેહને લઈ જવાનો છે એ જાણ્યું પછી જીવમાં જીવ આવ્યો કે હા..શ હવે દાદાજીનો જીવ ઉપર ગયો હવે ડોનેશન સફળ…અંતે ડોક્ટરે અને પ્રભુએ માં સાંભળ્યું

આ પણ વાંચો: મોજની ખોજ: શેર માટીની ખોટ શેરબજારની મૂડીથી ન પુરાય!

(નોંધ: આપણે ઈચ્છીએ કે એ છૂટે પણ હકીકતમાં આપણને છૂટવા માગતા હોઈએ છીએ)

`ઠાકર, હવે મૂળ વાત એ કે દાદાજી ભક્તિભાવ વાળા એટલે ઘરની પૂજાની જવાબદારી દાદાજીથી બાપુજી ઉપર આવી, પણ મારા બાપુજી આટલી મોંઘવારીમાં ઈશ્વરને પણ ડાયાબિટીશ થઈ જાય એટલી ખાંડનો ઢગલો પ્રસાદ ધરાવે, હું થોડા દિવસ કઇ ન બોલ્યો પણ પછી પાણી માથાથી ઉપર ગયું એટલે હું ભડક્યો :

`મિસ્ટર બાપુજી, દાદાજીએ આખી જિંદગીમાં આટલી બધી ખાંડ ધરાવી નથી ને તમે…તમારે મને ઉઠાડી દેવો છે?’

`બેટા’ બાપુજીનો અદભુત જવાબ :

થોડા વખતમાં મોંઘવારી, મંદી દૂર થશે, એવું જૂઠ બોલી જો સરકાર આખા દેશને અપ્રિલફુલ બનાવતી હોય તો આ નાનકડી ઈશ્વરની મૂર્તિને આપણે અપ્રિલફુલ ન બનાવી શકીએ?’ કંઇ સમજાય એવું બોલો, બાપુ’ મેં કીધું

અરે બેટા, તે પ્રસાદની ખાંડ દૂરથી જ જોઈ છે બાકી નજીકથી જો તો ખબર પડે કે એ ખાંડ નથી પણ આરસના નાના નાના ટુકડા છે. તેભગવાનને ધરાવાની આરસની ખાંડ મળશે’ એવું `વૈકુંઠ કરિયાણા સ્ટોર’નું બોર્ડ વાંચ્યું નથી? આ એ ખાંડ છે જે આખી જિંદગી

આ પણ વાંચો: મોજની ખોજ : પાપ ધોવા ગંગા ખરી, પણ પુણ્ય કમાવા કઈ નદી?

ધરાવો તોયે ખૂટે નઇ ઈશ્વરને પણ અપ્રિલફુલ બનાવવાની તાકાત જોઈએ.’

`પણ બાપુ, ઈશ્વરે તમાં શું બગાડયું છે? ને ઈશ્વરને એપ્રિલ ફુલ બનાવવાની આપણી ઓકાત પણ નથી, એના કરતાં કોઈ જરૂરિયાતમંદ લોકોને અચાનક મદદ કરી એપ્રિલફુલ બનાવો તો ઈશ્વર પણ રાજી થશે.’
મેં બાપુને કીધું.

`ઠાકર, અહીં મારી કહાની પૂરી પણ તે કોઈ દિવસ કોઇને એપ્રિલફુલ બનાવ્યા છે?’

મેં? ખં કઉ? મને કોઈ પૂછે કે કેમ છે? તોમજામાં’ કહી આખું વર્ષ લોકોને એપ્રિલફુલ બનાવું છું!’

શું કહો છો?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button